SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પણું તેના કાનમાં ન પડે તેવી વ્યવસ્થા કરું છું. શેઠ પહેલી પંક્તિમાં બેઠા છે, યથા અવસરે મહારાજ સાહેબે વ્યાખ્યાન શરુ કર્યું. પણ આ શેઠને તે જાણે હાલરડા શરુ થયાં. આખા વ્યાખ્યાનમાં શેઠે કાં ખાધાં, પરિણામે કાંઈ સાંભળી શક્યા નહીં. વ્યાખ્યાન પુરું થયું. શેઠ ઘેર ગયાં પણ તેમને એમ થયું કે આજે તે એવી ઉંઘ આવી ગઈ કે સમજાણું જ નહીં. કાલે બરાબર સાવધાન થઈને સાંભળીશ. બીજે દિવસે શેઠ વહેલા પહોંચી ગયા. વ્યાખ્યાન શરુ થયું. આજે મહારાજ સાહેબના વ્યાખ્યાનને વિષય હતા દાનને મહિમા”. લેભ કષાય છુટે તે દાન આપી શકે. પુણ્યના ઉદયે આજે તમારી પાસે પૈસે છે. જે સવ્યય નહીં કરો તે પુણ્ય ચવાઈ જશે ને આવતા ભવનું ભાથું નહીં બાંધી શકો. હાથે તે સાથે, દાન દયે તે સદ્ધર બેંન્કમાં જમા થાય છે. એકથી હજારગણું મળી રહેવાનું છે. અહીંથી જશે ત્યારે એક પાઈ પણ સાથે આવવાની નથી. કરી કૂડકપટ છલમાયા, ધનલાખ કરોડ કમાયા, સંગ ચલે ન એક અધેલા, સબ ચલા ચલીકા ખેલા.” કુડ, કપટ, માયા, છળ કરી લાખો રૂપિયા ભેગા કર્યા પણ કરોડપતિ કયારે રોડપતિ થઈ જશે તેની ખબર પડતી નથી. દાન-શિયળ-તપ-ભાવના એ ચાર ધર્મના પાયા છે. આમ અનેક રીતે મહારાજ સાહેબે દાન વિષે સમજાવ્યું. વ્યાખ્યાન પુરું થયું કે તરત એક ભાઈ ઉભા થયાં અને બેલ્યાં, આજે આપણે સાધમી ફંડ માટે ફાળે કરવાને છે. આપણુ ગરીબ ભાઈઓ જે દુઃખી છે તેને મદદ કરવી તે આપણી ફરજ છે. માટે સૌ સારી એવી રકમ લખાવશે. આ સાંભળી પેલા શેઠ ગભરાયા. લેભ કાઠીયે આવી હાજર થઈ ગયે. શેઠને થયું, “આજે જ મહારાજે દાનની વાત કયાં ઉપાડી? હમણાં આ બધા મારી પર તુટી પડશે અને કહેશે કે તમારા બાપદાદા ખૂબ દાન દેતાં માટે આ ફાળામાં તમારા નામથી શરુઆત કરીએ. શેઠ તે પથરણું વીંટી જલદી જલદી ઉભા થઈ ચાલી નીકળ્યાં. જયાં સુધી જીવાત્મા પર મેહનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સધર્મ તેને રુચતું નથી. રુચે તે આદરી શક્તિ નથી. “મનુ-દેહ મળે તોયે, ધર્મની કૃતિ દુર્લભ, જે ધર્મ શ્રુતિથી પામે, અહિંસા તપ ને ક્ષમા.” મનુષનો અવતાર પ્રાપ્ત થયા પછી પણ ધર્મ સાંભળ જીવને દુર્લભ છે. હદયના ભાવપૂર્વક ધમ સાંભળે છે તેના જીવનમાં અહિંસા, સત્ય અને ક્ષમાને આવિર્ભાવ થાય છે. આજ સુધી પૈસાને જીવનનું ધ્યેય માનતે હતે. ધર્મ આવ્યા પછી ધ્યેય ફરી જાય છે. તે સમજે છે કે આ બધા ચલાચલીને ખેલ છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy