SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. શ્રત એવું કર્યું છે કે હું પિતે રાખું નહીં. મન, વચન અને કાયાથી, બાકી રખાવવાની તથા અનુમોદન આપવાની બંધી નથી. આ ત્રણ કેટીએ બંધી થઈ. હવે તમે પાંચમું વ્રત લેવામાં ગભરાઓ નહીં. તમારે લાખ રૂપિયા રાખવા હોય તે તેટલા પણ મર્યાદામાં આવે. તુણાને અંત નથી. કેટલી દુકાને જોઈએ છે, કેટલા બંગલા જોઈએ છે. કેટલું પડેલું, અનઘડેલું સોનું, રૂપું, ચાંદી, ચાંદીના વાસણ વગેરે કેટલા જોઈએ છે તે તમે મનથી નકકી કરી લે. જેટલી બધી કરવી હોય તેટલી તમે કરી શકો છે. પણ બંધી લેવાના ભાવ જાગવાં જોઈએ, જરૂરિયાતથી વધારે મારે નહીં જોઈએ તેમ નિર્ણય કરે. કવિય એટલે થાળી, વાટકા, ત્રાંસ, તપેલા, ખુરશી, સેફા વગેરે ઘરવખરાની ચીજ કેટલી રાખવી તેને નિર્ણય કરે. જેઓ પરિગ્રહનું પરિમાણ કરે છે તેઓ સંતેષનાં ઘરમાં આવી જાય છે. ભગવાને કહ્યું છે સાધુને પણ ગરમ શાલ કે ધાબળી હેય પણ જે તેની પર મૂછ હોય તે તે પરિગ્રહ છે. ભગવાને સાધુ, સાધવી માટે મર્યાદા બાંધી છે. સાધુને ત્રણ જેડ કપડાં અને સાધ્વીને ચાર જેડ કપડાં રાખવા કપે. સાધુએ પણ કપડાંને સંગ્રહ ન કરે જઈએ. સાધુ પાસે ગમે તેવું જાડું-પાતળું કપડું હોય પણ દેહને ઢાંકવાનું જ પ્રોજન છે. ના સંગ્રહ એને કપડાને, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝેળીમાં, ના એના નામે થાણું, ઓછામાં ઓછા સાધનથી સંતેષ ધરી રહેનારાં, આ છે અણગાર અમારા સાધુના પાત્રામાં બીજા દિવસનું ભેજન હોતું નથી. પહેલા પહેરમાં લાવેલા આહાર પાણી ચોથા પહોરે પણ વાપરવા ન કલ્પ. સાધુના નામના રૂપિયા બેન્કમાં મુકેલા ન હોય. તેના નામે કોઈ સંસ્થા ચાલે નહીં. જેમ બને તેમ ઓછા સાધનથી સાધુ પિતાના જીવન નિર્વાહ ચલાવે. ઈન્ડીપેન, ઘડીયાળ વગેરે સાધુ રાખે નહીં. જરૂર પડે તે ગૃહસ્થ પાસેથી લઈ કામ પતાવી પાછું આપી દે. સાધુ માટે કોઈ વેચાતું લાવી આપે તે પણ તે લેવું કપે નહીં. સાધુનું જીવન એવું હોય કે તે કોઈ ને ભારે ન પડે. લાલબહાદુર શાસ્ત્રી કહેતા કે તમે ફક્ત એક અઠવાડીયામાં એક સેમવારનું એકટાણુ કરે તે તેટલું અનાજ બચે. તેથી ગરીબોને રાહત મળે. આજે સરકાર સંતતિ-નિયમન માટે કહે છે. જ્યારે સાધુએ બ્રહ્મચર્ય વ્રત આદરવાનું કહે છે. ઓપરેશન કરાવવાથી અસંયમ વધશે. જ્યારે જીવનમાં બ્રહ્મચર્ય વ્રત આદરશે તે ધર્મમાં આગળ વધી શકશે ધર્મ જીવનમાં જરૂરિયાત ઘટાડવાનું શિખવે છે. આજે ઘડીયાળ અને રેડિયે તે નાનામાં નાના લોકોના હાથમાં પણ જોવા મળશે. પરિગ્રહ એ સર્વ પાપનું મૂળ છે. જ્યાં સુધી પરિગ્રહની મર્યાદા કરવામાં ન આવે ત્યાં સુધી પાપ ઘટતા નથી, શંકરાચાર્યે કહ્યું છે કે અર્થમનાથ,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy