________________
લક્ષણશાસ્ત્રી આ જગ્યાએ મશ કે તલ હોય તે તેનું ફળ આ મળે, સ્વપ્નશાસ્ત્રી અમુક વખનું આ ફળ આવે. અમુકનું આ ફળ આવે તે બતાવે, નિમિત્તશાસી નિમિત્ત શાસને પ્રવેગ કરે. કૌતુકાદિને પગ કરે. આ ઉપરાંત આશ્ચર્યમાં નાખી દે તેવા મંત્રતંત્રની વિદ્યા જેમાં હિંસા, જુઠ આદિ આવે આવે છે, આવી કોઈ પણ વિવાથી સાધુ આજીવિકા ચલાવે છે તેવા સાધુને તેનાં કડવાં ફળ જરૂર જોગવવા પડે. કમફળ ભેગવતી વખતે કઈ શરણ થતું નથી.
પિતાની પાસે તિષીનું જ્ઞાન હોય અને તે વડે કેઈનું ભાવિ સ્પષ્ટ દેખાતું હોય છતાં સાધુ બેલે નહીં. સાધુ એમ કહે કે હું કોઈને દુઃખ જોઈ શકતા નથી તેથી તેને દૂર કરવાના પ્રયત્ન કરું છું. જેન દશનને પામેલે સાધુ આવું બોલે? સહુ પિતાના કર્મ પ્રમાણે સુખી કે દુઃખી થાય. કોઈ કહે અમે તે જેટલું કરીએ છીએ તેટલું કહી દઈએ છીએ. અમારું જીવન સ્પષ્ટ અરીસા જેવું છે અને નિખાલસ છે. સાધુધર્મને લાંછન લાગે એવા કાર્ય કરે અને સમાજ સમક્ષ કહી દે કે અમે આમ કહીયે છીયે એટલે શું તે સાચે સાધુ છે ? શું આ કરવા એગ્ય કર્તવ્ય તે કરી રહ્યો છે? તમારા પુત્ર તમને કહે કે હું દારુ પીવું છું, પર સ્ત્રી સેવું છું, તમારાથી કંઈ ગુપ્ત રાખતું નથી, આથી શું તે સારે કહેવાય? સાધુને વેશ રાખી લેનમાં દેશદેશ ફરવું, પોતાના નામના બંગલા બંધાવવાં, ચાલીઓ કરાવવી, આશ્રમ ખેલાવવા, બગીચા બંધાવવા, આવાં કર્તવ્ય કરનાર સાધુના વેશમાં ગૃહસ્થ જ છે.
- સાધુથી ખરડો કરાય નહી. ચાલે હું આદેશ કર્-જેટલા એ જેટલા રૂપિયા લખાવ્યા છે તે સહુના ડબલ કરી નાંખે. આમાં એના નવટીના પચ્ચખાણ રહ્યાં કયાં? સાધુ કદી શ્રાપ પણ ન આપે અને આશીર્વાદ પણ ન આપે. મારું નહીં માને તે ચકલી બનાવી દઈશ, એમ પણ ન કહે. અને જે બચ્ચા, તારે ઘેર દીકરાને જન્મ થશે એમ પણ ન કહે. જૈન દર્શન અલૌકિક દંશન છે. જૈન સાધુએ પાપની આવક આવે એવી બધી બારી બંધ રાખવાની છે. સાધુએ સ્ત્રીઓનું દર્શન કરવું નહી. સ્ત્રીઓની સામે ટીકીટીકીને જેવું નહીં, સ્ત્રીઓને પ્રાર્થના કરવી નહીં. મગજમાં તેનું ચિંતન કરવું નહી. કેઈ સંસાર સંબંધી વાતે પૂછવા આવે તો કહી દેવું કે આ ઝવેરીની દુકાન છે બકાલાની નથી. અહીં એ માલ નહી મળે. આ ત્યાગીઓની દુકાનમાં ત્યાગને માલ મળે. ભેગનો નહી. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજે. સાધુએ અને શ્રાવકની કેટીમાં ફેર છે. સાધુને નવકાટીએ પ્રત્યાખ્યાને છે. તમે કરણુકટી સમજે, તે વ્રતને વફાદાર રહી શકો. તમે સામાયિકમાં બેઠા છે અને તમારે પુત્ર આવી કહે, તમારા પુત્રવધૂને દીકરો આવ્યો. આ સાંભળી આનંદ થાય, અનુમોદન થઈ જાય તે પાપ લાગે પણ વ્રતનો ભંગ થતું નથી. કારણ તમારી સામાયિક છ કેટીની છે. ત્રણ દરવાજા ખુલ્લા છે. કેઈએ તેવિહારા ઉપવાસનાં પ્રત્યાખ્યાન કર્યા અને
૫૭