SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० કરવા જીવન નૈયા પાર, સાહસ કરજો ધીમે -ધીમે, વિષમ છે વસમી જગની વાત, પગલાં ભરજો ધીમે-ધીમે.... #'સાર સમુદ્રમાં વિષયનાં ખડ઼ા ચારે બાજુ પડયા છે. મનેાવિકાર જાગૃત કરવા હાલતાં-ચાલતાં રૂપ-સ-ગધ-સ્પર્શી-શબ્દ વગેરે અથડાય છે. રૂપ આંખના વિષય છે. મૈત્રના સયમ બ્રહ્મચારી માટે ખૂબ જરૂરી છે. પિકચર-નાટક-નૃત્ય વગેરે જોવાથી વિષય જાગૃત થાય છે. સાધુ પુરૂષાને તે અરીસામાં પેાતાનુ' મુખર્દેશðન કરવાની પણ મનાઈ છે. કારણ, તેનાથી પણ વિકાર જાગે છે. વિકારયુક્ત શબ્દ સાંભળવાથી પણ બ્રહ્મચર્યની સાધનામાં બાધા ઉત્પન્ન થાય છે. શબ્દ કાનના વિષય છે. તેના પર સયમ રહે માટે વિકારને પાષે તેવાં ગીતા ગાવા કે સાંભળવા નહિ ગંધ નાકના વિષય છે. અત્તર, સેન્ટ, ચંદન વગેરેની સુગ ધ માનવાના મનમાં વાસના જગાડે છે, બ્રહ્મચારી માટે સાદું જીવન અતિ આવશ્યક છે. સ્પર્શે ત્વચાના વિષય છે. વાસના જાગૃત કરવાનું સૌથી માટું સાધન સ્પર્શી છે. સ્પર્શ'ની લાલચ જીવનમાં ઘણી હેાનારત સર્જાવે છે. જીભના વિષય છે રસ. ખાટા-મીઠાં-સ્વાદ્દિષ્ટ, મીઠાં-મરચાથી ભરપુર પદાર્થો બ્રહ્મચારીએ બ્રહ્મચર્યના રક્ષણ માટે ન ખાવા જોઈએ. દેહુને ટકાવવા માટે લેાજન અનિવાય છે. માટે સાત્વિક અને કામ-પ્રસ્ક્રિપ્ત ન કરે તેવા ખારાક ખાવા જોઇએ. એક વખત અમદાવાદમાં ભડેરીની પેળમાં એક બાવાજી સ્વધામ સિધાવ્યા હૈાવાથી પાળના લેાકેાએ જમણવાર કર્યાં. તેમાં સંત સૂરદાસને જમવાનુ નિમ ંત્રણ આપ્યું. કંસારનુ જમણુ હતું. સતને પણ કંસાર પીરસ્યેા. સ ંતે એક ભક્તને કહ્યું : મારે માટે બાજરીના રાટલા લાવે. ભકતે હ્યું, આપને ક ંસાર નહી ખાવાનું કારણ શું? સંતે કહ્યું, ભાઈ! એક અરીસેા લાવ અને રેટલે પણ લાવજે. ભકતે સ ંતે મંગાવેલ વસ્તુ હાજર કરી. અરીસે। લઈ સ ંતે તેના પર કસાર ઘસ્યા. અરીસા ઘીવાળેા થઇ ગયા. પછી રોટલા ઘસ્યા એટલે અરીસે ચાકખા થઈ ગયા. સ ંતે કહ્યું ભાઇ ! સાધુનુ દિલ એટલે અરીસા. આત્માનું પ્રતિબિંબ તેમાં જોઇ શકાય છે. ઘી-ખાંડથી ભરપૂર ભેજન ખાવાથી મન મેલુ. અને છે. અને રોટલેા ખાવાથી ઊજળું બને છે. કહેવાનું તાત્પ એ છે કે સધુએ પેાતાના મનને, આત્માને અને હૃદયને શુદ્ધ રાખવા માટે લુખ-તુષ્ટ આહાર કરવા જોઇએ. બ્રહ્મચારીએ પેાતાની પાંચે ઈન્દ્રિયના વિષય પર વિજય પ્રાપ્ત કરવાના છે. મનની ધ્રુર ઊઠતાં તર ગાને સમાવી દેવાનાં છે. તળાવનાં પાણીમાં એક કાંકરી નાખેા તા કુંડાળા પડે છે તેમ આ જીવે એક વસ્તુ જોઈ, કે એક વાત સાંભળી એવી તરત વિચારતાં તરંગ ઊઠે છે. તેના પર સંયમની બ્રેક હાય તા વાંધા આવતા નથી. પળ-પળની જાગૃતિ જીવને પતનનાં પંથે પડતાં અટકાવે છે, પણ જીવ પ્રમાદમાં હોય તે તે કયારે અને કેમ અથડાઈ પડશે એ કહી શકાય નહી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy