SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક આત્માએ પિતાની વિજાતીયને ત્યાગ કરે, તેની સાથે કથા ન કરવી, તેના અવયે વિષયબુદ્ધિથી નીરખવા નહીં. તેના પર મમત્વ રાખવું નહીં અને વાતચીત પણ અતિ મર્યાદામાં રહીને કરવી. મન અને ઈન્દ્રિયે ચંચળ છે. જે સાધક ખરાબ નિમિત્તે તરફ અસાવધાન રહે તે મન અને શરીર બંને પતનને પંથે પડી જાય છે. આથી મુનિએ વાસના અને મોહ પર વિજય પ્રાપ્ત કરે જેઈએ. આવી બધી વાત સિદ્ધાંતમાં કરી છે. આચારંગ સૂત્રના એક એક શબ્દો રત્ન સમાન છે. તેનું જ્ઞાન નહીં મેળવે તે રત્ન વિનાના રહી જશે. ધર્મના મીઠાં ફળની ઈચ્છા રાખતા હે તે આત્માનું રક્ષણ કરે. મનનું દમન કરે, સ્વભાવનું સ્મરણ કરે અને વિષયવાસનાને ટાળો. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ, કાયા મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન સાચે વણવ કોણ છે? જે અસભ્ય વચન બેલ નથી અને બ્રહ્મચર્ય ચકખું પાળે છે તે વૈષ્ણવ છે અને તેની જનનીને પણ ધન્ય છે. પાપના ફળ નથી જોઈતાં, તે પાપ ન કરે. જેવું વાવશે તેવું લણવાનું છે. જેવાં બીજ તેવા ફળ પ્રાપ્ત થાય છે. જેવી વૃત્તિ અને જેવી પ્રવૃત્તિ તેવી ગતિ પણ પ્રાપ્ત થશે. માટે માનવજીવનનાં ઉચ્ચ ક્ષેત્રમાં આવ્યા છે તે સંયમી જીવનના બીજ રેપિ. બ્રહ્મભાવને જીવનમાં અપનાવે તે ચેડા - ભવમાં આત્મસમૃદ્ધિને પામી સિદ્ધદશા પ્રાપ્ત કરી શકશે. વિશેષ અધિકાર અવસરે વ્યાખ્યાન નં.૭૪ સુદ ૯ ને મંગળવાર તા. ર૬-–૭૧ આ અબ્રહાચર્ય છે ઘેર દુષ્ટ પ્રમાદનું ઘર, મુનિએ તે ન ઈ છે, સાવધાન રહી સદા.” અબ્રહ્મચર્ય એ ઘરમાં ઘેર પાપ છે. પ્રમાદનું ગૃહ છે. પ્રમાદ એટલે પરમાં માતે. પિતાના સ્વભાવમાં માંદો પડે અને પરમાં મસ્ત. પ૨નું જ ધ્યાન ધરવું તે પ્રમાદ. મુનિઓ સદા સાવધાન હોય છે. મુનિ કદી પ્રમાદને ઈચ્છતા નથી. ગમે તેવા પ્રલેશન બતાવતી આ મુનિ સામે આવે છતાં તે પોતાના ભાવમાં સ્થિર રહે છે. જેણે કામ ઉપર વિજય મેળવ્યો તેનું જીવન ધન્યવાદને પાત્ર છે. મોહ ઉપર વિજયી બનવું તે નાનીસુની વાત નથી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy