SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ CE ૪૩૬ હાવભાવ કરતી, પ્રેમ બતાવતી સ્ત્રી આવી દુરાચારિણી છે તેની મને તે આજસુધી ખખર પણ ન પડી. મે' તેણી પર કેટલેા બધા વિશ્વાસ મુકયે, તેનું પરિણામ કેવું આવ્યું ? ” ખાઇ જમાદારના પુત્ર ૫.સે કેટલેા વખત રહી તેની પણ તેણે તપાસ કરી. સાંજે ઘેર જઈ બ્રાહ્મણે પોતાની પત્નીને સમજાવવા પ્રયત્ન કર્યાં તેણે કહ્યું, “તું જમાદારના પુત્ર પાસે જાય છે તે શુ ચૈાગ્ય છે ? અચી તે આપણી આબરુ બેઆખરૂ થશે. વળી મારી પાસે સતીના દેખાવ કરનાર તું આવા દુરાચાર સેવતા શરમાતી નથી ? ” આ સાંભળી બ્રાહ્મણીએ કહ્યું, “ચુપ રહે. એમાં મેં શું ભુલ કરી છે ? હું શુ તમારી ગુલામડી છું? બ્રાહ્મણે કહ્યું, “આ તું શુ ખેલે છે !’” આમાં કાંઇ સાર નહીં નીકળે. તમે મને શું કરી નાંખવાના હતાં ? જાએ, તમને ફાવે તે કરી શકો છે. બ્રાહ્મણીએ ઉદ્ધતાઈભર્યાં જવાખ આપ્યા. બ્રાહ્મણે એક વકીલને રાકયે, અને કોર્ટમાં જમાદારના પુત્ર સામે કેસ કર્યાં કે આ માણસ મારી સ્ત્રીને દુરાચારના માર્ગે દોરી જાય છે. તેથી આની સામે રક્ષણ મળવુ જોઈ એ. કોટ માં બ્રાહ્મણીને ખેાલાવવામાં આવી અને તેની જુબાની લીધી બ્રહ્મણીએ કહ્યું, “હું મારી મરજીથી જમાદારના પુત્ર પાસે જાઉ છું.' મારા જીવનના પ્રશ્નને માટે હું સ્વતંત્ર છું. એમાં બ્રાહ્માણુની આડખીલી મારે ન જોઈ એ. બ્રાહ્મણી લાજ શરમ વિનાની બની, જે માણસા અનુચિત આચરણ આચરે છે તેને શરમ મુકી દેવી જ પડે છે. જો લજ્જા હાય તા કુક કરતાં અચકાય. પણ બ્રહ્મણી તે માનવના ખાળીયે પશુનુ હૃદય રાખી પશુ જેવા ખેલ ખેલી રહી છે. પણ વિચાર કરી શકતી નથી કે આ ખેલ કયાં સુધી ટકી શકવાના છે! બ્રાહ્મણના કેસ કાઢી નાંખવામાં આવ્યા. હવે તે બ્રહ્મણી વધુ બેશરમ બની. જમાદારના પુત્રને રસ પણ વધી ગયા. તેણે વિચાર્યું, બ્ર હ્મણે મને કા દેખાડી, હવે તેને પણ હું બતાવી આપીશ એક દિવસ ખેતરમાં બ્રાહ્મણ એકલા હતા. આ લાગ જોઈ જમાદારના પુત્ર પાતાના બે માણસેાને લઈ બ્રાહ્મણ પાસે આવ્યા અને એ માણસાએ બ્રાહ્મણને મારમારીને અધમુએ કરી નાંખ્યા. એના માથા પર એવી ચાટ લાગી ગઈ કે એ મુતિ થઇ ગયા. અને તેની અને આંખા ચાલી ગઈ. પેલા માણસે તે ચાલ્યા ગયાં. પછી કાઈ એ બ્રાહ્મણુને ઇસ્પીતાલ ભેગા કર્યાં. આ વાતની બ્રહ્મશીને ખખર પડી. પણ તે ખબર કાઢવા પણ ગઈ નહી. સારભૂત પદાર્થાં ઘરમાંથી લઇ જમાદારના પુત્રને ત્યાં તે રહેવા લાગી. આ બાજુ બ્રાહ્મણને કોઈ સ્થાન રહયુ' નહી. તે અંધ હાવાથી ખેતરમાં કામ પણ કેવી રીતે કરે? તેથી ઘેઘેર ભટકવા લાગ્યા અને ભીખ માગવા લાગ્યા. બ્રાહ્મણ સજ્જન માણસ હતા, પણ કાઁની ગતિ ન્યારી છે. જે સ્ત્રી પર અતિ વિશ્વાસ મૂકયા તે સ્ત્રીએ કેવી થાપ ખવડાવી ? મનુષ્યની વૃત્તિ નદી જેવી છે. જે બાજુના ઢાળ મળે ત્યાં ઢળી પડે. હાથી, ઘેાડા વગેરે પર પણ અંકુશની જરૂર છે. તેમ માનવી પર પણ અંકુશની જરૂર છે, અકુશ વિનાનું જીવન ક્યાં જઈને અથડાઈ પડે તે કડેવાય નહી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy