________________
જે દઢ છે, તેમાં ભાતું નથી, તેની ગણના શ્રેષ્ઠ પુરૂષોમાં કરવામાં આવી છે. એક રાજા ઉપર કાગળ આવ્યું. પિક કવર ખેલી રાજાએ વાંચ્યું. અંદર લખ્યું હતું કે રાજન! હું બહુ દુખી હાલતમાં છું. દુખીયાની સંભાળ લેવી તે તમારી ફરજ છે. મારી દુઃખદ કથા સાંભળવા આપ નીચે મુકામે પધારશે એવી મારી નમ્ર વિનંતી છે.
- લિ. એક અભાગી નારી બુદેલખંડના રાજા છત્રપાલને આ પત્ર મ. પત્ર વાંચી રાજાએ વિચાર્યું કે હું રાજા, મારી પ્રજાનું રક્ષણ કરવું અને દુખીયાની વાત સાંભળી તેના દુખ દૂર કરવા તે મારી ફરજ છે. નાનામાં નાના માણસની પણ સંભાળ લેવી જોઈએ. કેઈની ઉપેક્ષા થાય નહીં. આપણા શરીરના એકએક અંગની આપણે પૂર્ણ કાળજી રાખીએ છીએ. પગમાં એક નાને કાંટો વાગે હય, આંખમાં નાનું કાણું પડયું હોય કે દાઢમાં તણખલું ભરાયું હોય તે તેની પણ ઉપેક્ષા કરતા નથી. તેમ સમાજને નેતા કેઈપણ વ્યક્તિ તરફ ઉપેક્ષા કરી શકે નહીં.
રાજા પિતાના સૈનિકને લઈને આપેલા એડ્રેસવાળી જગ્યાએ પહોંચે છે. ત્યાં જુએ તે મોટી હવેલી છે. અંદર પગ મૂકતાં એના વૈભવને પણ ખ્યાલ આવી ગયો. રાજાના આગમનના સમાચાર સાંભળી પ્યારી નામની તે બાઈ બહાર આવી. રૂ૫ રૂપના અંબાર જેવી જોઈને રાજા વિસ્મય પામે. અરે! આ બાઈએ લખ્યું હતું કે હું બહુ દુઃખી છું ! આ કેમ માનવામાં આવે ? રાજાને આવકાર આપ્યા, એગ્ય આસન આપ્યું. રાજા કહે, બે બહેન! તમારે દુઃખની શી વાત કરવાની છે? બાઈ કહે છે સાહેબ? એ તે આપને એકલાને જ કહેવાની છે. આપ અંદર પધારે તે વાત કરું. રાજા ધર્મિષ્ઠ છે. કેઈને ત્યાં એકલા જવું, એકલી સ્ત્રીને એકાંતમાં મળવું, આ બધું અગ્ય ગણાય એમ તે સમજે છે. એટલે કહે છે બહેન, હું અંદર નહીં આવું. મારે સૈનિક જરા દૂર ઉભે રહેશે. આપને જે વાત કરવી હોય તે કરો.
બાઈ કહે છે રાજન ! આવડી મોટી મહેલાત છે. આટલી સંપત્તિ છે પણ એને વારસદાર કેઈ નથી. પરણુંને છેડા વખતમાં જ મારા કપાળનું કુમકુમ ભુંસાયું. સેંથાનું સિંદુર રોળાયું. અને હાથના કંગન નંદવાણુ. આશાની ઈમારતે ભાંગીને ભુક્કો થઈ ગઈ. સાસુ-સસરાએ પણ આ સંસારમાંથી વિદાય લીધી. હવે મને જીવન અકારું લાગે છે, એકલવાયું જીવન અસહ્ય થઈ પડયું છે. એક પુત્રની ઝંખના છે, એટલે આપને બોલાવ્યા છે કે આપ જે મારો સ્વીકાર કરે તે આપના સંગથી આપના જે તેજસ્વી પુત્ર હું મેળવી શકે. આ સાંભળી ક્ષણભર તો રાજા સ્તબ્ધ થઈ ગયું. રાજા દઢ મનોબળ વાળે છે. કોઈના પ્રલોભનમાં લેભાય એવું નથી, એટલે બાઈને કહે છે જે બહેન ! તારે પુત્ર જ જોઈએ છે ને? હું મારું જીવન બગાડું અને તું તારું જીવન રગદળે. એનાથી કદાચ પુત્ર મળે કે ન મળે, પણ જીવન તે કલંકીત કહેવાય ને? એના કરતાં હું જ તારો પુત્ર છું,