SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કરનારને ઉદ્ધાર થાય જ નહીં. માટે અહીં દ્વાર બંધ છે. હવે સમજે તે સારું છે. સાધુઓ યાજજીવન સર્વથા અત્તના પચ્ચખાણ કરે છે. બેસવું હોય તે પણ આજ્ઞા લીધા વગર ન બેસે. ઉપાશ્રયમાં પણ આજ્ઞા વગર ન ઉતરે. દાંત ખેતરવાની સળી જેટલું પણ અદત્ત ન થે. સવ વિરતી બનાય તે સર્વવિરતી બને, ન બનાય તે દેશવિરતી તે બને. નિષકુમાર ત્રિીનું વ્રત સમજે છે. વિશેષભાવે શા છે તે અધિકાર અવસરે - - - - વ્યાખ્યાન...૬૯ આસો સુદ ૪ ને ગુરૂવાર તા. ર૩-૯-૭૧ - જિનેશ્વર દેવની વાણી આપદાની ભેદનારી, મનવંછિત સુખને આપનારી, ભાવકલ્પતરુ ને ભાવચિંતામણું રત્ન સમાન છે. સૂર્ય કહે કે મારામાં પ્રકાશની શક્તિ નથી. ચંદ્ર કહે કે મારામાંથી અંગાર વસે છે. અને સિંહ કહે કે મને બકરાને ડર લાગે છે તે આ વાત કેટલી અસંભવિત છે? જે ચિંતવણા કરે તે વસ્તુ હાજર થાય એવું ચિંતામણી રત્ન જેના હાથમાં હોય તે માનવી કહે કે હું ગરીબ છું, કંગાળ છું, તે આ વાત કોઈ માની શકે ખરા? જેના આંગણે કલ્પતરુ ઉચે હોય તે કહે કે હું ભુ છું, તે તે વાત પણ ન માની શકાય ને જેને ઘેર કામધેનુ ગાય હોય અને તે કહે કે મારે ત્યાં દુધ તે શું છાસનાં પણ સાંસા છે ! તે આ વાત કેટલી બેહુદી લાગે ? તેમ કોઈ કહે કે મેં વીતરાગને માર્ગ સ્વીકાર્યો પણ મારા ભવ-ફેરા ટળ્યા નહિ હું દુઃખી દુઃખી થઈ ગયે. આ વાત માની શકાય ખરી? જે જે ભવ્ય જીવોએ જિનેશ્વર દેવની અમૃતમય વાણીનું પાન કર્યું, તે વાણી સાંભળીને અવધારી, તે જેને બેડે પાર થઈ ગયે. તેને માટે દુર્ગતિના દરવાજા જેવાના હેાય જ નહીં. કારણ કે સિદ્ધાંત આપણને આપણા જીવનમાં કયાં બદી રહી ગઈ છે, ક્યાં શી ખરાબી છે કે જેને લઈને આપણે પૂર્ણ મુક્ત અવસ્થા મેળવી શકયા નથી તે બતાવે છે. જ્યારે કેઈ દરદી ડોકટર પાસે જાય, ડોકટર ઉપરથી તપાસે પણ અંદર શી ખરાબી છે તે જાણવા માટે તે કહે ભાઈ! તમારે એકસ રે લેવડાવવો પડશે અને તે શરીરના અંદરના ભાગને ફેટ લેવડાવે છે, જણાય કે કયાં ચાંદુ છે. તેવી જ રીતે શાસ્ત્ર પણ આપણા આત્મામાં કઈ ખરાબ ટેવ પડી ગઈ છે, તે બતાવે છે, પરંતુ આજકાલનાં ઘણું યુવકો ધર્મના સિદ્ધાંતને હમ્મક માને છે. જ્યાં સુધી જે વસ્તુનું જ્ઞાન ન હોય, ત્યાં સુધી તેનું મહામ્ય જીવને ન આવે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy