SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ કવિતા-ગાય કેઈકના બનાવેલા હોય તે નામ કાઢી પિતાનું લખી નાખે, ને મારે બનાવેલું છે એમ બતાવે. બી જાના નામ પર પિતાને ચરી ખાવું છે. મારી પ્રશંસા થાય, હું સરે કહેવાઉં, આ બધી ભાવથી ચેરી છે. દ્રવ્યથી ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અનુમોદન આપવું નહિ ક્ષેત્રથી આખા લેક-પ્રમાણે અને કાળથી જાવ જીવ સુધી, ભાવ થકી ૯ કોટીએ પચ્ચખાણ સાધુને હોય છે શ્રાવકને સગાં-સંબંધી, વ્યાપાર સંબંધી તથા નીભરમી વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ હોય છે. કેઈની ચેરી કરવાના ધંધા ન હોય. મનસુખલાલ નામને એક યુવાન છે તે ગાડી -પાવે-ઘડીયાળ–ચશ્મા વગેરે ઘણી જાતનાં રમકડાં લઈ તેની બહેનને ત્યાં જાય છે. પ્રાંગણમાં હેનને ત્રણ વર્ષને બાબે રમતા હોય છે, તેને નવા નવા રમકડાં રમવા આપી ખુશ ખુશ કરી દે છે. થોડીવારમાં તેની બહેન બહારથી આવે છે. બાબા દેડતે દોડતો માની ગોદમાં ભરાઈ જાય છે. અને એની કાલીઘેલી ભાષામાં માતાને કહે છે, બા..બા.... મનસુખમામા આવ્યા. મામા અ.વ્યા રમકડાં લાગ્યાં. આ સાંભળી માતા બાળકને કડક શબ્દોમાં કહે છે. “ખબરદાર, એ રમકડાં તે લીધા છે તે દઈ દે મામાને પાછા.” મનસુખભાઈ તે બહેનના શબ્દો સાંભળી સ્તબ્ધ જ બની જાય છે. બહેન, તું આ શું બોલે છે? હું તારે ભાઈ છું. તું મારી એકની એક વિધવા બહેન છે. તને મદદરૂપ થવું, તારા બાળકને જોઈતી વસ્તુ પૂરી પાડવી એ તે મારી ફરજ છે. તને મારા પ્રત્યે એટલું બધું શું દુ:ખ લાગ્યું છે કે રમકડાં લેવાની પણ ના પાડે છે? ભાઈએ બહેનને દુઃખી દિલે પૂછ્યું. બહેન જવાબ આપે છે. “ભાઈ, તું ચોર છે. કેઈના ખિસ્સા કાપે છે, કંઈકને દુઃખી કરે છે. કંઈકને ધન વિહેણ કરે છે. કંઈકની આંતરડી કકળાવે છે. પૈસે જતાં કંઈકનાં મૃત્યુ પણ થઈ જાય છે. એટલે તું પરોક્ષ રીતે ખૂની પણ છે. આવું અનીતિનું નાણું મારે ન જોઈએ. એ લેવાથી મારી બુદ્ધિ પણ બગડે. હું તે શ્રમ કરીશ. દળણું દળીશ, કેઈનાં પાણી ભરીશ, પણ હરામનું તો નહિ જ લઉં. આ બહેનની વાત સાંભળી ભાઈ કહે છે. “બહેન હું ચેરી તે કરું છું. એટલે ચાર તે ખરો પણ ખૂની કેવી રીતે તે સમજાતું નથી.” આમ ભાઈ બહેનને સંવાદ ચાલે છે. ત્યાં ઉપર મૃત્યુની પિટરાણ પડે છે. બંને જણ થંભી જાય છે. થોડીવાર પછી બહેન કહે છે ભાઈ! ઉપરવાળા એક ગરીબ કુટુંબને પુત્ર ગુજરી ગયે, તે બિમાર હતો પણ ઘરની પરિસ્થિતિ એટલી બધી નાજુક હતી કે દવા કરાવવાના પણ પૂરા પૈસા ન હતા. દિવસે દિવસે માંદગી વધતી ગઈ. તેની માએ પિતાની મગમાળા વેચી નાખી. તેને ૨૦૦ રૂ. આવ્યા. તે લઈ પુત્ર સાથે પિતા રાજકોટ જઈ રહ્યાં હતાં. રસ્તામાં ગાડી બદલાવતાં ખીસું કપાયું. કાંઈ ખબર ન પડી. પણ દવાખાને પહોંચ્યા અને પૈસા માટે અંદરના ખિસ્સામાં હાથ નાખે ત્યાં રૂપિયા નહિ. આ વખતે તેમના દિલને કેટલે ધ્રાસકો પડયે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy