SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત મારી પરિસ્થિતિ પલટાણી હું ખૂબ ગરીબ હાલતમાં આવી ગયે. તાશ સાળ અમે જતાં હતાં. તારી માતાને એમ થયું કે આવા ભિખારી પતિ સાથે પિયરમાં જવું ઠીક નહીં. લાગ જોઈ એણે મને એક કુવામાં ધક્કો મારી દીધું. અને પોતે પિયરની વાટ લીધી. મારું આયુષ્ય બળવાન હતું. એટલે મને કોઈ સહાયક મળે. કુવામાંથી બહાર કાઢો. હવે કયાં જવું એ ક્ષણભર વિચાર થઈ પડશે. હિંમત કરી મોટા શહેરમાં ગ, નસીબ અજમાવ્યું અને ખુબ કમાણી થઈ. અને હું મારા શહેરભણું પાછો ફર્યો. રસ્તામાં તારા મોસાળનું ગામ આવ્યું. તારી માતાને મારા આગમનના સમાચાર મળ્યાં. ભિખારી હાલતમાં હતું ત્યારે કુવામાં નાંખી દેનાર પત્નીએ મારું સ્નેહથી સ્વાગત કર્યું. ભૂતકાળ ભૂલી મેં એ સ્વાગત સ્વીકાર્યું. સુખી જીવન વ્યતીત થવા લાગ્યું. જમતી વખતે તડકાના કિરણે પડતાં હતાં, ત્યારે એણે પાલવ ધર્યો. એ વખતે મને કુવાની વાત યાદ આવી કે જીવનમાં કેવા કેવા બનાવે બને છે? એક વખત ધક્કો દેનારી આજ કેવી રક્ષા કરે છે? દિકરાએ વાત સાંભળી. એણે પત્નીને વાત કરી. એક વખત સાસુ વહુને ઝગડો થયે. અને વહુએ મહેણું માર્યું કે તમે કેવા છે એ મને ખબર છે. મારા સસરાને કુવામાં નાખી દીધા હતાં એ કે બીજા? આ વચન સાંભળીને સાસુને તે હાડોહાડ લાગી ગયું. બાઈ ઉપર ગઈ અને દેરડું બાંધી ગળામાં પરોવી દીધું. બસ, રામ રમી ગયા. એક વચને કેવું કામ કર્યું? પુત્રવધૂ એ વેણ કાવ્યાં કેવા પ્રેમ, કુવે નાંખ્યા, આપઘાત વચનબાણે વેણ-કણમાં, વચન વદે સજજને ને વચન વદે દુજને, વેણ-કણમાં મોટું અંતર છે.” એક જ વચનથી પંચેન્દ્રિયની હત્યા થઈ ગઈ. થોડી વારે શેઠ આવ્યાં. એને થયુંશેઠાણી કયાં ગયા? જ્યાં ઉપર જઈને જુએ છે ત્યાં શેઠાણીને લટક્તાં જોયાં. શેઠ વાતને મર્મ પામી ગયાં. રહસ્યની વાત ખુલી કરી એનું આ પરિણામ આવ્યું. શેઠાણીના મડદાને નીચે સુવાડયું અને એ જ દોરડે પિતે લટકી ગયાં. દીકરે જમવા આવ્યો. એણે પિતાની પત્નીને પૂછયું કે માતાપિતા કયાં ગયા છે? બાઈએ કહ્યું? કયારના ઉપર ગયા છે. શી ખબર શું કરતા હશે? દિકરો છાને માન ઉપર ચડે છે. બાપને લટકતા જોયાં અને હેબતાઈ ગયે. અરર, આ તે ગજબ થઈ ગયે. દુનિયાને હું શું જવાબ દઈશ? બાપને ઉતારીને પોતે લટકી ગયો. પત્ની રાહ જુએ છે કે આ તે ગયા ત્યાં ને ત્યાં રદા. લાવ જોઉ', એ જેવા ગઈ ત્યાં તે ત્યાં ને ત્યાં જ થંભી ગઈ. બધા મરી ગયાં. હવે મારે જીવીને શું કામ છે? પતિને ઉતારી એ જ દોરડે પિતે લટકી ગઈ. જીભ બહાર નિકળી ગઈ. આંખેના ઓળા ફાટી ગયાં. બાઈ સગર્ભા હતી, ગર્ભના બાળકનું પણ મૃત્યુ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy