SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭, ટાઈમ નહોતી કાઢતી પણ પતિની સેવામાં ખડે પગે ઉભી રહેતી. આંસુએથી એના ઉરને ભીંજવતી, આ બધું હોવા છતાં અનાથી એ એકજ વાક્ય ઉચ્ચાયું કે નવ યુદ્ધ વિમાન્તિ viા મણ કાચા દેવતા ઉપર ઈન્દ્રનું વજ પડે ને છ મહીના સુધી રીબાય, વેદના ભેગવે એથી પણ ભયંકર દારુણ ફાળી માં ઘા વેચT Fામ તાણ વેદનામાંથી મને કોઈ મુક્ત ન કરી શકયું આ નક્કર સત્ય છે. આ અધ્યયનનું ચિંતન, મનન સાચી રીતે થાય તે ઘણું સાંત્વન મળે. તરફડીયા મારતા અનાથીને થોડી ક્ષણે વીત્યા પછી ભાન આવ્યું કે હાય, આ સંસાર ! આ પરવશતા ! આ પરાધીનતા ! બસ મારુ કઈ નહિં! બધા ઉપામાં નિષ્ફળ ગયા. હવે કાંઈક ન જ ઉપાય અજમાવીએ. વમન–વિરેચન-શેનાયથી ન મટયું. જેનું કઈ નથી એને ભગવાન છે. પરતંત્રતાની લેખંડી જંજીરોને એક જ ઝાટકા સાથે તેડી નાખતાં એવા દેવાધિદેવ નજર સામે તરવરતા લાગ્યા. કર્મની ગુલામી મને ન પરવડે.' આ અસહ્ય દશા નહિ નિભાવાય. સુખમાં બધાય છે, પણ દુઃખમાં મારું કોઈ નથી. હું નિરાધાર? હું એકલો જ નહીં નહીં–પ્રતિજ્ઞા કરું કે “જે આ વેદનામાંથી હું મુક્ત થાઉં તે જીંદગીભર ક્રોધ ન કરું. કારણ કે કષાયના તીવ્ર રસથી ચીકણુ અશુભ કર્મ બંધાયાં–હીરની ગાંઠ ને તેલનું ટીપું, પછી છૂટે નહિ. તેમ આ કર્મ ભેગવ્યા સિવાય છૂટે નહિ. તે હવે એ ક્ષમાવાન બનું કે ભાવિમાં કર્મ ભોગવવાને વારે જ ન આવે.” જે મુજને વેદના ઉપશમે તે લઉં સંયમ ભાર, એમ ચિંતવતા વેદના શમી, વ્રત લીધા મેં હરખ અપાર શ્રેણિકરાય ! હું રે અનાથી નિન્ય. જેથી મેં લીધે રે સાધુજીને પંથ... શ્રેણિયરાય” વેદના શાંત થાય તે ક્ષમાવાન બનું, ઈન્દ્રિયને દમનાર બનું, કારણ કે ઈન્દ્રિયના વિષયમાં લુપી બનીને સંસાર વધાર્યો. આરંભ પરિગ્રહથી દુર્ગતિ વધારી. હવે આ બધું જ મૂકી દઉં. નિરારંભી બનું અને આ બધું કરવા માટે સાધુપણું જ શ્રેષ્ઠ છે. માટે હું અણગાર બની જાઉં. એક ભીષ્મ સંકલ્પ, એક જ ઝબુકે, બસ ભેદી નાખી કર્મની જંજીરને, વેદનાના મૂળને શોધી સીધે ત્યાં જ ફટકો માર્યો. એ દઢ સંકલ્પથી, કર્મમાં ફેરફાર થયો. કર્મનાં દલિકે વીખરાઈ ગયા. શાંતિથી નિદ્રા આવી ગઈ. ઘણાં દિવસથી નહીં ઊંઘેલ અનાથી આજ ઉંધી ગયા, સવારે જાગ્યા ત્યારે કંઈ જુદી જ તાજગી હતી. રકૃતિ, આનંદ અને ઉલ્લાસ કેઇ ઓર જ હતા. બધા દોડી આવ્યા. હાશ ભાઈ! તને શાંતિ થઈને? મા કહે, એ તે મારી માન્યતા ફળી. ભાઈ કહે મારી, બેન કહે મારી માનતા ફળી. અનાથી કહે મારી માન્યતા ફળી છે. બોલો, મારી બાધા પહેલી પૂરી કરવાની ને?તે સાંભળી લે. મારી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy