________________
૩૪૦
એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બેઈન્દ્રિયને છે, તેઈન્દ્રિયને સાત, ચૌરેન્દ્રિયને આઠ, અસંજ્ઞી પંચેન્દ્રિયને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ હોય છે. આ પ્રાણને અતિપાત કરે, પ્રાણની ઘાત કરવી તે દ્રવ્ય હિંસા છે. જીવ અમર છે, મરતો નથી, પણ પ્રાણને નાશ થાય છે. તેથી પહેલું અણુવ્રત શુલા પાણાઈવાયાઓ વેરમણું” કહ્યું, પણ છવાતિપાત ન કહ્યું. જ્યાં હિંસા , ત્યાં ધર્મની સલામતી નથી. ધણને રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, પણ શરીરનું સુખ ન હેય. બેકડાની જેમ બરાડે. બળતરાને પાર ન હોય. દાહજાર હેય. આ બધાનું કારણ એ છે કે એ જીવે હિંસા ઘણી કરી છે.
કલાવતીએ પક્ષીની પાંખો કાપી હતી તે તેને કાંડા કપાઈ ગયા. મનથી કેઈનું અશુભ ચિંતવે, મેઢેથી ગાળે દે તે શું એને ધર્મ પરિણમે છે? આ બધાનાં ફળ આત્માને ભેગવવા પડે છે. હિંસા ઘણા પ્રકારની છે. તે નીચે પ્રમાણે છે.
આત્મા ત્રણ પ્રકારે હિંસા કરે છે. સારંભ, સમારંભ, આરંભ. સારંભ એટલે કોઈને મારવાનો મનથી સંક૯પ કર. હિંસા કરવાના ઉપાય શોધવા. તે માટે પેજના તૈયાર કરવી તે સારંભ કહેવાય. આને ભાવ હિંસા પણ કહેવાય.
સમારંભ એટલે મારવા માટેના હથિયાર એકઠાં કરવા. પિતાના મનમાં ઉઠેલા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું. તેને સમારંભ કહેવાય છે. અહીં પિતાના વિચારોને અમલમાં મૂકવાની પૂર્ણ તૈયારી કરે છે.
આરંભ એટલે પિતે સંકલ્પ કર્યો છે. શસ્ત્રો એકઠાં કર્યા છે. તેને ઉપયોગ કરે. પિતાના વિચારને અમલમાં મૂકવા તે આરંભ છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે પહેલા હિંસાના વિચારે મનમાં ઉઠે છે. વિચારોથી હિંસા જન્મે છે, પછી સામગ્રી એકઠી કરે છે. ત્યારબાદ ક્રિયા કરે છે.
જ્યારે આત્માના વિરોધી ગુણે જોર પકડે છે ત્યારે મનમાં દુર્ભાવના ઉઠે છે. આ વખતે વિવેક શક્તિ બુઠ્ઠી બની જાય છે. પરિણામે નિષ્ફર સંકલ્પ કરે છે. પછી સાધને મેળવી ક્રિયા કરે છે. ચાર કષારૂપ ચાર દુર્ભાવના થાય છે. કષ = સંસાર, આય = લાભ. જે ખરાબ પ્રવૃત્તિથી અનંત સંસાર વધે છે. તેને કષાય કહેવાય છે. કષાય આત્મગુણને નાશ કરે છે. ક્રોધ-માન-માયા-લેભ રૂપ ચાર કષાયને વશ થઈને મનુષ્ય સારંભ, સમારંભ અને આરંભ ત્રણ પ્રકારથી હિંસા કરે છે. આ ત્રણને ૪ કષાયથી ગુણતાં ૩ ૪૪ = ૧૨ થાય. હિંસાનું મુખ્ય કારણ કષાય છે. કષાય જેટલા તીવ્ર તેટલી નિર્દયતા વધારે. કષાય મંદ હોય તે નિર્દયતા પણ ઓછી હેય. કષાય એ માનસિક પરિણામની મલીન ધાર છે. તેનાથી હિંસાના હથિયાર તીણ કે મંદ થઈ શકે છે. એ પિતે હથિયાર નથી. પણ હથિયાર છે મન, વચન અને કાયાના ગ. ઉપરના બાર ભેદને ત્રણથી ગુણતાં ૧૨૩