SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ એક ગામમાં એક સાધુ મહાત્મા પધાર્યા. બધા ગામલોકે ત્યાં જાય છે, અને આગતાસ્વાગતા કરે છે. ગામના લોકો ભક્તિભાવવાળાં ઘણાં છે. પણ સાવ અજ્ઞાન છે. ભાવિકો સાધુ મહાત્માને વિનંતી કરે છે કે તમે આ ગામમાં ચોમાસું કરે. અમે અજ્ઞાન છીએ. અમને સમજાવે. મહારાજ તેમની માંગણી સ્વીકારે છે અને પૂછે છે. તમારે શું સાંભળવાની ઈચ્છા છે? જે સૂત્ર કહે તે સંભળાવું. આ લેકોને શી ખબર પડે? સૂત્રનાં નામ પણ કયાંથી આવડતાં હેય! એક વૃદ્ધ ભાઈ હતાં. તેમણે ભગવતીસૂત્રનું નામ કોઈ વાર સાંભળેલું એટલે કહે છે મહારાજ ! અમને ભગવતી સૂત્ર સંભળા. મહારાજ વિચાર કરે છે, ભગવતી સૂત્ર ખૂબ ગહન સૂત્ર છે. તેમાં ૧ શ્રુતસ્કંધ છે, ૧૦૦થી થડા વધારે અધ્યયન છે, ૧૦૦૦૦ ઉદેશક છે. દસ હજાર સમુદેશક છે.છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે, બે લાખ ૮૮ હજાર પદ છે, પણ જોઈએ તે ખરા કે આ લોકોમાં સાંભળવાની કેટલી પાત્રતા છે? આ સૂત્ર સાંભળનારમાં પાત્રતા જોઈએ! પાત્રતા વિના વસ્તુ પચી શકે નહિ. અત્યારે તમારે સૂત્ર સિદ્ધાંત સાંભળવા નથી, પણ બહારનું સાંભળવું છે. કોઈ બહારની રાજકીય અથવા સામાજિક વાત કરશે, તે તે તમને ગમશે પણ આપણાં સૂત્રનાં વાંચનમાં રસ નહીં પડે. જે સર્વ– ગુણ સંપન્ન થઈ ગયા છે, તેના ગુણ ગાવા નથી ગમતા. "सव्व गुण संपन्नयाएण भन्ते ! जीवे किं जणयइ ? स. अषुणरावति जणयइ अपुणरावति यतएणं जीवे सरीर माणसाण दुक्खाण नो भागी भवइ ।” સર્વગુણ સંપન્ન થઈ ગયા એને ફરી સંસારમાં આવવાનું રહેતું નથી. અને શારીરિક તથા માનસિક દુ:ખે ભેગવવા પડતાં નથી. ભગવાનમાં એક પણ અવગુણ નથી. આવા ભગવાનના સૂત્ર સિદ્ધાંત પર રસ કેળવ હિતાવહ છે. અત્યારે ઘણું સાધુ અથવા શ્રાવકને પત્ર લખે તે સર્વગુણાલંકૃત વિશેષણ લખે છે, પણ આ વિશેષણુ ભગવાન સિવાય કોઈને લાગુ પડે નહિં. મહારાજશ્રી કહે છે. તમને ભગવતી સૂત્ર સાંભળવાની ઈચ્છા થઈ એ જાણી ને હું રાજી થ, ભગવતી સૂત્રમાં જ્ઞાન કુંજરની વાત ચાલી છે. હાથીને ચાર પગ હોય છે. તેમ જ્ઞાન કુંજરને ચાર અનુગ રૂપ ચાર પગ છે. દ્રવ્યાનુયેગ, ચરણાનુયોગ, ગણિતાનુંયેગ, ધર્મકથાનુગ. એમાં ચારિત્ર મુખ્ય છે. અન એટલે પાછળ અને યોગ એટલે જેઠાવું. દ્રવ્ય સાથે જોડાવું તેનું નામ દ્રવ્યાનુયેગ. દ્રવ્યાનુગ સમજવામાં મુશ્કેલ છે. અને ચરણકરણનુગ જીવનમાં ઉતારે મુશ્કેલ છે. ચારિત્ર વિના મોક્ષ મળે નહિં. ત્રણ અનુગ ચારિત્રને મજબૂત કરવા માટે છે. એ ત્રણે ભણીને આવવાનું છે ચારિત્રમાં જ. દ્રવ્ય છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય-કાળ અને
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy