________________
કેરેક
છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન,
પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” પાંચે ઈન્દ્રિયના વિષયને જાણકાર શરીર નથી પણ આત્મા છે. શરીર એ આત્મા નથી. જે શરીર આત્મા હોય તે એક મડદું . અને એક જીવતે માણસ લે. પેલા જીવતાને એક ચુંટી ખણે અથવા ટાંચણી ભેંકે તે તેને તરત ખબર પડશે પણ મડદાને મારશે તે તેને ખબર નહિ પડે, તેમ ફરિયાદ પણ નહિ કરે. ઈન્દ્રિય એ આત્મા નથી. આંખ જોઈ શકશે. કાન સાંભળી શકશે, નાક સુંઘી શકશે, જીભ સ્વાદ લેશે અને કાયાને સ્પર્શ થશે. એક એક ઈન્દ્રિયને પિતપતાના વિષયનું જ્ઞાન છે. અન્ય વિષયનું જ્ઞાન નથી. એક એક ઈન્દ્રિયને આત્મા ગણીયે તે પાંચ આત્મા થઈ જાય પરંતુ તેમ નથી. કારણુ! પાંચ ઈન્દ્રિયના વિષયનું આત્માને જ્ઞાન છે. એક ઈન્દ્રિય બીજી ઈન્દ્રિયના વિષયને પકડી શકતી નથી પણ પાંચે ઈન્દ્રિયના વિષયને કેચપ કરનાર એક આત્મા છે. જેમાં આત્મા છે તે જ જુએ છે, તે જ સાંભળે છે, તેજ સુંઘે છે, તે જ સ્વાદ લે છે. અને તેને જ સ્પશને અનુભવ થાય છે.
રવિવારને દિવસ હતે. દેવળમાં ઘણા ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા ભેગા થયા હતાં. ખ્રિસ્તીઓમાં દર રવિવારે બધાએ પ્રાર્થના કરવા આવવાનું એ નિયમ હેય છે. તમારા માટે દર રવિવારે વ્યાખ્યાનમાં આવવું એવું ખરું? પ્રાર્થના પુરી થાય છે પછી પાદરી ભાષણ આપવા ઉભા થાય છે. ત્યાં એક માણસ બુમ મારતે આવે છે. અને કહે છે, મને God બતાવે. (મને ઈશ્વર બતાવો) નહીંતર હું માનીશ કે તમે બધા ઢગ કરે છે, અને ધતીંગ ચલાવે છે! કાં તે જવાબ આપ, કાં હું કહું છું તે વાતને સ્વીકાર કરે. પાદરી અને બીજા બધા સ્તબ્ધ થઈ ગયા. આને કેવી રીતે જવાબ આપે? ઈશ્વરઆત્મા હાથમાં રાખી કેવી રીતે બતાવી શકાય? દા. ત. એક માણસ બીમાર હોય, અને પચીસ માણસ તેના હાથ–પગ પકડીને બેઠા હોય, કેઈ એ નાડ પકડી હોય, પેલા બીમારની આંખ ફરી એ બધાએ જોયું. પણ જીવ ચાલ્યા ગયે, તે કોઈ જોઈ શકશે? ના, પણ આપણે અનુમાનથી કહી શકીએ કે અહીંથી જીવ ગયો. આંખ બંધ કરી એટલે આંખેથી ગયે, ભુખ લાગી હતી. ભોજન કર્યું અને તૃપ્તિ અનુભવી એ તૃપ્તિ દેખાડી શકાય નહીં. પણ અનુભવી શકાય ખરી? એમ આત્માને અનુભવ કરી શકાય પણ આત્માને દેખાડી શકાય નહીં. પાદરી મુંઝવણમાં પડી ગયાં છે, એ પ્રાર્થનામાં અંધ વ્યક્તિ સામેલ હતી. અંધના હદયમાં ઈશ્વરનું સ્થાન આગવું હતું. તે ઈશ્વર પરાયણ હતું. તમારા હૈયામાં કોનું સ્થાન છે? તે વિચારી જેજે. હૈયામાં ઈશ્વર છે કે માન, મોટાઈ, કીર્તિ, આબરુની અભિલાષા છે? જે સાચે જ ધર્મ ગમતું હોય તે શ્રીમંત થવા છતાં ધર્મથી ખસે નહિ. હૈયાના ઉંડાણમાં સંસાર ભાવ પડે છે. આજે No time બલવાની ફેશન