SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળખે એમાં શી મોટી વાત છે? તું હીરાની વીટીવાળાને કે મોટરવાળાને મેટો માને છે, પણ તે ખવાઈ ગયું છે. તે દયાને પાત્ર અને દુર્ગતિને મહેમાન છે. ભગવાને કહ્યું છે જે ભીખારી છે, ખાવા કાંઈ મળતું નથી. ભુખ દુઃખ અને પરિતાપ સમભાવે સહન કરે છે તે અકામ નિર્જરાથી મરીને દેવલેકમાં જાય છે. અને જે આરંભ સમારંભ કરે છે, તેમાં જ આસક્ત રહે છે તેને મૂરછરૂપી પરિગ્રહ નર્કમાં લઈ જાય છે. તમને મોટાને મોહ શો છે? ભારે કમીને તમે મોટા કહે છે? જેને ધમ રૂચ નથી, જે સામાયિકપ્રતિક્રમણ કરનારની મશ્કરી કરે છે, જેને ભગવાનની શરણાગતિ સ્વીકારવી નથી, એને મોક્ષ ક્યારે થશે? પડદે રહેતી પદમણ, ને ના લીધું પ્રભુનું નામ, ક સજી કૂતરી, એને હું આખું ગામ.” સેનાના કડાઓ, હીરાના દાગીનાઓ, મેતીને ઝુમખાએ પહેરનારી, સિંહાસન ઉપર બેસનારી, કઈ ભીખારી આવે ત્યારે તેને તિરસ્કાર કરે તે તેને કૂતરાને અવતાર મળે છે. કેઈ ફાળામાં લેવા આવે તે શું કહે છે, બાવા બનાવી દેવા છે? હજાર બે હજાર આપવામાં શું ખાવા થઈ જવાના છે? પણ મમત્વ કેટલું છે? સાથે લઈ જવાતું નથી, નહિ તે બાપ તેના પુત્રો માટે એક પાઈ પણ મુકીને ન જાય. તમે તમારી મિલકતનાં ચાર પુત્રના ચાર ભાગ પાડો છો પણ ધમને પાંચમો ભાગ પાડે છે ? તમારા વ્યસનમાં અને ફેશનમાં કેટલા પૈસા ખર્ચ કરે છો? ધર્મ માટે કાંઈ કરે છે? રેડી નથી તે ૭૦૦ રૂપિયાને રેડીયે લેશે. અદ્યતન કોઈ સાધન નહીં હોય તે ખુંચશે પણ ઘરમાં ગુચ્છ નથી. ધર્મના ઉપકરણે કે પુસ્તક નથી. તે ખૂંચે છે? ધર્મની જે ભાવના જોઈએ એ નથી. સાડલા ૧૦૦ થી ૨૦૦ના પહેરશે પણ પાથરણા કે ગુચ્છા સારા નહીં હોય. ધર્મક્રિયાના-પૌષધના સાધને તરફ ઉપેક્ષા સેવશે. પહેલાના શ્રાવકો ઘરમાં પૌષધશાળા રાખતાં. આજે તમારે ત્યાં એક રૂમ એવી ખરી કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ સિવાય બીજી કઈ પ્રવૃત્તિ ન થાય? આજે પૌષધ શાળાનું સ્થાન સંડાસે લીધું છે. ધર્મ કરવા માટે તમે ધર્મ સ્થાનકે બાંધ્યા. અહીં પણ આવનારની સંખ્યા કેટલી છે? દરરોજ પ્રાર્થના થાય છે, પણ તમારા બધાની હાજરી હોય છે? પ્રાર્થના કરવા જેવી છે તેમ તમને લાગે છે? છોકરાએ દુધ પીધું કે એમને એમ કુકે ઉપડે? આવું પૂછે છે. પણ સવારમાં માળા ગણ પ્રભુ મરણું કર્યું ? એવા પૂછનારા કેટલા કૂવામાં હોય તે અવેડામાં આવે ને! તમારામાં જેવા સંસ્કાર હશે એવા છોકરા ઉપર પડશે. તમે તમારા ધંધામાંથી–પ્રવૃત્તિમાંથી નિવૃત્ત નથી થતાં અને ધર્મ કરતાં નથી તે પુત્રને શું કહે ? આગળ ધંધો પાછળ ધંધે, પણ ધંધામાંથી ધર્મ કરી લે તે સાહેબને બંદો.” ધંધે તે સદાય તમારી સાથે રહેવાને જ છે, પણ ધર્મ કરવાને આ અવસર
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy