SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં.૫૧ ભાદરવા સુદ ૧૪ ને શુક્રવાર તા. ૩--૭૧ નિષકુમાર ભગવાન પાસે જાય છે. નેમિનાથ પ્રભુ ઘટઘટની, સમય સમયની અને મન મનની વાત જાણે છે. દરેક માં કેવા ભાવે રમે છે, કેવા અધ્યવસાય છે, એ એક સમયમાં જાણે દેખે છે. નિષધકુમાર ત્રણવાર આદાનપ્રદાન કરી વંદના કરે છે. ભગવાનનું શરણ સ્વીકારે છે. ભગવાન દ્વીપ સમાન છે. એમણે બંધનથી છૂટવાની જે વાત કરી છે, એ વૈજ્ઞાનિક પણ કરી શકતા નથી. માણસે દરિયાના પેટાળમાં સબમરીન દ્વારા ફરી વળ્યાં. આકાશમાં ઉડ્ડયન કર્યું. ભૂમિને પણ ખૂંદી વળ્યા. દુનિયા પાસે રેડીયે, ટેલીવીઝન અને રેકેટ આવ્યાં. ચંદ્ર ઉપર જવા કરોડો રૂપિયા ખર્ચી. પણ આ બધું કરવા છતાં શાંતિ કેટલી મળી? ક્રોધ, મોહ, માયા, લોભ કેટલા ઓછા થયા? રાગ ઘટયો? ઈદ્રિયદમન કર્યું ? અબજોની મિલકત હોય તે પણ સાથે શું લઈ જવાનું છે? પરમાં આખી જીંદગી ખરચી નાખી. સ્વ માટે કાંઈ કર્યું નહીં. પરમાં અંદગી ખરચી નાખી પણ તેમાંથી સુખ કાંઈ મળ્યું? કેટલા સાધને વધ્યાં અને કેટલે વૈભવ વધે? છતાં સુખ ન મળ્યું? આંતરિક વિજય વિના સાચું સુખ મળી શકતું નથી. સાચે વિજેતા તે છે જે પિતાના આત્મા ઉપર વિજય મેળવે છે. મહા સંગ્રામમાં તે જે યુદ્ધ દસ લાખને તેથી શ્રેષ્ઠ દુરાત્માને વિજેતા જય મેળવે.” દસ લાખ સુભટ એક તરફ ઉભા હોય અને સામે એક વાસુદેવ ઉભા હોય, તે પણ વાસુદેવ એકલા હાથે તે બધાને જીતી વિજયી બને છે. પણ જ્ઞાની પુરૂષે કહે છે, ખરા વિજેતા એ છે કે જે પિતાના આત્માને જીતે છે. ગમે તેટલા રાજપાટ, વૈભવસુખે મળ્યાં હેય, એક છત્રે છ ખંડનું રાજ્ય ચલાવતાં હોય, તેની હકે બધા થર થર ધ્રુજતાં હોય તેવા પણ સ્ત્રી પાસે દાસત્વ સ્વીકારે છે. કિંકરની જેમ નાચે છે. મોહ-માયામાં ફસાયેલાને રાગ રેવડાવે છે. સંસારમાં આસક્ત થએલા છ મરતાં મરતાં પ્રભુને યાદ નહીં કરે પણ પિટી પટારા તિજોરીને યાદ કરે છે. ભગવાન નેમનાથનું પદાર્પણ મમત્વના કચરા કઢાવવા માટે, જીવનનું નવસર્જન કરવા માટે ઉર્ધ્વગતિમાં લઈ જવા માટે થાય છે. મહાપુણ્યના ઉદયે પ્રભુને ભેટો થાય છે. વિહાર કરતાં એક ગામથી બીજે ગામ પધાર્યા છે. જેને મોક્ષ જોઈએ છે, જેને સંસાર અનિય અને પૈસે દુર્ગતિના દરવાજા દેખાડનાર છે, એવું લાગે છે. અશાશ્વત એવા પરપુદ્ગલમાં સાચું સુખ છે જ નહીં એમ જેને લાગ્યું છે તેને ભગવાનની વાણી પચે છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy