SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ છે. જીવ સ્વભાવમાં સ્થિર થઈ, સિદ્ધાંતનું અવગાહન કરી તેને જીવનમાં ઉતારે તા કલ્યાણ માગે ચડી શકે. પહેલા જ ઘાચારી–વિદ્યાચારીની લખી હતી. તેનું વન નીચે પ્રમાણે છે. જંઘાચારી લખ્ખી થવા માટે નિરંતર લબ્ધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અઠમ અઠમના પારણા કરે. આવી સાધના કરવાથી લબ્ધિ પ્રગટ થાય છે. તેઓ જવા પર હાથ મૂકી સંકલ્પ કરે એટલે સીધા પડગવન પહાંચી જાય. અને વળતાં નંદનવને વિસામે લઇ અને સ્થાનકે આવી જાય. આ ઉપર જવાના વિષય થયા. અને ત્રીજે જાય તેા પંદરમા રૂચક દ્વિપે, અહીનું ઉપાડેલું પ્રથમ પગલુ' ત્યાં મૂકે. અને વળતાં ૮ મા નદીશ્વર દ્વીપે થઈ ને પાછા સ્થાનકે આવે. વિદ્યાચારી લબ્ધિ પ્રાપ્ત કરવા નિર ંતર છઠ્ઠું છઠ્ઠના પારણા કરે. આ પ્રમાણે સાધના કરે તેથી લબ્ધિ પ્રગટ થાય છે. વિદ્યાચારી સ્થાનકેથી પગ ઉપાડે અને સીધા ન દનવન ઉપર જાય, ત્યાંથી પડગવન પર જઈ પાછે સ્થાનકે સાવે, ત્રિછા માનુષાત્તર પવત પર જઈ અને સીધા નીશ્વર દ્વીપે જાય. ત્યાંથી સીધા સ્થાનકે આવી જાય. આવ્યા પછી જો તે આલેચના કરે તેા આરાધક થાય. ભગવાને દ્વીપ-સમુદ્ર આદિની જે વાત કરી છે, તેને પ્રત્યક્ષ નિહાળવા માટે તેઓ લબ્ધિના ઉપયાગ કરે છે. આવી લબ્ધિ સાધુને ઉત્પન્ન થાય પણ તેના ઉપયાગ કરવા કલ્પતા નથી. તેથી લબ્ધિના ઉપાગ કર્યાં પછી જો આલેાચના ન કરે તે વિરાધક થાય. મદિરા, પતા, પહાડા, કુદરતી સૌદર્ય, કારખાનાઓ-ફેકટરીએ જેવાં સ્થળા સાધુને જોવા ક૨ે નહીં. શ્રાવક સામાયિકમાં બેઠા હોય ને વઘેાડા નીકળે તા જોવા ન જઈ શકે, તે મુહપતીવાળા સાધુ કયાંથી જઈ શકે? જોવા જેવા હાય તા એક આત્મા જ છે. આત્માના સ્વરૂપને નહીં નિહાળતા પરને જોવાની તારી ઉત્સુકતા તારામાં વિરાધકતા ઉત્પન્ન કરાવશે. માટે આત્મદર્શન કરી ભગવાનના ગુણુગાન ગા. હૈ જિનેશ્વર દેવ! તમે કહા તે જ સત્ય છે. એમાં કાંઈ શકા નથી. " तमेव सच्चं निस्संक जं जिगेहिं पवेदितं " તમને હરવા–ફરવાના, જોવાને-માણવાના મેાહ લાગ્યા છે. મુખઇના કેટલા મેહ છે ? ગામડામાંથી બધા મુંબઈ આવ્યા, ગામડાઓ ભાંગી ગયા છે. ભણતર માટે, કેરાને પરણાવવા વગેરે કામેા માટે અને ધંધા માટે લેાકો મુંબઈ આવ્યા. ભગવાને પાંચમા આરાના લક્ષણમાં કહ્યું છે કે મેાટા નગર તે ગામડા સરખા થશે. ને ગામડા ઉજ્જડ થશે. ભલા કુળની સ્રી દાસીપણા કરશે. મેાટા કુળની સ્ત્રી વેશ્યા સરખી થશે. આજે આા લક્ષણા પ્રત્યક્ષ દેખાય છે. આજના પહેરવેશ કેવા ? પ્રથમ સ્કર્ટ, તેમાંથી મીનીકટ થયા. કેટલા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy