SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર વર્ષનું આયુષ્ય છે. ૩૦૦ વર્ષે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી ૫૮મે વિશે કેવળજ્ઞાન થયું છે. આવા ત્રિલોકીનાથ દેવાધિદેવ દ્વારિકામાં બિરાજમાન છે. નિષકુમાર હવે પ્રભુના દર્શને કેવી રીતે જાય છે તેને વિશેષ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન ...૪ ભાદરવા સુદ ૧૫ ને બુધવાર તા. ૧-૯-૧ ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં નંદનવન નામના ઉદ્યાનમાં પધાર્યા છે. જ્યાં તિર્થકર સાક્ષાત્ પધારે ત્યાં લોકોના હૈયામાં આનંદની હેલી ઉભરાય છે. ૫૦ સીએના મહેલે વચ્ચે નિષકુમાર ગગનચુંબી મહેલમાં આનંદ પ્રમોદ કરી રહ્યા છે, ગવાક્ષમાં ઉભા રહેતાં અનેક માણસને એક દિશા તરફ જતાં જુએ છે. તેથી કૌટુંબિક પુરુષને પૂછે છે કે, શું કોઈ ભુતને મહત્સવ છે, કેઈ યક્ષને મહત્સવ છે? કઈ નદીને મહત્સવ છે? તળાવને-દ્રહને મહત્સવ છે? આજે શું છે કે જેથી બધા માણસો નવાં નવાં કપડાં પહેરીને એક જ દિશા તરફ જાય છે? જેમ કલકલ કરતી નદી વહે અને અવાજ થાય તેમ માણસને અવાજ થાય છે. કૌટુંબિક પુરૂષ જઈને તપાસ કરે છે. એને સમાચાર મળે છે કે ભગવાન નેમનાથ નંદનવનમાં પધાર્યા છે. કૌટુંબિક પુરૂષ આવીને નિષધકુમારને વાત કરે છે કે આજે કઈ યક્ષને કે કઈ નદીને મહોત્સવ નથી પણ તેમનાથ ભગવાન પધાર્યા છે. પ્રભુ ભવ્ય જીવોને સાચો રાહ બતાવનાર, કમની ચુંગાલમાંથી છોડાવનાર તરણતારણ, દુઃખ નિવારણ, તીવ્ર સર્ચલાઈટ ફેંકનાર, અજ્ઞાનના અંધકાર ઉલેચનાર છે, તેવા પ્રભુને લાભ લેવા માટે ભવ્ય જ એક દિશા તરફ જઈ રહ્યા છે. આ સાંભળી નિષધકુમાર વિચાર કરે છે, સાક્ષાત પ્રભુ આંગણે પધાર્યા છે. તે હું પણ ભગવાનને વાંદવા જાઉં. ભગવાનની વાણી સાંભળતાં મિથ્યાત્વના બંધન તૂટી જાય છે. ભગવાનનાં ગુણગાન કરતાં જઘન્યરસ આવે તે કર્મની ઝોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ આવે તે તીર્થંકર નામ ગોત્ર બંધાય. વાણી સાંભળતા મિથ્યાત્વના ઝેર ઉતરી જાય. સ્વભાવ દશામાં આવી જાય, વિભાવદશા દૂર થઈ જાય અને નિજસ્વરૂપમાં રમણ કરતા થાય. અત્યાર સુધી વિભાવ ભાવમાં રાચે છું, જે જે ગતિમાં જે સગવડ મળી તે લીધી છે. ગાંડા માણસો પથ્થર, કાગળ, દોરા, ગાભા વિગેરે બહારથી લાવી ઘરમાં ભરે તેમ આપણે પણ અત્યાર સુધી કાચના ટુકડા અને ચીંથરા જેવા જગતના કચરા ભેગા કરી આત્મઘરને ગંદુ બનાવ્યું છે, કાંઈ સારું લીધું નથી,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy