SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ તમારું વચન કોણ માને? જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, કાળ આવે ત્યારે જેનામાં ભાગી જવાની શક્તિ હોય, જે જાણે કે અમારે મરવાનું જ નથી, તે સુખેથી સૂઈ શકે છે. પાતાળમાં પેસી જાય કે ભેંયરામાં પેસી જાય. પર્વત ઉપર જાય કે પંચગિની જાય, ગમે ત્યાં જાય પણ કાળ કેઈને મૂકતા નથી. આભૂષણો પહેરીને અરીસામાં જોઈને મલકાય છે. અને નાચે છે. શું આવા દાગીના જોઈને કાળ નાસી જવાને છે જીવે? આને સર્વસ્વ માન્યું પણ આ બધું પડ્યું રહેશે. આમાં કયાં સુધી રાચીશ! પેલા માજીને દીકરા ડોકટર થયે. સારૂં દવાખાનું નાખ્યું. તે એટલે યશકમી હતે કે જે કેસ તેના હાથમાં આવે તે સાર થઈ જાય. આજુબાજુના ગામમાં સારી ખ્યાતિ પામે છે. તેને ઘણી કીતિ મળે છે. કોઈ ભાઈ તો કહે કે મહેશ ડોકટર જનતાને પ્રિય થઈ પડે છે. જ્યારે યુવાને ડોકટરનું ભણતા હોય ત્યારે મનમાં ઉમેદ હોય કે અમે ડોકટર બની ગરીબોના આંસુ લૂછશું. પૈસાને અભાવે જે દવા-ઈજેકશન વિના દઈથી રીબાતા હશે તેને અમે મફત દવા આપી સાજા કરીશું. પણ જ્યારે તેની સામે ધનના ઢગલાં દેખાય છે ત્યારે લાભ થતાં લાભ વધી જાય છે. આ ડોકટરને ત્યાં ધનના ઢગલાં ખડકાવાથી મન ફરી ગયું. ગરીબને મદદરૂપ થવાના સ્વપ્ન સેવનાર ડોકટર હવે તે ગરીબને દાદ પણ આપતું નથી. શ્રીમંત તે એની પાછળ ગાંડા થયા છે. જરાક માથું દુખે તે તરત ઓકટર પાસે ઉપડે. એક વખત એક ખેડુતડોકટર પાસે આવે છે. તેને બાર વરસને છોકો સાથે છે. ડોકટરને આજીજીભર્યા શબ્દોમાં કહે છે. ડોકટર સાહેબ! તમે આ દીકરાને સાજે કરે. મારા ગરીબનું એકનું એક રતન છે. આંધળાની લાકડી છે. તમે મારા ભગવાન છે. ડોકટર તેના મિજાજ અવાજથી કહે છે-મારી ફી ૩૫ રૂપિયા છે. પહેલા રૂપીયા લાવ પછી જોઉં. ખેડૂત કહે છે મારી પાસે કુટી કોડી નથી. હું ૩૫ રૂા. કયાંથી આપું! અત્યારે મેસમ ચાલે છે. જ્યારે દાણું આવશે ત્યારે તુરત આપી દઈશ. અત્યારે તમે દવા કરે. આ ખેડૂતના વચન સાંભળી ડેકટરને પીત્તો જાય છે. અને ખેડૂતને ધમકાવતા કહે છે. જા નીકળ બહાર, આ ખેડૂત જરાય સમજતું નથી, ફી વગર નહીં જોવાય. “શું તમારા જેવા માટે અમે નવરા બેઠા છીએ? પેલે ખેડૂત પગમાં પડીને વિનવે છે. બાપુ! આ દિકરે મારા આંધળાની લાકડી છે, મારે એકને એક પુત્ર છે. તમે આની દવા કરે, છતાં ડોકટર માનતા નથી એટલે ખેડૂત રોવા જેવું થઈ જાય છે. ડોકટર કહે છે, એ ગુરખા ! આને બહાર કાઢ. ગુરખાએ આ ખેડૂતને બહાર કાઢયે. આ ખેડૂત તેના દીકરાને બળદગાડીમાં લઈ ઘર તરફ જાય છે. રસ્તામાં બે મોટર સામ-સામે અથડાય છે અને ડોકટરના પંદર વરસના છોકરાને ખૂબ ઈજા થાય છે. માથામાંથી લોહી વહી જાય છે. મૂર્શિત અવસ્થામાં પડે છે. ખેડૂતે આ છોકરાને છે અને તેનું હૈયું કરી ઉડયું. છેકરાને જલદી ઉઠાવી ગાડામાં નાખે. એશીકું ફાડી રૂ કાવ્યું. રૂ બાળીને મૂછ્યું,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy