________________
૨૭૬
કોઈ વખત ગેરાણી આવી બેસે. અને કેઈવાર ન બેસે. ગુરૂને વિશ્વાસ છે કે મારે ચેલે વિશ્વાસુ છે. અને ગોરાણીને ચેલી ઉપર વિશ્વાસ છે. આજે તમે યુવાન દિકરા-દિકરીઓને કેલેજમાં ભણવા મોકલે છે પણ ત્યાં ભણે છે કે કંપાઉન્ડમાં ફોરે છે? છૂટનું પરિણામ ઘણું ખરાબ આવે છે. આજનું ભણતર જીવનનું ઘડતર નથી, પણ જડવાદનું ચણતર છે. એકાંત ખૂબ બૂરી ચીજ છે. ઉત્તરાધ્યયનનાં ૩૨મા અધ્યયનમાં ભગવાન ફરમાવે છે,
काम तु देवीहिं विभूसीयाहिं, न चाइया खोभइऊ तिगुत्ता,
तहाऽवि एगन्तहियं ति-नच्चा, विधित्तवासो मुणिणं पसत्थो ॥१६॥ રૂપવતી દેવાંગનાનાં ટોળાં ઉતરે અને ત્રણ ગુપ્તિએ ગુપ્ત એવા મુનિને ચલાયમાન કરવા આવે તે પણ મુનિ ચલાયમાન થાય નહિ. એના ચિત્તને ડહેળાવી શકે નહિં. આવા મુનિને માટે પણ એકાંતવાસ વર્જ્ય ગણે છે. જેને બ્રહ્મચર્ય પાળવું છે એણે એકાંતમાં કદી ન રહેવું.
એક રાજા ધર્મની ભાવનાવાળે હતે. કાળને અવસરે, કાળ કરી તે રાજા મરીને દેવ થયે. રાણીને દુખ થાય છે. અંતે રાણુને દિક્ષા લેવાની ભાવના જાગૃત થાય છે. દેવ બનેલા રાજાએ વિચાર કર્યો. રાણીને દિક્ષાના ભાવ છે. પણ દિક્ષા કેની પાસે અપાવવી? પરીક્ષા કરીને કયા સ્થળે ગોઠવવી એ નક્કી કરવું એમ વિચારી બપોરના દેહના સમયે વૃદ્ધ સાધ્વીનું રૂપ ધારણ કર્યું. સીત્તેર વર્ષની સાધ્વી સાધુના ઉપાશ્રયે આવીને સાધુને વંદન કરે છે. મહારાજ પૂછે છે, એકલા કેમ આવ્યા છે? સાધ્વી જવાબ આપે છે. મહારાજ! હમણું માંદગીમાં હતી. થોડા દિવસથી સારી થઈ છું. સૂત્ર-સિદ્ધાંત માંદગીમાં ભૂલાઈ ગયા છે, તેથી આપશ્રીને મારે પ્રશ્નો પૂછવા છે. મહારાજ કહે છે, તમે બહાર ચાલ્યા જાવ. એકલી સ્ત્રી સાથે અમારે વાત ન કરાય. સાધ્વીએ કહ્યું : પણુ ગુરૂદેવ ! હું તે વૃદ્ધ છું, માંદગીમાંથી ઊઠીને આવી છું. ધર્મના પ્રશ્નો પૂછવા છે. મહારાજ કહે છે. અત્યારે તમે બહાર નીકળી જાવ, એકાંતમાં અમે એકપણું જવાબ આપી શકીએ નહિં. છતાં સાધ્વી આગ્રહ કરે છે. અંતે મહારાજ કહે છે. તમે બહાર નીકળી જાવ અથવા અમે બહાર નીકળી જઈએ. આમ સાધુએ જરાય મચક ન આપી. આજે તે સાધ્વી સાધુ પાસે ગમે તે સમયે આવે અને ગમે તેવી વાત કરે.
સાધુ સાધ્વીને ભણાવે છે. જુવાન સાધુ અને જુવાન સાધ્વી છે. સૂત્ર અને સિદ્ધાંતની વાતે કરતાં મન અવળે માર્ગે ચડી જાય છે. બંનેને સંબંધ વધે છે. અને સાધ્વી સાધુને કહે છે, આત્માને ઊંચે લઈ જ હેય તે આવી ગૂંગળામણમાંથી છૂટવું જોઈએ. ઉપાશ્રયની ચાર દીવાલ વચ્ચે રહીને કોઈ કામ થઈ શકે તેમ નથી. જગતને બતાવી આપીએ કે આદર્શ ગૃહસ્થાશ્રમ કે હેય! અને આપણે માનવસેવા કરવી જોઈએ. એક ઉચ્ચ