SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ મન વારે વાર æકે છે. મનને વશ કરી શકાય તે વિકાસ સાધી શકાય. હા , ડગલો પહેરી ફરના માણસ કેવા પાપ કરે છે તે તે તેનાં અંતરાત્મા સિવાય કોણ જાણી શકે? અત્યારે હાડકાનાં નાયુના ફેટે લેવાય છે. પણ મનના ફેટા લેવાતા હોય તે બાપ-દિકરા પાસે કે દિકરો બાપ પાસે ઊભો ન રહી શકે. મન અવળું પડે તે ૭૦ ક્રડાકેડિ સાગરોપમનાં કમ બાંધે છે. આવા મનને વશ કરવાની જરૂર છે. મન વાળ્યું વળે સદૂગુરૂવરથી, સદગુરૂવરથી નિજ અનુભવથી, અભ્યાસ ને વૈરાગ્યેથી, મન વાળ્યું વળે સદ્દગુરૂવરથી.” સંત-મહાપુરૂષોને સમાગમ કરવાથી, તેમનાં જીવનનું અવગાહન કરવાથી અને મનને તાલીમ આપવાને અભ્યાસ કરવાથી ભાવ અને વૈરાગ્યની ભાવના વધારવાથી મનને વશ કરી શકાય છે. જે બાળા જેટલી શીખવા બેસે તે પ્રથમ વાંકી-ચૂકી બનાવે છે પણ પ્રેકટીસ થતાં સુંદર અને ગોળ વણી શકે છે. તમે ૩૦ વર્ષથી પેઢી પર કામ કરતા છે અને તમારે દિકરો આજે પેઢીએ બેસે તેના કામમાં અને તમારા કામમાં ફેર જણાય ને? તમને વર્ષોને અનુભવ છે. તમારા દિકરાને કાંઈ અનુભવ નથી. દરેક વસ્તુ by practice (થી) સુંદર બને છે. તમે જે દિવસે પ્રથમ સામાયિક કરી હશે અને આજે ૫૦ વર્ષ પછી કરે તે બંનેમાં ફેર પડે છે ને? તે વખતનાં સમભાવમાં અને આજનો સમભાવમાં ફેર પડી જાય ને? અને ગમે તેટલી સામાયિક કરો, છતાં સમભાવ જીવનમાં આવ્યું ન હોય તે કહેવું પડશે કે સામાયિક જે રીતે કરવી જોઈએ તે રીતે કરી નથી. “આંધળે સાસરોને શણુંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, ઊંડે કુવો ને ફાટી બેક, સુશ્ય સાંભળ્યું સઘળું ફેક કુ ઊંડે હોય અને બેક ફાટેલી હોય તે કુવામાંથી બેક ઉપર આવતાં પાણી નીકળી જાય છે. તેમ તમે બધાં વ્યાખ્યાન સાંભળવા તે આવે છે, પણ તમારી બોક ફાટેલી તે નથી ને? એક કાનેથી સાંભળી બીજા કાનેથી નીકળી તે નથી જતું ને ? સાંભળેલું હદય સુધી પહોંચે છે? તમારી બેક સાંધીને અહીં આવજો. આ તમારા favour ની વાત લાગે છે કે unfavour ની ? આ વાત તમારા હિતની છે. તેના પર વિચાર કરી–મનન કરી મનને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરજો. વિદ્યાથી બાળવર્ગમાંથી મેટ્રીકમાં આવે તે એની પ્રગતિ દેખાય. તમારી પ્રગતિ દેખાય છે? કેટલા વર્ષોથી ઉપાશ્રયમાં આવે છે, છતાં સામાયિક બાંધવી હોય તે બીજાને કહેવું પડે જરા મને સામાયિક બંધાવજો ને !” સામાયિક લઈને બેસે અને વિસ્થા શરૂ કરે. જેની સાથે લગ્ન કંકોત્રી કે મુ નાનને સંબંધ પણ ન હોય તેની પણ વાત કરે. ઉપાશ્રયમાં ત્રણવાર “નિસિહિ” એટલે અશુભાગને નિષેધ કરીને આવું છું તેમ બેલે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy