SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પફ-પાવડર લગાવી, મેચિંગ કરી, જેવી સાડી એવું બ્લાઉઝ અને એવી જ ચંપલની પટ્ટી, એવી જ બંગડી, બુટ્ટી ને માળા, એ જ ઘડિયાળને પટો પહેરવાથી જીવન સુંદર બનવાનું નથી. પણ તારા જીવનને એવું સુંદર બનાવ, તારા મનને એવું સુંદર બનાવ કે કઈ થાકેલે, ત્રાસિત થયેલે માણસ તારી પાસે આવે અને તે વિશ્રાંતિ મેળવે. આર્થિક રીતે મદદ કરી શકે તેમ ન હો તે કાંઈ વાંધો નહિં પણ હૃદયને સુંદર બનાવે. સૌંદર્ય ઈચ્છતા હો તો વિટામીન B લેજે. વિટામીન C એટલે character = ચારિત્ર. ચારિત્ર્ય એ જીવનનું અમૃત છે. જ્યાં સુધી જીવનમાં સદાચાર ન આવે ત્યાં સુધી જીવન નકામું છે. If wealth is lost nothing is lost, if health is lost something is lost, but character is lost everything is lost. પૈસો એ તે અનર્થનું મૂળ છે. love of money is the root of evil પૈસાન પ્રેમ એ દુઃખનું મૂળ છે. વળી પૈસે મળો કે ટળવે એ માણસના હાથની વાત નથી. ભાગ્યમાં હોય તે મળે અને ન હોય તે ન મળે. પૈસાથી કોઈ પણ માણસ મહાન બની શક્ય નથી. તેથી પૈસે ગુમાવ્યો તેણે કાંઈ જ ગુમાવ્યું નથી. શરીર એ ધર્મ કરવાનું સાધન છે. શારીરિક તંદુરસ્તી ન હોય તે માણસ ધર્મની આરાધનામાં આગેકદમ બઢાવી શક્તો નથી. તેથી તંદુરસ્તી ગુમાવી છે તેણે કાંઈક ગુમાવ્યું છે, પણ જેણે ચારિત્ર ગુમાવ્યું છે તેણે સર્વસ્વ ગુમાવ્યું છે. જીવન સદાચારથી શેભે છે. ચારિત્રની ભીતરમાં અનેક સદગુણો અને શક્તિ છે. ચારિત્ર અંતરના ગુણોને પ્રકાશિત કરે છે. તાળાની કુંચી બનાવનાર દરેક તાળાની જુદી જુદી કુંચી બનાવે છે પણ સાથે એક ચાવી એવી બનાવે છે કે જેને Master Key કહે છે. તે દરેક તાળાને લાગુ પડે છે. ચારિત્ર એ Master Key છે. જેનાથી જીવનના દરેક તાળા ઉઘડે છે. જીવનની દરેક શાખામાં તેને ઉપયોગ થઈ શકે છે. એ ચાવીથી દરેક સદગુણો ખીલવી શકાય છે. ચારિત્રવાન આગળ દરેક આકર્ષાય છે. છતાં તે કઈરામાં આકર્ષત નથી. ચારિત્રવાનનાં જીવનમાં વધુ ને વધુ નિર્દોષતા આવતી જાય છે. માવમાં રાત-દિવસ બે જાતની કિયા થયા કરે છે. એક શક્તિ વધારવાની અને બીજી શક્તિ ઘટાડવાની. મનુષ્યને હાનીમાંથી ઉગારી લે અને લાભ વિશેષ રૂપમાં અપાવે એવી એક વસ્તુ તે ચારિત્ર છે. ચારિત્રથી લાભ મેળવી શકે છે. અને નુકશાનથી દૂર રહે છે. જેનામાં ચારિત્ર બળ છે તે બેટી ક્રિયા તથા ખેટાં વિચાર કરતાં અટકે છે અને સાચી ક્રિયા તથા સાચા વિચાર કરવામાં આગ્રહ અને મમત્વ વધારે છે. આપણાં પિતાનાં દેશે કે દુર્બળતાઓ સામે જે બળ ઉઠાવે, હેહા કરી મૂકે એવા ચારિત્રની આપણને
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy