SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ મેકલીને ત્યાગ કરી અસલી ભક્તિ કરતાં શીખે. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, માળી ફેરે. આ બધામાં તદાકાર બની જાઓ. કિયા થેડી કરે પણ ભાવ સહિત કરે તે તેની કિંમત છે. ઝવેરીએ દુકાનમાં શોકેઈસ ગોઠવ્યો હોય અને બહાર બોર્ડ પણ માર્યું હોય, પણ શેકેઇસમાં દાગીને ન મૂક્યા હોય તે શેકેઈસની કાંઈ કિંમત નથી. દુકાનમાં સ્ટોક વિનાના શેકેઈસ વેપારમાં સહાયક થતાં નથી. તેમ ભાવ શુન્ય ક્રિયાની કોઈ કિંમત નથી. ઘણાં લેકે કહે છે કે અમે સામાયિક કરીએ છીએ પણ અમારું એક ચિત્ત રહેતું નથી. પેઢી પર બેસી નામું લખતા હો અથવા રૂપિયા ગણતાં હે ત્યાં એકચિત્ત થાય છે કે નહિં? થાય છે. આથી એમ ફલિત થાય છે કે એક ચિત્ત તે થાય છે, પણ ધર્મક્રિયામાં થતું નથી. જ્યાં સુધી જીવને અંદરથી રૂચિ ન જાગે, તાલાવેલી ન લાગે ત્યાં સુધી એક ચિત્ત ન થાય. તમે પાશેરની કેરી લાવ્યા પણ જો તેમાં ગેટલે મોટો હોય, છાલ જાડી હોય, પરિણામે તે પણ રસ ન નીકળે તે તમારા પૈસા પડી ગયા લાગે ને? તેવી કેરીને શું અર્થ? એમ કલાક સુધી સાધના કરી પણ સમતાભાવ જરાય ન આવે, તે તેવી સાધનાની પણ કિંમત શી? સાધના પછી જીવનમાં પરિવર્તન થવું જોઈએ. સુવર્ણ ભસ્મ તે ખાધી પણ રેગ નાબૂદ ન થયું હોય તે તે સુવર્ણ ભસ્મ નહિ હોય અથવા શરીરમાં એ કઈ છૂપે રેગ હશે કે જેથી એની અસર નહીં થતી હોય. તેમ વીતરાગ પ્રભુને રટતાં–રટતાં આખી જીંદગી ચાલી જાય તે પણ એક અંશ રાગ ન ઘટે તે ખરેખર વીતરાગને ભજયા જ નથી અથવા મનમાં એવી કઈ વિકૃતિઓ છે. કે વીતરાગ ભક્તિની જીવન પર કોઈ અસર જ થતી નથી. મહાન પુરૂષોનો સમાગમ કર્યો, વ્યાખ્યાને સાંભળ્યા છતાં એવા ને એવા કેરા રહી ગયા તે કહેવું પડશે કે સંતની અંદર સંયમની સરિતા સુકાઈ ગઈ છે અથવા આવનાર કંઈ પાપી પ્રાણી છે. જેથી વાણીની ધારી અસર થતી નથી. માત્ર સાંભળવાથી કાર્ય થતું નથી. સાંભળીને જીવનમાં ઉતારવાનું છે. સંતને સમાગમ માનવતા પ્રગટાવવા તરફ પ્રેરે છે. કુશળ કારીગર પત્થરને સુંદર મજાની આકૃતિ આપે છે એમ સંતપુરૂષે જીવનને નવી આકૃતિ આપે છે. ક્રોધ, માન, માયા, લેભથી આત્મા ઘેરાઈ ગયો છે. તેને સદગુણ તરફ દોરે છે. સંતના સમાગમમાં આવનાર ઘણાંઓએ પિતાનાં જીવનમાં પરિવર્તન આપ્યું છે. અહીં જેવું જીવન વાહિમકીનું હતું, તેવું જ અમેરિકામાં સંત પિલનું હતું. એ પણ સંતના સમાગમમાં આવવાથી મહાન બન્યા. કુશળ વૈદ્ય દરદીને ઝેર આપે છે તે પણ પચી જાય છે. તેમ સંતને સમાગમ થતાં જીવનમાં અવનવું પરિવર્તન આવે છે. જીવ કંઈક પામી જાય છે. “સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનનૌકા તણું ધ્રુવ-તારા,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy