SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ કોયડે આવે ત્યારે તેનો ઉકેલ શાંતિથી કરો. જ્યારે પગની અંદર રી ભરાઈ જાય ત્યારે કુદકા મારવાથી દોરી વધારે ગૂંચાશે. પણ શાંતિથી નીચે બેસી ઉકેલે તે નીકળી જશે. જીવન છે ત્યાં સુધી વિપરીત પરિસ્થિતિ તે આવવાની અને તેવા વાતાવરણમાંથી કેમ પસાર થવું એ વિચારે મહાવીર સ્વામીએ ઉપસર્ગને સમભાવથી સહન કર્યા. તમારી સામે કઈ કેધ કરે તો પણ તમારે પ્રેમ બતાવ. તમારી પ્રશસ્તિ કરે તે પણ તે જ ભાવ રાખ. સમભાવની દષ્ટિ કેળવાઈ જાય તે બેડે પાર થઈ જાય. ચંડકૌશિક સામે અને ગોશાળા સામે પ્રભુએ એક સરખે ભાવ રાખે. અનાર્ય લેકેએ કુતરા છૂટા મૂક્યા. પિંડીના માંસ કાપી લીધાં, તે પણ ક્ષમા રાખી. આપણે પ્રભુ મહાવીરનાં અદશપુત્રો છીએ ને? આપણામાં સમતા કેટલી છે? જે ક્ષમા જીવનમાં વણાઈ ન હોય તે પ્રભુનાં આદર્શ પુત્રે કહેવડાવવાને આપણે લાયક નથી. તમે ખમી ખાવ પણ બીજાને દુઃખ ન આપે. આજથી નિર્ણય કરે કે મારે કઈ દુશ્મન કે કોઈ મિત્ર નથી. આત્માને પ્રથમ પ્રશ્ન છે. “જો ' હું કે માનવ? દેખાય છે તે સ્વરૂપ મારૂં?હું ધનવાન? મળ-મૂત્રથી ભરેલું શરીર તે હું? ના....ના. હું માનવ નહિં, હું ધનવાન નહિ. શરીર તે પણ હું નહિં. દેખાતું સ્વરૂપ તે મારું નહિં નાગg=” ને નાદ ગજાવે છે. વિકાસને કાળ શરૂ થાય છે. સાચા સ્વરૂપનું ભાન થાય છે. “' આ તે હું નહિ ? તે હું કે? પરમેશ્વર તે હું. જેમ પરમેશ્વરનાં અનંતગુણ તેવા મારા પણ અનંત ગુણે. આગળ વધતાં સાધક કહે છે કે હે પ્રભુ ત્વમહમ” તું તે જ હું. મારામાં અને તારામાં કોઈ ફેરફાર નહિં. છેવટે વિકાસના છેલા તબક્કામાં પ્રવેશતાં પુકારી ઊઠે છે. અહમદ હું એ જ હું છું. સ્વમાં સ્વત્વનું દર્શન એ જ સર્વોત્કૃષ્ટ પરમાત્મદર્શન છે. વિકાસની ઊર્ધ્વમુખી ગતિનું એ અંતિમ કેન્દ્ર છે. જીવ જાગૃત બની આત્મતત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે તે સાધ્યને અવશ્ય સિદ્ધ કરી શકે. આત્મતત્વને પામવા માટે પ્રભુની વાણી અતિ ઉપકારી છે. પ્રભુની વાણી સુષુપ્ત ચેતનાને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર અને ભવના બંધન તેડાવનાર છે. હે વાણી તારી પ્રથમ રસ ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલી ભરી-ભરી, અનાદિની મૂછ વિષતણ ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દેડે પરિણતી” " ભગવાનની વાણી અપૂર્વ છે. તેમાં શાંત રસનાં ઝરણાં ઝરે છે મુમુક્ષુને જ્ઞાન–અમૃતની અંજલી ભરી-ભરીને પાય છે. કોઠામાં ઊતરી જાય તે મિથ્યા મોહની મૂછી ઉડી જાય. મિથ્યાત્વને લીધે જડને ચૈતન્ય ને ચૈતન્યને જડ માને છે. પ્રભુની વાણી મહા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy