SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સની ઝડીએ વાસી છતાં તેમને ઉત્સાહ ન ઓસર્યો. દુઃખ દેનાર પર પણ કરૂણાના અરણું વહાવ્યા. નયણેથી નીતરે કરૂણાની ધારા, અંતરમાં ઉછળે નેહના મુવારા, .. સંકટમાં એણે સમતાને સાધી, કંટકમાં કીધું પ્રયાણ, ચાલ્યા જાય વર્ધમાન.” ભગવાન સમજતા હતા કે કર્મ છે તે દેણું ભરપાઈ કર્યા વિના છૂટકો નથી. કોઈ માણસ પશથી રૂપિયા કમાઈ ને પિતાનાં દેશમાં આવે ત્યારે એને વિચાર આવે કે બાપદાદાનું દેણું મારે ચુકવી દેવું છે. જે ચુકવવા બેકે તે તે ચેપડા ખુલ્લા રાખીને ખુલ્લા દિલે કહી દે કે જેનું દેણ બાકી હોય તે લઈ જાઓ. એમ ભગવાન પણ કર્મ રાજાના દેણ દેવા તૈયાર થયાં. કારણ કે કર્મ કે કાળને શરમ નથી. એને લેણું લીધે જ છેડવાના છે. પછી તીર્થકર હેય કે ચકવત, શ્રીમંત કે ગરીબ, સૌને કર્મનું દેણું ભરપાઈ કર્મ કે કાળને શરમ આવે નહિ રાયને પલકમાં પકડી પાડે, આજ હાથી ઝુલે રેશમી ગુલથી કાલ ત્યાં કાગડાઓ ઉડાડે, ધરણી ધ્રુજાવતા ધન્વી ધુરંધરે આજ તેની નહિ ક્યાંય માટી, દેવ દિગમ્બર માનવ માત્રને સ્વાહા કરી જાય છે કાળ વાટી.” જે મહેલના પ્રાંગણમાં હાથી ગુલતા હોય અને વૈભવની છેળે ઉડતી હોય ત્યાં ખંડેર થઈ જાય છે. ને કાગડા ઉડવા માંડે છે. આ કમ–રાજાની શિક્ષા છે. ધનવાન ધુરંધરે ચાલે ત્યાં ધરતી ધણધણી ઉઠે એવા પણ કાળના મુખમાં જઈ પડે છે. એની રાખ પણ હાથમાં આવતી નથી. ભગવાને કમને બેરુબેરૂ કરવા પ્રખર પુરુષાર્થ ઉપાડ. શત્રુ સામે પણ નેહના કુવારા ઉડાડયા. સંકટમાં અપૂર્વ સમતા રાખી અને કંટક પાથર્યા માર્ગે પ્રયાણ કર્યું. કર્મને આમંત્રણ આપી બોલાવ્યા ને તિતિક્ષાપૂર્વક કર્મના દેણું આપ્યા. શૂરવીર ધીર બન્યા પણ લગીરે ડગ્યા નહી. કર્મના દેશું દેવા જબર પુરુષાર્થ ઉપાડે પડશે. આપણે તે એક તણખલાથી દરિયે ઉને કરે છે તે કયંથી થશે? એક માળા ફેરવવાથી મેક્ષ નથી મળતું. જીવનમાં આચરણ લાવે. મનથી ઉચ્ચ વિચાર કરે. મનને નિર્મળ બનાવે. વાણી કમળ અને મીઠી મધ જેવી બેલે, પણ દંભવાળી નહીં. કાયાથી કઠેર નહિં પણ નમ્ર બને. મન, વાણું અને કાયાને શુભ ભાવમાં જેડશે તે કર્મના કચરા કાઢી શકશે. કર્મના કચરા કાઢવાના બે માર્ગ છે. કાયાને ધર્મ ક્રિયા અનુષ્ઠાનની કસરત આપવી. અને ચિત્તને શુદ્ધ ધર્મની સમજ આપ્યા કરવી,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy