________________
મોટરે તમારા નામ પર હશે, પણ કાળની જપ્તિ વોરંટ આવશે અને ઉપાડી જશે, એ વખતે જરાય ના હા નહિ થઈ શકે. અહિંના સુખ તે શું ૫ણ દેવતાના સુખે પણ ક્ષણિક છે. તેની દેવીઓ, ભૌતિક ઠઠારે બધું ઉછીના જેવું છે. આયુષ્ય પૂર્ણ થવાને છ મહિના બાકી રહે છે, ત્યારે તેની કુસુમમાળા કરમાય છે. અને તે દેવને ખ્યાલ આવે કે આ બધું છેડીને અહીંથી ચાલ્યા જવું પડશે. ત્યારે અત્યંત શોક કરે છે. પણ જ્ઞાની પુરૂષે કહે છે કે તે જે તારૂં માન્યું હતું તે ખરેખર તારૂં હતું જ નહિ, પુણ્ય કર્મની મહેરબાનીએ મળ્યું હતું. પુણ્ય ખલાસ થતાં તે બધું પરાયું બની જાય છે. એમાં
ક શા માટે? જે પારકા પદાર્થને તું મારા માનીશ તે તેમાં મમત્વ ભાવ ઉત્પન્ન થશે. તેનાથી ચિત્તમાં વિહળતા પ્રગટ થશે. અને અશાંતિ આવીને ઉભી રહેશે. માટે તારું શું છે અને પરાયું શું છે તે યથાર્થ રીતે જાણી તારું હેય તે મેળવવા પ્રયત્ન કર.
આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર-દિન છે. અનેક વીરપુરૂષોના પ્રયત્ન અને બલિદાન પછી હિંદને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. પણ આ સ્વતંત્રતાએ સુખ-શાંતિ અને આબાદી કેટલી આપી? આ શું સાચી સ્વતંત્રતા છે? જ્ઞાની ભગવંતની દષ્ટિએ તે
જ્યાં સુધી કર્મની પરતંત્રતામાં જીવ પડે છે ત્યાં સુધી સ્વતંત્રતાનું સુખ માણી શકતે નથી. જીવ જ્યાં સુધી મોહ અને લેભને ગુલામ છે, વિષયવૃત્તિને દાસ છે, કષાયના પંજામાં સપડાએલે છે, ત્યાં સુધી તેને સાચી સ્વતંત્રતા કેમ પ્રાપ્ત થાય?
પેલે રજા નાનકડું રાજ્ય હેવા છતાં પિતાના રાજ્યને ઈચ્છે છે અને પરતંત્રતા તેને ખૂંચે છે, આનંદ લેવા દેતી નથી. આ જીવાત્માને પરતંત્રતા ખુંચે છે ખરી? અનંત શક્તિ અને સામર્થ્યને ધણી પાંચ દાદરા ચડવાં હોય તે લીફૂટની રાહ જોઈ ઉભું રહે છે. કયાં ગઈ તારી શક્તિ! પણ ભાન ભૂલેલે આત્મા અદ્યતન સાધનોમાં આનંદ માને છે. વિષયેના ઉપભેગમાં સુખ અનુભવે છે. હવે ચેતવાની, જાગૃત થવાની જરૂર છે, સ્વઘર ભણી પગલાં નહીં માંડે ત્યાં સુધી શાંતિ નહિ મળે.
સુખ ત્રણ પ્રકારનું છે. (૧) વિષયની પ્રવૃત્તિનું સુખ-આ સુખ ક્ષણિક છે. તારું સાચું સુખ નથી. પારકી વસ્તુમાં સુખની કલ્પના માત્ર કરેલી છે. એ ભોગવતાં દુઃખને દાવાનળ જાગે છે.
. બીજું સુખ છે વિષયથી નિવૃત્તિનું-આ સુખ અંતરમાં નથી, બહારમાં છે. આ બ્રમણ જયાં સુધી છે, ત્યાં સુધી જીવ દોડધામ કરે છે. જીવનભર દોડે છે. પણ સુખી થતું નથી. પણ જ્યારે સાચી સમજણ આવે છે ત્યારે વિષયને પૂર્ણ કરતાં એવા પદાર્થોથી જીવાત્મા નિવૃત્ત થાય છે. જેમ જેમ સાધક પુરૂષ વિષયની નિવૃતિના ક્ષેત્રે આગળ વધતું જાય છે, તેમ તેમ તે તૃપ્તિને આનંદ અનુભવતે જાય છે. હવે તેને બાહ્ય પદાથે લેભાવી