SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણ કરાવ્યા, ધર્મ સંભળાવ્યો. જેણે આખા જીવનમાં ધર્મ ક્રિયા કરી નથી તે મરણ ટાણે શું ધર્મને પામવાને હતે? મરણપથારીએ આ ધર્મ કરવાને શે ઉદ્દેશ! આજે તે યુવાનોમાં ધર્મની ભાવના લુપ્ત થતી જાય છે. જેને બાપ એક પથારીએ કેટલાંય ષિા કરે છે અને સામાયિક કરે છે, તેના છોકરાં ડી.ડી.ટી. નો ધંધો કરે છે. એક માંકડ અજાણતા-મરી જાય તે બાપ પ્રાયશ્ચિત લેવા આવે છે, તેના દીકરા માંકડનો સંહાર કરે છે. જેના દીકરા ચામડાના પટ્ટા બનાવી વેચે અને પહેરે. દારૂ ગાળે, મત્સ્ય ઉદ્યોગના વેપાર કરે. આવા આવા હિંસાના કામ કરે છે. પિતા કહે-બેટા ! માંકડ, મચ્છર ન મરાય. તે પુત્ર કહે છે મને હેરાન શા માટે કરે છે? ઊંઘવા દેતા નથી. પિતા કહે, “બેટા ! તું જે હેરાન કરે એ નાશ કરે છે તો તું કેટલાને હેરાન કરે છે તે તને કઈ સજા કરવી?” બિચારા નિર્દોષ છે કે જેને મન નથી, વિકસિત ઈન્દ્રિયે નથી, તેઓને શે અપરાધ? એને અપરાધ તે નગણ્ય છે. જીવવું છે તે કેમ જીવવું? કાંઈક સહન કરતાં શીખો. “મારે મારા જીવનમાં કઈ રીતે વર્તવું કે જેથી મારું જીવન સફળ બને તેને વિચાર કરવા જોઈએ. ગૃહસ્થાશ્રમ કેમ દીપે? વ્રત બાયોકેમિકની દવા છે. એ તમારી ખામી પૂરી પાડશે. આ દવા લેશે કે નહિ? બદામ પિસ્તાયુક્ત દુધપાકને વાટકે ભરેલ હોય અને મોઢે માંડે ત્યાં કેઈ કહે કે આમાં ઝેર છે, તે તમે પીશે? તમને ગમે તેટલી લાલચ આપે અને કહે કે એક વાટકે પીએ તે ૫૦ રૂ. આપું. તે પણ આ ઝેરવાળે પદાર્થ પીશે? ના, તરત પાછો મૂકી દેશે ને? હા, એમ વિષયે છે તે કિં પાક વૃક્ષના ફળ જેવા છે. ક્રિપાક ફળને આસ્વાદ મરણ નિપજાવે છે. તેમ વિષયે અનંતા જન્મ-મરણ વધારનાર અને વ્રત જન્મ મરણના ફેરા ટાળનાર છે. તમારે શું કરવું છે? "आयावयाहि चय सोगमल्ल, कामे कमाही कमिय खु टुक्ख, छिन्दाहि दोस विणएज्ज राग, एवं सुही होहिसि सम्पराए ।। ભગવાન મુનિઓને કહે છે કે હે મુનિ ! તારા શરીરમાં લેહી-માંસ વધવાથી જે વિષેની ઈછા ઉત્પન્ન થતી હોય તે તેને ઓછા કરવા માદક પદાર્થો, ઘી, દુધ વિ. ખાવાનું બંધ કર. માદક તથા તીખા તમતમતાં સ્વાદવાળા ખોરાક ખાવાનું છોડી દે, તે વિકાર આવતાં અટકે છે. તારા શરીરને કશ કરી નાખ, સૂકમળપણું છેડી દે. આતાપના લે. તપ કર. જેણે પૂર્વે કામગ સેવ્યા અને અત્યારે કામગ સેવે છે તે દુઃખી થાય છે. અને જે સેવ તે દુઃખી થશે. તે વિષયેથી પ્રજન શું છે? શા માટે સંયમ લીધો છે ? મનગમતું ખાવા માટે ? સુખે જીવવા માટે ? શું એશઆરામ માટે મુનિ જીવન છે? મળ, મૂત્ર અને અશુચિથી ભરેલું આ શરીર છે. તેને પોષવાથી શું લાભ? પાછો વળ, મનરૂપી ઘોડાની લગામ ખેંચ. વિષયમાં જ આસકત રહેવું તે હિતકર નથી, ૨૫
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy