SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મોઢે વખાણ કર્યા–અને જ્યાં બીજે માણસ મળે ત્યાં એના માટે કહેશે કે જેને ઈ શેઠ ? પાકો ૪૨૦ છે. કાળા બજારી છે. એક નંબરને જુઠ્ઠો છે. “મધુરિવતિ શિરે હવે હાલાએમ મેહે મીઠું બોલે છે અને હૈયામાં હળાહળ ઝેર ભરેલું છે. હે ભગવાન! તું મારે છે એમ જીભથી કહેવું સહેલું છે પણ હૃદયમાં હાય પસા, હાય બૈરી, હાય છોકરી, આવા ભાવ છે ત્યાં સુધી ભગવાન કયાંથી મળે? “પ્રીત ત્યાં પહો નહિ, પડછે નહિ ત્યાં પ્રીત, પ્રીત રાખી પડદો કરે, તે દુશ્મનની રીત.” અમાર ને તમારે કે પ્રેમ! છેલતાં તે હૈયાના હેત ઠલવાય, તમારા વિના તે જરાય ગમતું ન હતું. ઉપાશ્રયમાં પણ તમારા વિના અંધારું ઘર હતું. એમ મેઢે મીઠું બોલે પણ હૈયાના મેલાં અને જીભથી મીઠાં–આવા દંભીઓ શું કરશો? આ પ્રીતની રીત સાચી છે? ના રે ના मनस्येकं वचस्येकं कायमेकं महात्मनाम् મન વચન અને કાયાની એકતા કેળ-દંભી ન બને, સંપત્તિ અને વિપત્તિમાં એક જ સરખા રહો. મહાત્મા પુરૂષની વાણી અને વર્તન એકરૂપ હોય છે. ___ " उदये सविता रक्तो रक्तश्वास्तमदे तथा। सम्पतौ च विपतौ च महतामेकसूपता ॥" સૂર્ય ઉદય વખતે લાલઘૂમ થાય છે અને અસ્ત થાય છે ત્યારે પણ લાલઘૂમ હોય છે. તેવી રીતે પૈસાને ઢગલે આવે કે જાય પણ મહાત્મા સુખમાં છલકાય નહિં, દુઃખમાં કરમાય નહિ. દરેક સ્થિતિમાં સમભાવે રહે છે. આ સંબંધમાં એક દષ્ટાંત છે. એક વખત એક મહાત્માને રાજાએ પિતાનાં મહેલમાં લાવ્યા. રાજા જે ખંડ, પલંગ વગેરે રાજાને જે સુખસગવડ હતી તે બધી સગવડ મહાત્માને આપી રાજા જેવું ભજન કરતા તેવું ભેજન મહાત્માને આપ્યું. રાજા જે સુખ-સાહ્યબી જોગવતા તે મહાત્મા પણ ભોગવતા. થોડા દિવસ પછી રાજાએ મહાત્માને પૂછ્યું “તમારામાં અને મારામાં શું ફરક છે?” ત્યારે મહાત્માએ જવાબ આપે, “જ્યારે અવસર આવશે ત્યારે કહીશ.” પછી બીજે દિવસે રાજા અને મહાત્મા જંગલમાં ફરવા ગયા. બે-ત્રણ માઈલ ગયા પછી રાજાએ મહાત્માને કહ્યું, હવે પાછા વળે. આપણે ઘણું આગળ નીકળી આવ્યા છીએ. મહાત્માએ કહ્યું, હજુ આગળ ચાલે. શા માટે પાછા જવું છે? રાજાએ કહ્યું કે મારે રાજ્ય ચલાવવું છે, આખા રાજ્યની મને ફિકર છે તે હવે પાછા ફરવું જોઈએ. ત્યારે તરત જ મહાત્માએ કહ્યું કે “તમારામાં અને મારામાં આ ફરક છે.” જ્યારે જવું હોય ત્યારે આ રાજ–વૈભવ-સુખ-સમૃદ્ધિ મને બંધનકર્તા નથી, તમને બંધનકર્તા છે. જ્યાં સારૂં માન્યું ત્યાં જ બંધન છે, તમે તે બધાને મારા માન્યા છે. . .
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy