SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ હોય કે આજે રાત્રે આ અનર્થ સજાઈ જશે ? અશ્વત્થામા કાયર પુરૂષની જેમ છાને માને દ્રોપદીના તંબુમાં ઘુસ્યા અને પાંચેય પાંડવ પુત્રને મારી હાથમાં પાંચ મસ્તક લઈ દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધને પાંચ મસ્તકો જોઈ આનંદ અનુભવ્યું. અને છેલ્લા શ્વાસે પણ દુર્ગન્ધ લઈને તે વિદાય થયા. * પુત્રના મૃત્યુની દ્રૌપીને તથા પાંડવેને ખબર પડી ત્યારે સૌના દિલમાં કામ પા પડશે. પાંચ પુત્રોને મૃત્યુથી દ્રૌપદીનું હૃદય ચીરાઈ ગયું. તે એકદમ ધાતુર બની ગઈ અને કહ્યું. મારા પુત્રને મારનારના લેહીથી મારા વાળ સીંચું તે મને શાંતિ થાય. પાંડેએ શેધ ચલાવી. અંતે અશ્વત્થામા પકડાઈ ગયે. તેને દ્રૌપદી સમક્ષ હાજર કર્યો અને તેને મારી નાખવા ભીમે ગદા ઉપાડી. અહીં નારીના હદયની પવિત્રતાનું પણ દર્શન થાય છે. નારીમાં કરુણાભાવ કેટલે હેય છે તે જણાઈ આવે છે. દ્રોપદીની વિચારધારાએ પો લીધો. તેણે પાંડવોને કહ્યુંઃ આ અભાગીને તમે છોડી છે. પુત્રને વિયેગ માતાને કેવો પડે છે તે હું અનુભવી રહી છું. આની માતા રણસંગ્રામમાં વૈધવ્યને તે પામી છે. હવે પુત્રને વિગ તેનાથી કેમ સહન થશે? એ માતાનું દિલ કેવું કલ્પાંત કરશે? એ પાપ આપણે નથી વહોરવું આ છે દ્રૌપદીના દિલની ઉદારતા અને સજજનતા, જેમાં નારીના હૃદયનું સ્વરૂપ આપણે નિહાળી શકીએ છીએ. - ભારતના એક ષિએ કહ્યું છે કે –“યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર દેવતા જે સમાજમાં નારીના નારીત્વની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ રમત કરવા આવે છે. મતલબ કે ત્યાંના માનવે દેવતુલ્ય હોય છે. ત્યાં સુખ અને સમૃદ્ધિની છળ ઉડે છે. નારી જે ભેગ-વિલાસ અને શંગારમાં પડી જાય અને સંયમ, સદાચાર અને ચારિત્રને ભૂલી જાય તે દેશ પતનને પંથે પડી જાય. આજે સ્ત્રી કયાં જઈ રહી છે? ભૌતિક પદાર્થોને માટે પિતાનું સતીત્વ લુંટાવા તૈયાર થાય છે. નારી એ સમાજનું મહત્વનું અંગ છે. પણ આજે તે ભેગમાં પડી ગઈ છે, ત્યાગની સર્વોત્તમ ભાવનાને છેડી સ્વાર્થમાં સપડાઈ રહી છે. નારી સમાજે જાગૃત થવાની જરૂર છે ધારણરાણી, સીતાદેવી વિ. સતી-જીઓનાં જીવન પ્રસંગને મરણમાં લાવી પિતાના જીવનને ઉજજવળ બનાવવા તૈયાર થવાનું છે. નારી સમાજ ને જાગશે તે દેશનું પતન થતું અટકી જશે. ભારત દેશ ભલે ભૌતિક દષ્ટિએ પાછળ રહ્યો હોય પણ સદાચાર અને સંસ્કાર માટે તે એનું સ્થાન મોખરે રહ્યું છે. અને હજુ પણ એ સ્થાન એમ જ ટકી રહેશે. માટે નારીએ પિતાને ગૌરવને જાળવી રાખવાની જરૂર છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy