SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ બાકી હતું. આને માટે મારવાડથી હકમીચંદજી મહારાજને અહીં પધારવાની વિનંતી કરવાનું સંઘે નક્કી કર્યું કે મહારાજ સાહેબ અહીં પધારે તે આપણને પણ લાભ મળે. મહારાજ સાહેબને બધી વાત કરી. અને હકમીચંદજી મહારાજને લેવા માટે માણસે ગયા. પૂજ્ય મહારાજ સાહેબ મારવાડથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. મહારાજ સાહેબના આવવાના સમાચાર મળતાં સંઘે વધામણીમાં સમાચાર આપનારને ૧૨૫૦નું ઈનામ આપ્યું અને તેમની પાસે સૂત્રને અભ્યાસ કર્યો. જેને ભણવું હોય એ જેટલું ધારે તેટલું ભણી શકે છે. જ્ઞાન મેળવવા માટે હંમેશા નાના બનવું જોઈએ. આજે જ્ઞાન મેળવવા માટે સાધને પણ છે, પંડિતે પણ છે, પણ ભણનાર નથી. ઘણા પાત્ર છે તે ઈશારે કરે તેમાં સમજી જાય ગણધર ભગવંતેએ ત્રિપદીમાં ચૌદ પૂર્વનું જ્ઞાન ગ્રહણ કર્યું. કે જ્ઞાન સાગર છલકાણે હશે? કેવી જ્ઞાનમાં ડુબકી મારી હશે! જ્ઞાનની બહુ જરૂર છે. પૂજ્ય જયમલજી મહારાજને જ્ઞાન મેળવવાની ધગશ કેવી હતી તે જાણે છે? તેઓ રજપુતના દિકરા હતાં. અને પરણેલા હતાં. ચોમાસામાં ગાડું લઈને વેપાર માટે એક નગરમાં આવે છે. વાણીયા હાટડી બંધ કરીને પિષામાં બેઠા છે. પુછતા ખબર પડે છે કે આજે તે પાણી છે. તેઓ વિચાર કરે છે - ચાલે આપણે પણ મહારાજને સાંભળવા જઈ એ. એમના મિત્રની સાથે જાય છે. મહારાજશ્રી વ્યાખ્યાન સંભળાવી રહ્યા છે. જડ અને ચેતનને, શરીર અને આત્માને ભેદ સમજાવે છે. આવી તેજીલી વાણી સાંભળીને મન પીગળી ગયું. પેલા મિત્રને કહે છે, તારે ગાડું લઈને જાવું હોય તે જા, હું તે ઉપાશ્રયમાં રહીશ. ભણીગણીને દીક્ષા લઈશ. ઘેર આવવું નથી. સામાયિકના પાઠ જોયાં અને પ્રતિક્ષ્મણ જોયું. જ્યાં સુધી આ પાઠ શીખું નહીં ત્યાં સુધી ઉ જ રહું, આવી પ્રતિજ્ઞા આપે, એમ મહારાજ સાહેબને વિનંતી કરે છે. મહારાજ સાહેબ કહે છે એવી પ્રતિજ્ઞા અજાણ્યા માણસને કેમ અપાય? પણ તેની દઢતા કોઈ મહારાજ સાહેબે પ્રતિજ્ઞા આપી. પ્રતિક્રમણ અને સામાયિક વાંચી ગયાં. અને કલાકમાં પ્રતિક્રમણ સંભળાવી દીધું. થડો અભ્યાસ કર્યા પછી ગુરુ મહારાજને કહે છે, હવે મને દીક્ષા આપશે ને? મહારાજે તેમનામાં ગ્યતા જોઈ અને સમજાવે છે, તમારા કોઈ સગાસંબંધી છે? ક્યાં છે? તેઓની રજા વગર દિક્ષા આપી શકાય નહીં. તેઓ જવાબ આપે છે. હું રજપુત છું, પરણેલે છું. મોહનદેવી મારી સ્ત્રીનું નામ છે. માતાનું નામ માયાદેવી છે. પણ મારા સાચા સગા આપ બધા છે. મને તે એક દીક્ષાની લગની લાગી છે. “મને લાગી રે લગન વીર તારા નામની, તારા નામની, નથી રે પરવા મને જુઠ્ઠા જગની, મને લાગી રે લગન. પેલે મિત્ર ઘરે ગયે. અને યમલજીના માતા-પિતાને સમાચાર આપ્યા કે તેઓ તે ત્યાં રહી ગયા છે. અને દીક્ષા લેવાનું કહેતાં હતાં. આ સાંભળી માતા તથા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy