SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર મયદાને જાળવી રાખનારા હેય. સ્વસ્વરૂપ લક્ષને નહિ ઠગનારા એવા અવાચક હોય. શુદ્ધ આત્માનુભાવી હોય તે જ આત્મ-શાંતિ મેળવી શકે છે. નિજ સ્વરૂપમાં મસ્ત બની એકાંત આત્મ-સાધના સાધે છે. એકાકી વિચરતે વળી રમશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહ ગજે, અડેલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમમિત્રનો જાણે પામ્યા ગ જે. અપૂર્વ અવસર એ કયારે આવશે ! અજ્ઞાની સંગને ઈચછે છે. જ્ઞાની અસંગને ઈરછે છે સાધુઓ એકલા વિચારે છે અને પિતાના નિજ સ્વરૂપમાં આત્માને સાધે છે. આવા જ સ્મશાનની અંદર ઊભા રહે, ચારે બાજુ ભુતાવળ હોય, ગમે તેવા અવાજો આવે, ભયપ્રદ અને રૂદ્ર શબ્દો સાંભળવા મળે તે પણ તેઓનું ચિત્ત ખળભળે નહિ. પર્વતમાં વાઘ, સિંહ અને ચિત્તાને સંગ થાય તો પણ જરાય ક્ષેભ ન થાય. સિંહની ત્રાડોથી ત્રાસ ન પામે એ સિંહ છે, તે હું પણ જનશાસનને સિંહ છું. સિંહને સિંહ સામે શે ભય? એક મકોડે ચડે હોય ત્યાં એયય કરે, એ શી આત્મસાધના કરી શકે? મુનિ વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાનમાં બેઠા હોય અને સર્પો ઉપરથી પસાર થાય, છતાં અડોલ રહે છે, પણ પિતાના આસનને છેડતાં નથી, આસન પણ ચલ-વિચલ ન થાય. કાયા પણ આઘીપાછી ન થાય. આવી સ્થિરતા સાધુ-પુરૂષની હોય છે. દેહને પણ સંગ તેને ગમતું નથી. આ દેહ એ પડોશી છે. હું જુદે અને શરીર જુદું, જડ જુદું અને ચૈતન્ય જુદું. આમ તેના હૃદયમાં બરાબર બેસી ગયું છે. જડપદાર્થ જડ મટી ચૈતન્ય થાય નહીં અને ચૈતન્ય જડ થાય નહીં. એક એક પ્રદેશ ઉપર બધાં દ્રવ્યો રહ્યા છે, છતાં કઈ કઈમાં ભળતા નથી. જડ અને ચૈતન્યને સ્વભાવ ભિન્ન ભિન્ન છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મડદુ અહીંયા રહી જાય છે. ચૈતન્ય દેવ બીજી ગતિમાં ઊપડી જાય છે. “સમતા રમતા ઊર્ધ્વતા જ્ઞાયકતા સુખ ભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.” આ બધાં જીવનાં ગુણે છે. ગુરુગુણ અભેદ છે. જીરને સ્વભાવ સમતા છે. પણ તેમાં જ્યારે વિકૃતિ આવે ત્યારે જીવ ક્રોધ કરવા લાગે છે. “હવે તે કંટાળી ગયા. આ ઘર કેવું છે? રજના લેહી ઉકાળા ! આ વહુને જુદી કરીએ તે નિરાંત થાય.” આમ જ્યારે સાસુ બોલે છે ત્યારે શું વહુનાં એકનાં વાંકે જ લોહી ઉકાળો થાય છે? બે હાથે તાળી પડે, એમ બંનેને વાંક હોય ત્યારે ઝઘડો થાય. તમે શાંતિને ઈચ્છે છે? વીસ કલાકમાં કેટલીવાર ક્રોધ કરે છે? ક્રોધથી આત્માનું ઘણું અહિત થાય છે. ક્રોધની અગ્નિ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy