SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ TNી પછી શેઠ ફરી વખત જોતિષી પાસે આવ્યા. અને પૂછયું જેથી મહારાજ! હવે મારા ભાગ્ય કેવા છે? જોશીએ કુંડલી મુકીને કહ્યું “હે બલવાન છે”. તમને કઈ રીતે હરકત આવશે નહી. શેઠ ફરી રાજ્ય દરબારમાં ગયા. રાજાએ તેનું સન્માન કર્યું. ત્યાં તે શેઠ રાજાના અને પગ પકડી રાજાને નીચે પછાડયા. સવે સભાજને હાહાકાર કરવા લાગ્યા. સુભટા મારવા દેડિયા. એવામાં સિંહાસનની પાછળની ભીતને કર તૂટી પડે. આ જોઈ રાજા ખુશ થયા. આ ઉપકારી પુરુષ ન આવ્યો હતો તે હું જરૂર દબાઈ જાત અને અહીં જ મારૂ મહું થઈ જાત. શેઠને ૧૦૦૦૦ રૂ. ઈનામમાં અપાવ્યા. આ બધું પુણ્યનું ફલ છે. પુણ્ય જેવા પાધરા હોય તેને કયાંય વાંકે આવતું નથી. જેવું ભાગ્ય હોય તેવા નિમિત્તે તરફ મનુષ્ય ખેંચાય છે છ માસ પછી વળી પાછા શેઠ જોષી પાસે જાય છે અને ગ્રહો કેવા છે તે બાબત પૂછે છે. જેશી મહારાજે કહ્યું હજુપણ ગ્રહ ખૂબ જ બલવાન છે. તમને કાંઈ આંચ આવે તેમ નથી. શેઠ ત્યાંથી પાછા ફરી ગામમાં પ્રવેશવાની તૈયારીમાં હતાં ત્યાં દરવાજામાં સામેથી રાજાને પગે ચાલીને આવતા જોયા. રોજ હાથી ઘોડા પર ફરનારને આજે ચાલવાનું મન થયું. સાથે થોડા માણસો અને સૈનિકે પણ હતા. રાજાએ શેઠને યા. ઉપકારીને ઉપકાર સાંભર્યો અને પ્રસન્ન ચિત્તે એકદમ મલવા માટે આગળ આવ્યા. ત્યાં જેરથી ધક્કો માર્યો, રાજા એકદમ દૂર ફંગોળાઈ ગયા. દાંતમાંથી લેહી નીકળવા લાગ્યું. સુઢ માર પણ ખૂબ વાગ્યે. સાથેના સૈનિકે શેઠ તરફ ધસ્યા. ત્યાં શેઠના પુણ્ય જેર કસી. નગરને દરવાજે પૂરાણે હતું તેથી છણ થઈ ગએલે, તે એકાએક તૂટી પડે. રાજા, માણસે અને સૈનિકે બધાં બચી ગયા. રાજા વિચારે છે કે આ શેઠ કેટલા ઉપકારી? તેણે મને ત્રણ ત્રણ વખત બચાવ્ય, માટે મારે આ વખતે તે તેને સારામાં સારું ઈનામ આપવું જોઈએ એમ ધારી રાજાએ શેઠને પિતાનું અધું રાજ્ય આપી દીધું. વિપરીત કામ પણ સીધા પડે એ પ્રબલ પુણ્યની નિશાની છે. ભગવાને સુંદર રીતે નવતત્વનું સ્વરૂપ સમજાવ્યું છે. તેને યથાર્થ રીતે સમજે. બહેને દરેક ડબાપર નામ લખી રાખે છે કે તુવેરની દાળ, મગની દાળ, ચોખા એટલે જે વરતુ જોઈએ તે નામ વાંચીને ખેલે તે તરત જ મળી જાય, એમ એક એક તત્વને તપાસીને વસ્તુના સ્વરૂપને સમજે. પુ શં છે? પાપ શું છે? જવ શું છે? અજીવ શું છે? એમ નવેય તનું સ્વરૂપ સમજે, તે બરાબર નિર્ણય કરી શકશે. તત્વના સ્વરૂપને સમજશે તે જૈન ધર્મ ઉપર અતૂલ શ્રદ્ધા પ્રગટ થશે. નિષધકુમારને અભ્યાસાર્થે ગુરૂકુલમાં મુકવામાં આવે છે. આગળ શું અધિકાર આવશે તે અવસરે કહેવાશે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy