SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કેવી વેદના? છતાં પણ ધ્યાનમાં મસ્ત તારક પ્રભુને ચલચિત્ત કરી શકયા નહિ. સંગમ પિતાના એકએક દાવમાં નિષ્ફળ જવાથી વધારે ને વધારે ગુસ્સે થાય છે. આકુળવ્યાકુળ બને છે. પછી ન ઉપાય શોધે છે. ઉંદરને સંહરી ઉંચી સૂંઠવાળે અને મોટા દાંતવાળે હાથી વિક છે. એ હાથીનું એક પગલું પડે ને ધરતી નમી પડે એવા જોરથી દેડતે, ધસમસતે ભગવાનનાં શરીર પર ધસી આવ્યું. કુટબેલની જેમ ભગવાનનાં શરીરને સૂંઢમાં જકડી, આકાશમાં ઊંચે ઉછાળે છે. આટલા ઉપસર્ગથી પણ તે પાછો હઠ નથી કે હું આ કોના ઉપર શું કરી રહ્યો છું? તે વિચારે છે કે હું એવું કરું કે ભગવાનનાં શરીરનાં કણેકણું થઈ જાય એવા આશયથી પિતાના બે દંકૂશળ પર ઝીલી દાતે ને દાંતે વીંધી નાખે છે. વજ સમા શરીરપર વેદનાના તણખા ઝરવા લાગ્યા, છતાં પણ ભગવાન ચલાયમાન થતાં નથી. કેવા અતુલબળી ભગવાન ! આખા વિશ્વના બળ કરતાં ભગવાનની ટચલી આંગળીનું બળ વધારે છે. સંગમ કેવા વેરભાવથી પાપનું ઉપાર્જન કરી રહ્યો છે. પાપ કરવા માટે પુણ્યની જે યારી જોઈએ તે મળ્યા કરે ત્યાં સુધી એ પાપથી પાછો પડે નહિ. ખરાબ પુણ્ય બાંધ્યા હોય તે તે પાપ કરવાની સગવડતા કરી આપે છે. કરેલા કર્મનું ફળ ભેગવ્યા વિના છૂટકે નથી. જ્ઞાની આત્મા દુઃખને પણ સુખમાં ફેરવી નાખે છે. દુઃખને દુઃખરૂપ ન જોતાં સુખરૂપે જુએ છે. પિતાનાં દુખે દુખી થનારા ઘણું છે. બીજાનાં દુઃખે દુઃખી થનારા બહુ ઓછાં છે. જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી દર્દ ઊભું છે. દેહ છે ત્યાં સુધી દર્દ આવ્યા કરે, જીવને કર્મને સબળ દે, દેહનાં દંડ તે ભગવ્યે છૂટકે, એ જ આદેશ છે ઈશ કે, દુઃખ વ્યાધિ જરા સર્વને આવતા, જ્ઞાની કે મૂર્ખ હે પ્રાણ કોઈ, જ્ઞાની વેદે બહુ ધૈર્ય ને શાંતિથી, મૂખ વેદે સદાકાળ રેઈ.” ભગવાન સંગમના ઉપસર્ગ વખતે વિચારે છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દર્દ દુઃખ આવવાનાં જ છે, કારણકે જીવને કર્મને સબળ દોરે છે. દેહને દંડ તે જ્ઞાની કે અજ્ઞાની, રોગી કે ભગી સહુને ભેગવવાને જ છે. દુઃખ, વ્યાધિઓ અને જરા તે સર્વ કોઇને કમનસાર આવે છે. પણ જ્ઞાની તેને વૈર્ય અને શાંતિથી સહન કરે છે. જ્યારે અજ્ઞાનીને રેતાં–રતાં પણ સહન તે કરવું જ પડે છે. રેતાં કે હસતાં જીવને કર્મ છે તે તે ભેગવવાં જ પડે છે. ભગવાનને સંગમદેવે કેવા ઘેર ઉપસર્ગ આપ્યા, છતાં ભગવાનનાં ચિત્તમાં વ્યાકુળતા ન આવી. અને પિતાના ધ્યાનમાં સ્થિર રહ્યા. ઉત્તમ સંઘયણ હોય એ જ એકાગ્ર ચિત્ત કરી શકે. હલકા સંઘયણ વાળે ધ્યાન કરી શકતા નથી. જે પરિસ્થિતિ સર્જાય તેને અનુરૂપ થવું એ પિતાના હાથની વાત છે. ક્રોધી માણસને વાત-વાતમાં ગુસ્સો આવી જાય છે. જ્યારે મહાપુરૂષો કે જેણે પિતાનાં મનને કેળવ્યું છે તે તે દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખી શકે છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy