SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વધી શકતું નથી, એમ જેના બત તુટયાં તેને વિકાસ થઈ શકતો નથી. બળેવને દિવસ એટલે જઈને ધારણ કરવાનો દિવસ છે, આજે રક્ષા બંધન છે, એટલે બેન ભાઈને રાખડી બાંધે છે તેને અર્થ એ કે મારા જીવનને ભારતને સંપું છું. ગમે તે મુશ્કેલીમાં પણ બહેનની રક્ષા ભાઈ એ કરવાની હોય છે. એક બહેન મુસલમાન ભાઈને રાખડી બાંધે છે. સમય જતાં તે ભાઈ રાજા બને છે અને બેન રાખડી મોકલે ત્યારે યાદ કરે છે. બીજા રાજાની આ બહેન પર કુદષ્ટિ થાય છે, એને મેળવવા માટે તે ચડી આવે છે. ત્યારે બેન ભાઈને ચિઠ્ઠી મોકલે છે અને લખે છે કે મારૂં શિયળ લુંટાવાના ભયમાં છે. તે વખતે રાજા લશ્કર સાથે બીજી જગ્યાએ લડવા જઈ રહ્યા હતા ત્યાં જવાનું બંધ રાખે છે અને પિતાની ફરજ ગણીને તે લડાઈનું કામ સેનાપતિને સેંપીને પિતે બેનના શિયળની રક્ષા કરવા જાય છે. અને બહેનને આફતમાંથી બચાવે છે. આમ આ દિવસને મહિમા ઘણે છે. મહેશ્વરદત્ત નામને એક કરે છે, અને તેની બાજુમાં રીટા નામની છોકરી રહે છે. બંને સાથે રમે છે. અને મોટા થાય છે. રીટા ગરીબ માતાની પુત્રી છે. મહેશ્વર માલદાર પિતાને પુત્ર છે. આ બંનેની જોડી શેભે એવી છે. બંને જીવનસાથી બને તે સારું એમ રીટાની માતા વિચારે છે. મહેશ્વરની બાને રીટાની બા આ વિચાર જણાવે છે. મહેશ્વરી માતા તિરસ્કારભર્યો જવાબ આપે છે. જ્યાં તમારું બેડું અને ક્યાં અમારી મહેલાત? કયાં તમારી ઘરવખરી અને કયાં અમારી જાહેરજલાલી? તમારી પાસે શું છે કે તમારી પુત્રીને મારી પુત્રવધૂ તરીકે સ્વીકારું? આ અપમાન ભરેલો જવાબ સાંભળીને બાઈ હતાશ થઈ ગઈ. ઘેર આવી આંસુડા પાડયા. આ બાજુ મહેશ્વરનું વાસંતી સાથે સગપણ થાય છે. રીટા મહેશ્વરને કહે છે ભાઈ! ભાભી આવ્યા પછી મને ભુલી તે નહિ જાવને? બંને વચ્ચે નિર્દોષતા છે. વિકાર નથી. અને ભાઈ બેનને પ્રેમ છે. તેના પ્રતિક રૂપે રીટાએ ભાઈને રક્ષા બાંધી. યથા અવસરે રીટા પણ પરણી જાય છે. મહેશ્વરદત્તના ભાગ્યેાદય ખીલી ઉઠે છે. એક શહેરમાં બ્લેક ખરીદે છે. ઘેર મોટર છે. વ્યાપાર ધંધા ધમધોકાર ચાલે છે. આ બાજુ રીટાને પતિ જુગારી છે. જે આવે તે જુગારમાં બેઈ નાખે છે. રીટાને ત્રણ ચાર છોકરા થયા છે. ગરીબાઈમાં આખું કુટુંબ પીસાઈ રહ્યું છે અને બાઈ પારકા ઘરનાં કામ કરીને માંડ માંડ પુરૂં કરે છે. છતાં તેને પતિ જુગારને મુકી શકો નથી. જુગારીની દશા અંધ જેવી છે. જુગારી વિવેકને વિસરી જાય છે. રમતા જુગારે રાજ્ય સ્ત્રી હય ગય બધું હારી ગયા, અતિ દુષ્ટ દુર્યોધન કને, સતી દ્રૌપદી કબજે થયા. પતિએ છતાં ખેંયા સભામાં ચીર સતી દ્રૌપદી તણું, પુરૂષે તણું અવિચારથી, સંકટ સહ્યા સતીએ ઘણું.”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy