SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિકાળથી અંતરમાં વિષય-ભેગની ગંદી લાલસા અને વાસના છૂપાએલી છે. ષિષ પ્રત્યે રસ છે ત્યાં સુધી મનમાં અપવિત્ર વિચાર આવે છે. માટે પહેલું કામ અંતરની સફાઈનું કરવાનું છે. આ જીવ અનાદિકાળથી રખડે છે. તેને સત્સંગ કરવાની જરૂર છે. જેણે પ્રભુનું નામ ન જાયું, તેણે જનેતાનું દૂધ લજાવ્યું છે. અંતરના ઓરડામાં અનેક પાપરૂપી કચરાના ગંજ ખડકાયા છે. તેને સાફ કરવાનું સાધન તે સત્સંગ છે. માંડ કરીને મનુષ્યદેહ મળ્યો છે. જે વીતરાગ ભગવંતનું નામ ન જાણ્યું તે અવતાર એળે જશે. કર વિચાર તે પામ.” આત્મ ધર્મને વિચાર કર તે તને તત્વ મળશે. જે ભગવાનને માનતા નથી અને ધર્મને માનતા નથી તેઓ મિથ્યાત્વી જીવો છે. મિથ્યાત્વી મિથ્યાવાણું કાન માંડીને રસથી સાંભળે છે. તમને ભગવાનનું મહામ્ય કેમ આવતું નથી? પ્રભુએ સૂક્ષ્મ વાત પણ કેવી સરસ રીતે કહી છે.? અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી હારિણી મેહ તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી છે, ઉપમા આપ્યાની જેને તપા રાખવી તે વ્યર્થ આપવાથી નિજમતિ મપાઈ મેં માની છે, અહે! રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જીનેશ્વર તણી વાણી જાણી તેને માણી છે. પરમાત્માની વાણી અપૂર્વ અલોકિક છે. તેની કિંમત તે કઈ ભાગ્યશાળી વિરલ વ્યકિતને જ થાય છે. જેમાં નય, નિક્ષેપા, પ્રમાણ, કાર્ય, કારણે વિગેરેનું ઘણું ઘણું વણને કય છે તેને યથાર્થ રીતે જાણે. લાખ રૂપિયાના હીરાને કોઈ પચાસ હજારને કહે તો હિરાની કિંમત તે જેટલી છે એટલી જ છે. પણ કિંમત કરનારની કિંમત ઘટે છે. જ્યાં પ્રભુ-વાણીને આદર નથી ત્યાં ઉપદેશની પણ અસર નથી. જ્ઞાની કહે છે કે ગર્ભને જીવ પણ દેવકમાં જાય છે. વીર્ય અને વૈક્રિય લધિથી ધર્મ સાંભળી શ્રદ્ધા કરી દેવાયુ બાંધી દેવલોકમાં જાય છે. તેને એ વિચાર થાય છે કે મેં સંતને આશ્રય લીધે નહીં. હે ભગવાન! કયારે આ સુંદર પેગ આવે કે હું સંત સમાગમ કરૂં ! પ્રત્યેક માસને જીવ વૈકિપના પંદર ઘરમાં જાય. દશ ભવનપતિ ૧ વાણવ્યંતર, પહેલા બે દેવલેક ને પહેલી નઈ, બે મહિનાથી નવ મહિનાને જીવ પણ દેવલોકમાં જઈ શકે છે. અને નરકમાં પણ જઈ શકે છે. કોઈ કહે “અરે આ છોકરાએ કયા પાપ કર્યા હશે કે તે આંધળે આવે, રેગી આવ્યો ? ” ગર્ભમાં જીવ સારી ભાવના કરી શકે છે તેમ જ ખરાબ ભાવના પણ કરી શકે છે. ગુરૂ મહારાજને બેધ સાંભળીને શભવિચારે જાગે અને તેમાં જે આયુષ્યને બંધ પડી જાય તો દેવલેકમાં જાય છે. ગૌતમસ્વામીએ પૂછયું. “ગર્ભને જીવ નર્કમાં કેવી રીતે જાય છે ? ” ભગવાન કહે છે કે હે ગૌતમ! નર્કમાં જનારા તે જીવને વીર્યલબ્ધિ અને વક્રિયલબ્ધિ હોય છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy