SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ - ઘા નથી. ” દુઃખ, ત્યાંની અશુચિ વિગેરેનો ખ્યાલ છે તે આવી કોટડીમાં ફરી પુરાવાની ઈચ્છા ને કરે. તમને ગર્ભનું વર્ણન સાંભળ્યા પછી ત્રાસ છૂટતે હેય તે હવે એવી જમ્બર સાધના કરે કે ભવનાં દુઃખને અંત જ આવી જાય, ફરીને જન્મ જ ન લેવું પડે એવી સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય. “गष्भाइ मिज्जंति बुयाबुयाणां णरा परेपंचसिहा कुमारा ।... जुवाणगा मज्झिम थेरगा य, चयंति ते आउखए पलीणा. ॥१०।। सूय० २००७ કેટલાક જીવ ગર્ભમાં મરી જાય છે. આ દુનિયા પણ જોઈ નથી. કેટલાંક જન્મતા જન્મતાં માતાનું જોશ આવી જાય કે ડોકુ-ગરદન ભીંસમાં આવી જાય અને મરી જાય. આ શું ધર્મ કરી શકે? તમે કેટલાં પુણ્યશાળી છે? કેટલાંયે બાળમેંવાળા ન ઉતાર્યા હોય અને મરી જાય છે. કેટલાંક જુવાનજોધ થયા ને પીઠીભર્યા મરી જાય છે. અને પ્રૌઢ અવસ્થામાં પણ કેટલાંય મરી જાય છે. કેટલાંય વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. આયુષ્ય પૂરું થયા પછી કેઈ રહી શકતું નથી. મેતિના ભણકારા વાગે એની ખબર પડતી નથી, મત કયારે આવશે એની ખબર પડતી નથી, મતને અટકાવવાની જડીબુટ્ટી જડતી નથી.” મોત ક્યારે આવશે એની કોઈને ખબર પડતી નથી. પિતે ગયે હોય માંદાને જેવા હોસ્પીટલમાં, એમાં પોતે જ મરી જાય છે, અને માંદો આવી જાય છે. આવા અનેક બનાવે તમે પ્રત્યક્ષ નિહાળે છે ને? ઘણને ખભે ઉપાડી મૂકવા જાવ છે, સ્મશાનમાં જઈ અંતિમ ક્રિયા કરતાં “મારે પણ મરવાનું છે” એમ થાય છે? આજે માન માત્ર સ્વાર્થ સિવાયના વિચારો કરી શકતા નથી. કારણ આખું જીવન સ્વાર્થ મય બની ગયું છે. પિતા મૃત્યુ પામે તે પુત્ર એ હિસાબ ગણશે કે મારા માટે શું મૂકી ગયા? પિતા લાખ રૂપિયા મૂકી ગયા હોય તે છોકરાને કેટલો સંતોષ થાય. અને જે કંઈ ન મૂકી ગયા હોય તે કેટલું દુઃખ થાય? મૂડીનું તમને મહાત્મય આવે છે, પણ આપણા પરમ પિતા અનંતજ્ઞાની પરમાત્મા જે જ્ઞાનની મૂડી મૂકી ગયા છે તેનું મહાભ્ય તમારા હૃદયમાં કેટલું છે? આ જ સાચું નિધાન છે. સાચી પુંજી છે. અજ્ઞાની જેને ભગવાનની વાતમાં શંકા આવે છે. જેનાથી ભવબંધન છૂટી જાય તે વાત હદયમાં ઉતરતી નથી. અને જે ભાવ વધારનાર છે, બંધમાં જોડનાર છે, ક્ષણિક છે તેના પર કેટલે મોહ છે? કેટલી આસક્તિ છે? આવ્યું હતું તું છેડવા, બાંધીને શાને જાય છે, સ્વમાંથી તું પરમાં જઈ, શાને વધુ રીબાય છે (૨) ચેતી જા, આતમ ચેત હવે, અવસર ચાલ્યા જાય છે. (૨)”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy