SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ in બાંધતા માંધતા મરી જાય તા અપર્યાપ્ત કહેવાય. જેને જેટલી પર્યાપ્ત હૈાય તેટલી ન બાંધે અને તે પહેલા મરે તે તે અપર્યાપ્ત અવસ્થામાં મરણ પામ્યા કહેવાય. પર્યાપ્તિ બાંધવાની શરૂઆત અનુક્રમે કરે છે અને પર્યાપ્તિ સાથે થાય છે. કેટલાક કહે છે કે જેટલાં શ્વાસેાશ્વાસ લેવાના લખ્યા હોય તેટલા લેવાય પણ આયુષ્યને અંધ સામી ગતિમાંથી થઈ જાય છે અને એ ગતિમાંથી નીકળ્યે એટલે તરત આયુષ્ય ભાગવવાની શરૂઆત થઈ જાય છે. ગર્ભમાં આવેલેા જીવ પ્રથમ સાત દિવસમાં ચાખાના ધાવણ જેવા તેલદાર થાય છે. ચૌદ દિવસ સુધીમાં પાણીનાં પરપાટા જેવા આકારમાં આવે છે. એકવીશમા દિવસ સુધીમાં નાકનાં શ્લેષ્મ જેવા અને અડાવીશમા દિવસ સુધીમાં અડતાળીશ માસા જેટલે વજનદાર થાય છે. પહેલે મહિને ખેરના ઠળીઆ જેવડા, ખીજે કાચી કેરી જેવા– ત્રીજે માસે પાકી કેરી જેવા થાય છે. ચાથે માસે કણિકના પીડા જેવડા થાય છે, તેથી માતાનુ' શરીર પુષ્ટિ પામે છે. પાંચમે માસે પાંચ અંકુરા કુટે છે. બે હાથ, એ પગ, પાંચમુ' મસ્તક અને છેડે માસે રૂધીર તથા રામ નખ ને કેશની વૃદ્ધિ થાય છે. સાતમે માસે સાતસેા શીરા એટલે રસહરણી નાડીઓ બંધાય છે. આઠમે માસે સવ અગ-ઉપાંગ પૂછ્યું ઉત્પન્ન થાય છે, નવમે માસે સ` અવયવ સાથે શરીર મજબૂત થઈ જાય છે. ગર્ભસ્થ જીવ મહાકષ્ટ અને મહાપીડા ભાગવે છે. જેમ કેાઇ પુરુષને કોઢ તથા પિત્તનું થયુ' હાય અને શરીરમાંથી પરૂ વહેતુ હાય તેને સાડાત્રણ ક્રોડ સેાય અગ્નિમાં ધખાવીને તેના સાડાત્રણકાડ રૂવાડામાં પરાવે, તેના ઉપર ખાર અને ચુનાનું પાણી છાંટે તે પછી આળા ચામડાથી મઢીને તડકે નાખે અને દડાની જેમ અથડાવે તે તેને કેટલી વેદના થાય ? ગર્ભસ્થ બાળકને પહેલે મહિને આવી વેઢના ભેાગવવી પડે છે. તેથી બીજે મહિને ખ઼મણી, ત્રીજે મહિને ત્રણગણી એમ નવમે મહિને નવગણી પીડા થાય છે ગર્ભાવાસની જગ્યા નાની છે. અને ગનુ શરીર માટું છે. ગભ'માં નવમાસ ઊંધે માથેલટકી રહેવુ પડે છે. તે વખતે એ ઢીંચણુ છાતીમાં ભરાયેલા અને એ હાથની મુઠી આંખે। આડી દીધેલી ડાય છે. માતાની વડીનીત ગર્ભના નાકની દાંડી ઉપર થઈ નિકાલ થાય છે. ખેડેલી માતા ઉભી થાય તે આકાશમાં ઉછાળ્યે એમ લાગે, હેઠે બેસે તે પાતાળમાં પેસી ગયા એમ લાગે. માતા રસેાઇ કરે ત્યારે ઈંટની ભઠીમાં મળતા હાય તેમ લાગે, માતા દળતી હોય તા પાતે કુંભારને ચાકડે ચડયા છે એમ લાગે. માતા ચત્તી સુવે તે ગર્ભ પર સવામણુની શીલા પડી હાય તેમ લાગે. ગર્ભ કાળ પૂરા થાય ત્યારે માતા તથા ગર્ભની નાભીથી વિંટળાએલી રસહરણી– નાડી ઉખડી જાય છે ત્યારે જન્મ થવાની તૈયારી થાય છે. તેમાં માતા તથા ગર્ભના પુન્યનું તથા આયુષ્યનું ખળ ડ્રાય તેા સીધે-સીધા પ્રસવ થાય છે, જો મને ભારેકમી હાય,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy