________________
૧૭
ગયે, ત્યારબાદ તેના ઉપરથી ડીટીયું કાઢી નાખ્યું તેથી આ આકાર બની ગયે... કુમળા ઝાડની જેમ નાના છોકરાને જેમ વાળીયે એમ વળે છે જેવી ટેવ પાડવી હોય એવી નાની ઉંમરમાં પડે છે. સારી ટેવ પાડવી કે ખરાબ એ માબાપના હાથમાં છે. વડીલેએ એક આંખમાં પ્રીતિ અને એક આંખમાં ભીતિ રાખવી જોઈએ. માબાપ ઉપરથી છોકરા ઓળખાય છે. આ પ્રેમચંદભાઈના દીકરા, આ મગનશેઠના દીકરા, એમાં શું કહેવાનું હોય? મોરના ઈંડાને કાંઈ ચીતરવા ન પડે.
પહેલાના જમાનામાં ગુરૂકુળની વ્યવસ્થા હતી. ગામથી દૂર ગુરૂકુળ હતાં. રાજાને કુંવર હોય કે ગરીબને પુત્ર હોય. પણ બધા વિદ્યાથી ગુરૂકુળમાં સાથે ભણતા. નાતજાતને ભેદ ન હતું. ગુરૂ પણ બધાને ભેદભાવ રાખ્યા વિના શિક્ષણ આપતાં અને વેતન લેતા નહીં, ભેટ આપે એ ગ્રહણ કરતા. સૌથી પહેલાં કચરો કાઢવાનું, પાણી ભરવાનું વગેરે કામ કરાવતા. રાજાને કુંવર હોય તો પણ તેને કામ કરવાનું રહેતું. ગુરૂકુળમાં વિદ્યાથીઓને ખૂબ સુંદર સંસ્કારનું સીંચન થતું. તેઓ ભણીને ગુરૂને ઉપકાર કદી નહીં ભૂલતા. આજની શિક્ષણ પદ્ધતિ ઘણું કઢંગી બની ગઈ છે. વિદ્યાથીઓ ગુરૂનું માન જાળવતાં નથી. છોકરાએ ભણવા જાય પણ તેના પર કોઈને અંકુશ રહ્યો નથી. એકાદ પિરીયડ ભરી સીનેમા જેવા ચાલ્યા જાય, તે પણ કઈ કહેનાર નથી. આજના સમાજનું નૈતિક ધોરણ કેટલું નીચે જઈ રહ્યું છે?
જે કુટુમ્બમાં સંતાને વિવેકી, સદાચારી અને સંસ્કારી હોય તે ઘરમાં પગ મૂકતા જ ખબર પડી જાય. કેળવાયેલી કન્યા સાસરે આવે તે તેના સંસ્કાર અછાના ન રહે. તે ઘરના દરેક સભ્યને યથોચિત વિવેક સાચવે. તેનાં પરિચયમાં આવનારને પણ મનમાં તે જરૂર એમ થઈ જાય કે આપણે પણ આપણે બાળકોને આવા સંસ્કારી બનાવવા જોઈએ. સંસ્કારી બાળકમાં વિનય ખૂબ જોવા મળે છે, વિ=વિશેષ, નય=દોરી જવું = લઈ જવું વિશેષે જે મેક્ષ તરફ લઈ જાય, એનું નામ વિનય. જેનામાં વિનય હશે તે કોઈની આશાતના નહીં કરે. કેઈને ભૂલથી વાગી ગયું હોય તે તેની ક્ષમા માગી લે. એની વાતચિતમાં અને ભાષામાં સંસ્કારીતા હશે. તે કોઈની નિંદામાં ભાગ નહીં લે. તે માને છે દરેક જીવને દુઃખ અળખામણું લાગે છે. તે બીજાને દુઃખ થાય, એવું હું શા માટે કરું! આગળ વધવું હોય તે દરેક પ્રાણીઓ ઉપર મૈત્રીભાવ રાખવો જોઈએ, વેરભાવ નહીં. ગુણવાનને જોઈને તેના ગુણ પ્રત્યે પ્રમોદભાવ આવવો જોઈએ, પણ કોઈની ઈર્ષા ન થવી જોઈએ. દીન-દુઃખી જેને જોઈને તેના ઉપર કરૂણાભાવ આવ જોઈએ. જે અવળે માર્ગે ચાલવાવાળા છે, જેને ઉંધે માર્ગે જ જવું છે, એને તમે ગમે તેવી સલાહ આપે, છતાં તે પોતાના જીવનને સુધારવા જ ન માગતા હોય એવા ઓ ઉપર માસ્ય ભાવ રાખવું જોઈએ.