SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છવકર છે. એક વખત શેઠની વરસગાંઠને દિવસ છે. ઘરમાં દુધપાકના તાવડા મૂકાયું છે. એક બાજુ ચટણી વટાય છે. પૂરી થાય છે. બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. જીવકર શેઠાણી કહે છે, “દીર્ધાયુ ભેગ.” શેઠ આજે ખૂબ આનંદમાં આવી ગયા છે, અને શેઠાણીને કહે છે. માગ માગ, તું માગીશ તે આપીશ. શેઠાણીએ પ્રત્યુત્તર વા. હું જે માગીશ તે તમે આપી શકશે? જરૂર આપી શકીશ, કેમ નહીં આપું! શેઠાણી કહે છે કે મારી તે ઘણું વખતથી એક ઈચ્છા છે કે આપણે અઢળક દ્રવ્ય છે તે તેને સદ્વ્યય કરીએ. એક સદાવ્રત બાંધીએ અને દુઃખી દરિદ્રી–ગરીબ સૌ ત્યાં આવીને ભજન કરી જાય. અને આપણને સુપાત્રદાનનો સુઅવસર પ્રાપ્ત થાય. પહેલાંના માણસો બીજાને જમાડીને જમતાં. ઉદારતાનાં ઊંચા નમૂના હતા. “ઉદારતાને ઉંચો નમુને, જેની જોડી તે હજુએ નથી રે, સ્વદેશ રક્ષણ ધર્મની ખાતર, દ્રવ્યની રેલે જેણે રેલી હતી એ, એક દિન જેઓ ભારત-વર્ષનું ભૂષણ થઈને શેલ્યા હતા એ.” આગળના જેને કેવા હતા? વીર ભામાશા, જગડુશા. જેને જે દુનિયામાં ન જડે, એવા વીર પુરૂ થઈ ગયા છે. સ્વદેશ માટે પૈસાની રેલમછેલ કરી હતી. આજે લોકે છાસના પૈસા લે છે. પહેલાનાં લેકે છાસ લેવા જતા ત્યારે જેની સ્થિતિ સાધારણ હોય તેની દેણીમાં સેનામહેર નાખી દેતાં. આવું ગુપ્તદાન કરતાં. આજે કયાંય કયાંય આવા શ્રાવકે ઝબકે છે. બાકી મોટે ભાગે તે પાટીયાદાન દેનારા વધારે છે. ગુપ્તદીન દેનારા ઓછા છે. પહેલાં કેઈ શ્રાવકને ત્યાં હજાર ગાય, કેઈને ત્યાં બે હજાર, દશ હજાર ગાયે હતી. આજે તે ગોધન કતલખાને જઈ રહ્યું છે. શ્રીમંત મોટર રાખવા ગેરેજ રાખે છે પણ એક ગાય રાખવા તેને ત્યાં જગ્યા નથી. પહેલાનાં લોકોને ગોધનની કિંમત હતી. ગાય, બળદ આદિ અનેક રીતે ઉપગી છે એમ માનતાં. અને આજે તે ટ્રેકટર વાપરવાથી બળદ ખેતીના કામ માટે નિરુપયેગી બની ગયા છે, અને કતલખાના વધી ગયા છે. નિર્દોષ પશુઓની કલેઆમ થઈ રહી છે. જીવકોર શેઠાણી કહે છે “આપણે આંગણે આવેલાને ભેજન કરાવવું.” શેઠે પણ મંજુરી આપી. જીવકોર શેઠાણી પ્રેમથી અતિથિને જમાડે છે. દીકરાને જમાડે એવી રીતે અતિથિને જમાડે છે. કેઈને તિરસ્કાર પણ કરતા નથી. હુંકારે-તુકારે પણ કરતાં નથી. ઘણું લેકો દાન આપે છે પણ બે ચાર સંભળાવીને આપે છે. દાન આપી અભિમાન કરે છે. દાન આપવામાં જે ભાવ જોઈએ એ ભાવ આવતું નથી. જે દાન આપે તેમાં જેવી ભાવના હોય એવું ફળ મળે. ગેળ નાંખે એવું ગળ્યું થાય. આ શેઠશેઠાણીના હૈયામાં ધર્મ છે, એમની ઉદારતાની વાત બધે ફેલાણી. ગામે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy