SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું કાંઈ બની શકે નહિં. નીલાબહેને ઘણી રીતે સમજાવ્યા પણ નાની ‘હા’ ન થઈ. નીલાબહેને ફરીથી દાણે દાબી જોયે, એમ એક વાર, બે વાર અને ત્રણ વાર વાત કરી છતાં નારંગીલાલ માન્યા નહિ. એટલે નીલાબહેને બીજી યુક્તિ અજમાવી અને દ્રઢતાથી કહ્યું, “જે કાલે મદદ નહીં કરે તે હું અનશન ઉપર ઉતરીશ. આવી મુસીબતમાં વેર રાખવું કઈ રીતે ઉચિત નથી. વેરથી વેર શમે ના કદાપિ, આગથી આગ બુઝાય ના, હિંસાથી હિંસા હણાય ના કદાપિ, શોથી શાંતિ સ્થપાય ના, બોમ્બના બનાવનાર વૈજ્ઞાનિકને એક દિ જરૂર પરતાવું પડશે, પ્રભુ મહાવીરે ચિંધ્યા રાહે જાવું પડશે . (૨) નીલાબહેન કહે છે, વેર રાખવાથી વેર વધે છે. તમે વેરઝેર ભૂલીને મદદ કરે. સ્ત્રીહઠ એટલે પૂછવું જ શું? ખૂબ રકઝક પછી નારંગીલાલને નમતું મૂકવું પડયું. ઠીક ત્યારે, તમારું માન્યું અને અમારૂં ગયું. નારંગીલાલ આનંદીલાલને પિતાને ઘેર બેલા છે. આનંદીલાલને એમ થાય છે કે, “આ મારી પડતી દશા જોઈને મને બેલાવીને મારી મશ્કરી કરશે તો!છતાં મારે તે જવું જોઈએ. એમ વિચારી ઘણું સંકોચ સાથે આનંદીલાલ નારંગીલાલને ત્યાં જાય છે. આનંદીલાલને જતાં નારંગીલાલ પ્રેમથી બેલાવે છે. આગતા-વાગતા કરે છે અને આશ્વાસન આપતાં પૂછે છે, હમણાં કેમ નર્વશ દેખાવ છે? તમારી વાત સાંભળી છે. આજથી હું તમારા મિત્ર છું, દુશ્મન નથી. ખુલ્લા દિલે કહો, તમારે કેટલા નાણું જોઈએ છે? અને તમારૂં દેવું કેટલા રૂપિયા આપું તે પૂરું થાય એમ છે. આવી વાત સાંભળીને આનંદીલાલ આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે મને સ્વને પણ ખ્યાલ નહોતો કે જેને હું દુશ્મન ગણું છું, જેની સાથે મારે ત્રણ પેઢીથી વે છે, તે મને પૈસા આપવા તત્પર છે ! તે કહે છે જે બે લાખ રૂપિયા મળે તે બધું પતી જાય તેમ છે. તરત આનંદીલાલને બે લાખ રૂપિયાને ચેક લખી આપે છે અને કહે છે, ત્રણ શરત તમારે મંજૂર રાખવી પડશે. શરતનું નામ સાંભળીને શેઠ વિચારમાં પડી જાય છે. વળી કેથળામાંથી શું બિલાડું કાઢશે? છતાં પૂછે છે, કહો શી શરત છે? ત્યારે નારંગીલાલ કહે છે. મેં તમને રૂપિયા આપ્યા તે વાત કંઈને કરવાની નહિં, બીજું વ્યાજ લેવાનું નથી અને ત્રીજી શરત એ, કે રૂપિયા પાછા દેવા માટે જરાય ઉતાવળ કરવાની નથી. આ શરતે સાંભળીને રાજી થઈ તેમને ઉપકાર માની ઘરે જાય છે. આ ચેકના પૈસા મળતાં આનંદીલાલની આબરૂ બચી જાય છે. પાછે વેપાર ધમધોકાર ચાલવા માંડે છે. સારા પૈસા મેળવે છે. એકવાર આનંદીલાલનાં જન્મદિવસે તે નારંગીલાલના ઘરનાને તેમજ અન્ય સગાસ્નેહીઓને જમવા બેલાવે છે. નારંગીલાલની પાસે બેસીને તે કહે છે કે, જે તે દિવસે તમે મને મદદ ન કરી હોત તે હું રખડતે ભિખારી બની જાત. પણ તમારી મદદથી હું પાછો સારી સ્થિતિમાં આવ્યું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy