________________
એને પુરૂષાર્થ કહેતાં નથી. આત્માને લગતી ક્રિયા કરવી એને પુરૂષાર્થ કહે છે. જે માત્ર વૈભવ ખાતર મજુરી કરે છે. અને પૈસા કમાવવા માટે ગદ્ધાવૈતરું કરે છે. જે સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ કરે તે અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. જીવને મોહ નિંદ્રા એવી છે કે એને ઉઠવાનું મન થતું નથી કેઈક ઉઠાડનાર જોઈએ તમારા છોકરાઓ પરિક્ષા આપવાનાં હોય અને વાંચતા વાંચતા ઊંઘી જાય તે તમે કેવા ઊડાડો છે ? અને એને જલ્દી તૈયાર કરીને પરીક્ષા આપવા મોકલે છે. જે મેડા પહોંચે તે અંદર બેસવા ન મળે, નાપાસ થાય, વરસ બગડે. ઊંઘ ઊડતી ન હોય તે તમે આંખે પાણી છાંટવાનું કહેશે કે જેથી ઊંઘ ઊડી જાય. તમે તે માટે કેટલી કાળજી રાખે છે? એવી જ રીતે જ્ઞાની પુરૂષ કહે છે કે તારી પરીક્ષાને સમય આવી ગયેલ છે. મનુષ્ય ભવની અંદર એવા પેપર ભરી લે કે તારે ઉદ્ધાર થઈ જાય. જ્ઞાની પુરૂષે આપણને ઊઠાડી રહ્યા છે, ઢોળી રહ્યા છે. વીતરાગની વાણીનું પાણી છાંટો જેથી ઊંઘવાનું મન થાય નહીં. જેમની મોડનિંદ્રા ઊડી ગઈ છે એને અવશ્ય ઉદ્ધાર થશે. વૈભવમાં નહીં રાચતા, વિષય અને વિકારમાં નહીં રાચતા. હું મારા નિજ-સ્વરૂપને જાણું. આ પુરૂષાર્થ કરે તેને જ્ઞાનીએએ સાચો પુરૂષાર્થ કહ્યો છે. તો મજુરી મૂકીને હવે સાચે પુરૂષાર્થ કર. ઉત્તમ માણસોને સંગ થે, આજ્ઞાંકિત સ્ત્રી મળવી, શરીર નિરોગી મળવું એ મહાભાગ્યની નિશાની છે.
ઊંચની સંગત ધર્મ શું યારી, પુત્ર સુપુત્રને વેવસુ નારી, ઘરમાં હેય સંપદા, નિરોગી કાયા એ ખટ બોલ તો અન્ય પસાયા, નીચની સંગત કર્મ શું પ્યારી, પુત્ર, કુપુત્ર ને વાદીલી નારી, ઘરમાં હેય આપદા ને રેગીલી કાયા, એ ખટ બેલ તે પાપ પસાયા ”
સારા માણસે પાસે બેઠક મળવી, સંતપુરૂને સંગ થવો એ મહાભાગ્યની નિશાની છે. હજી પણ તમોને મહાત્માઓને સાંભળવાની પણ અંદરથી રૂચી પડી છે. સતસંગ કરવા જેવું છે અને કુસંગ છેડવા જેવું છે. એવું હૈયે બેઠું છે એ પણ તમારા પુણ્યદય છે. ઘોર પાપી માણસ પણ સમાગે ચડીને કર્મના ભૂકા ઉડાવી દે છે. અને સારે અને સજન માણસ કુસંગે ચડવાથી દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. વંકચૂલ જેવો ચોર ધર્મિષ્ઠ મા-બાપને ત્યાં જન્મેલ છતાં કુસંગથી નીચે પડશે. પરદેશી રાજાને કેશી સ્વામીને સંગ થયે. અર્જુન માળીને મહાવીરને સંગ થયે, અને જીવન સુધારી લીધું. નદી વહેતી હોય ત્યાં હરિયાળી છવાઈ જાય. તેમ જ્ઞાનગંગા વહેતી હોય ત્યાં જીવનબાગ હરિયાળ બને છે. જૈન ધર્મ ઉત્તમમાં ઉત્તમ છે. એમાં શંકાને સ્થાન નથી. આ માર્ગે આવ્યા વિના ઉદ્ધાર થયું નથી અને થવાને પણ નથી ધર્મથી આત્માને ઉદ્ધાર થાય છે. જયાં ત્યાં જાય પણ આ ઘરે આવ્યા વિના છૂટકે નથી. પણ તમને તે વળગાડ કેટલા વળગ્યા છે!