SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાસ ૯૨૭ પીગળી જાય છે. ઘણી વખત વથી દૂધ, ઘી ઢોળાઈ જાય અગર કંઈ ફૂટી જાય તે જે વહુ નમ્રતાથી કહે કે બા ! મારાથી દૂધ ઢળાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ તે સાસુ કહેશે કે કંઈ વાંધો નહિ. બેટા ! ભલે ઢળાઈ ગયું પણ તમે દાઝયા નથી ને? એમ કહેશે, પણ જે દૂધ ઢળાઈ જાય ને સાસુ કંઈ કહે ત્યારે વહુ એમ કહે કે એમાં શું થઈ ગયું ? તે માટે ઝઘડો થઈ જાય, પણ સરળતા અને નમ્રતાથી સામી વ્યક્તિનું દિલ પીગળી જાય છે. રાજાએ સંન્યાસીને હાથ જોડીને કહ્યું કે આપના અંતરના ભઠ્ઠામાં પ્રગટેલે પશ્ચાતાપ એ જ આપના પાપનું પ્રાયશ્ચિત છે. રાજાને શિક્ષા કરવાને જેટલે અધિકાર છે. એટલે જ અધિકાર ક્ષમા આપવાનો પણ છે. ખરેખર તે આપને કોઈ ગુને જ નથી છતાં આપ ગુને માને છે તે હું તમારા અપરાધને માફ કરું છું પણ જેના હૈયામાં પશ્ચાતાપની અગ્નિ પ્રગટી હોય તેને પ્રાયશ્ચિત કર્યા વિના કેમ શાંતિ વળે? એને સંતોષ ન થશે. ઘણું કહેવા છતાં રાજાએ પોતાના અપરાધની એને શિક્ષા ન કરી ત્યારે એ સંન્યાસીએ રાજાની તલવાર લઈને પોતાની જાતે જ પોતાના જમણા હાથનું કાંડુ કાપી નાખ્યું. રાજા કહે છે મહા મા ! તમે આ શું કર્યું ? આપને પશ્ચાતાપ જ એ હતો કે પાપ ધોવાઈ જાય. રાજાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા, ત્યારે સંન્યાસી કહે છે મહારાજા ! આપ રડશે નહિ. મેં મારા પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. આ હાથે માલિકની રજા વિના ફળ તેયાં એટલે એને શિક્ષા ભેગવવી પડી. હવે ફરીને એવી ભૂલ નહિ કરે. રાજા તે આ દશ્ય જોઈને બેભાન બની ગયા. થોડી વારે ભાનમાં આવ્યા ત્યારે કહે છે મહાત્માજી! શું તમારી પવિત્રતા છે ! તમે સાચા સંત છે. તમારા જેવા સંતે પાપીને પુનિત બનાવી શકે છે. સંન્યાસી રાજાને ઉપદેશ આપીને હસતા ચહેરે પિતાના મોટાભાઈ પાસે આવ્યા. પિતાના ભાઈની પવિત્રતા જોઈને એને પણ ખૂબ આનંદ થયે ને બેલી ઊઠ, હવે આપણે જિનશાસનની સ્કૂલમાં દાખલ થઈ શકીશું. હવે વાંધો નહિ આવે. બંધુઓ ! આ બંને ભાઈઓ જૈન સાધુ બન્યા ન હતા પણ બનવાની તીવ્ર ભાવના હતી કડક નિયમ પાળતા હતા. જૈન સાધુ બનવાની તૈયારીમાં હતા તે પહેલાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું. આપણે કહીએ છીએ ને કે અન્યલિંગે સિદ્ધ થાય તે રીતે આ સંન્યાસીઓએ જૈન મુનિને વેશ પહેર્યો ન હતો પણ એમની શ્રદ્ધા તે જૈન ધર્મની હતી. જૈન સાધુ બનવાના ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી તેઓ એમના આત્માનું કલ્યાણ કરી ગયા. બાહ્ય વેશ ગમે તે પહેર્યો હોય પણ જે સાધુપણાના ભાવ ન આવે તે કલ્યાણ થવું મુશ્કેલ છે. જે તમારે પણ જલદી કલ્યાણ કરવું હોય તે રાગ છોડે. રાગ જે કોઈ રેગ નથી ને જિનવચન જેવી કે ઔષધિ નથી. રાગ એ ચેપી રોગ છે. જેમ કેઈને ડિપ્ટેરીયા થયે હોય તે ત્યાં કઈને ઉભા રહેવા દેતું નથી તેમ રાગ એ હિથ્થરીયા જે ચેપી રોગ છે. એને નાબૂદ કરવા માટે જિનવચનરૂપી ઔષધિનું પાન કરે તે અવશ્ય કલ્યાણ થશે,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy