________________
શારદા સુવાસ બંધાવી શકાશે પણ આપના જેવા ઉપકારી શેઠના ઉપકારને બદલે વાળવાને લાભ કરીને નહિ મળે. મકાનની ચિંતા કરતા માણસની ચિંતા મેટી છે. તમારી આબરૂ રહેશે. જીવ બચશે તે મારે મન મકાનને મજલે જણાવ્યા કરતા પણ માટે આનંદ છે. આમ કહીને સુથાર શેઠને પોતાને ઘેર લઈ ગયે ને રૂપિયા દશ હજાર રોકડા ગણી આપ્યા. તે લઈને શેઠ રાતે ને રાતે વિધવા માતાને ઘેર આપી આવ્યા.
વિધવા માતાની થાપણુ ચૂકવાઈ ગઈ એટલે શેઠને શાંતિ થઈ પછી પિતે ખૂબ મહેનત કરવા લાગ્યા. દુઃખમાં પણ ધર્મ અને પ્રમાણિકતા છોડી નહિ. એક બે વર્ષ કપરા દુઃખમાં પસાર થયા પછી શેઠના પુણ્યને ઉદય થયો ને હતા તેનાથી વધુ સુખી થઈ ગયા. એટલે પેલા સુથારને બોલાવીને શેઠે તેને દશ હજારના ડબલ કરીને રૂપિયા આપ્યા, ત્યારે સુથારે કહ્યું- શેઠ ! મારે ડબલ રૂપિયા ન જોઈએ. શેઠે કહ્યું ભાઈ ! તે તે ખરા સમયે મારી લાજ રાખી છે, માટે તારે લેવા જ જોઈએ. સુથારે કહ્યું–મેં તે કંઈ કર્યું નથી. આપને જ પ્રતાપ છે. મેં તે મારી માનવ તરીકેની ફરજ બજાવી છે, પણ શેઠે ખૂબ કહ્યું એટલે પિતાના દશ હજાર રૂપિયા લીધા. આવા માણસે માનવ જીવન પામીને સુવાસ ફેલાવી પિતાનું જીવન સફળ બનાવી જાય છે. પેલી વૃદ્ધ માતાએ પણ એના ભાઈને સહાય કરીને ભાઈબીજને દિવસ સફળ બનાવ્યું.
ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. ૨૭નેમિએ રાજેમતીને કહ્યું હે રાજેસતી ! આપણે સંસાર સુખની મેજ માણીને ચારિત્ર અંગીકાર કરીશું. આ તારી સુકેમલ કાયાને સંયમ તપની આકરી કસેટીએ ચઢાવી શા માટે કચરી નાંખે છે? પુષ્પ કરવા માટે નથી, સૌરભ લેવા માટે છે. તું આ વેત વસ્ત્ર તજી દે. જીવનની પ્રગતિ ત્યાગમાં નથી, સંસારના ઉપભેગમાં છે. રહનેમિ પિતે સાધનાની સડક ઉપર છે તે સાવ ભૂલી જ ગયા છે. અરે, પિતાની જાતને પણ પિતે ભલી ગયા છે. રાજુલની કમળ જેવી કાયામાં કામણ થયેલા રહનેમિને ક્યાંથી ખ્યાલ હોય કે કમળ કાદવથી સદા અલિપ્ત હોય છે. અંધકારમાં દેખતા ઘૂવડને પ્રકાશના મહિમાને
ખ્યાલ કયાંથી હોય? તારલાના તેજમાં અંજાઈ જનાર અજ્ઞાનીને ચંદ્રના તેજની કયાંથી ખબર હોય? રામતીએ જાણ્યું કે રહનેમિનું મન ચલાયમાન થયું છે. એને ઠેકાણે લાવવા માટે કડક બનવું પડશે.
दण रहनेमि तं, भग्गुजोय पराजियं ।
राईमई असंभता, अप्पाणं संवरे तहिं ॥३९॥ જેમતી સાધ્વીએ જોયું કે સ્ત્રી પરિષડથી પરાજિત થઈને રહનેમિને ઉત્સાહ સંયમ તરફથી નષ્ટ થઈ ગયા છે, ત્યારે તે સંયમથી ભ્રષ્ટ થયેલા રહનેમિને જોઈને ભાનવાળી બની ગઈ અર્થાત પિતાના આત્માના વીયૅલ્લાસથી શીલનું રક્ષણ કરવા માટે દઢ મનવાળી