________________
શારદા મુવાસ
૮૭૯ સનાતન આત્મા. જન્મ લીધે ત્યારથી મરણ સુધી આ કાયાની વેઠ કરનારે હું એમાં એ અટવાઈ ગયે છું કે આ કાયા ભૂખી થઈ તે એને ખવડાવવું, થાકી ગઈ તે એને સૂવાડવાની, મેલી થઈ તે એને નવડાવવાની, ઈન્દ્રિયને વિષની ઈચ્છા થાય તો એને ઈષ્ટ વિષયોની તૃપ્તિ કરાવવી, એ માટે પૈસાની જરૂર પડે એટલે કમાવાની વેઠ કરવાની, કાયાના સગાસંબંધી અને નેહીઓને સાચવવા, આ બધી પરની વેઠ કરનારો હું વેઠીયે જ છું ને ! અનાદિકાળથી કાયાની કેદમાં પૂરાઈને મેં આવી ગુલામી જ કરી છે ને? મારા પિતાના સ્વરૂપને વિચાર કર્યો નથી ને હજુ પણ આ જ કરી રહ્યો છું. કેવી દુર્દશા છે ! શું, ત્યારે હું આ જ સ્વભાવવાળે છું ? મારે કાયાની કેદમાં પૂરાવું જ પડે? એની અને એના લાગતાવળગતાની વેઠ કરવી પડે! આયુષ્ય પૂર્ણ થતાં એમાંથી મૃત્યુ પામીને રવાના થવું પડે અને ફરીથી કરોળિયાની જેમ નવા શરીરનું જાળું બનાવીને એમાં પૂરાવું જ પડે? શું આ મારો સ્વભાવ છે ? આવી ચિંતવના કરતા અંદરથી ચેતનદેવ કહેશે કે નાના હું આવા સ્વભાવવાળ નથી, ત્યારે હું કેણ? કે હું અરૂપી આત્મા, અનંત જ્ઞાન દર્શન અને અનંત સુખના સ્વભાવવાળે છું પણ મિહના કારણે કર્મના આવરણોથી ઢંકાઈ ગયો છું અને તેથી જ કર્મની ગુલામી નીચે અનંત જ્ઞાનાદિ સંપત્તિ ખેઈ બેઠે છું. તેના કારણે એ જ્ઞાન અને આનંદ સ્વને પણ દેખાતા નથી. બાકી હું ખરેખર કંગાળ કે કાયર નથી. હું ઈન્દ્રિયને ગુલામ નથી પણ ઈદ્રિય, વાણું, અને મન પર વર્ચસ્વ ધરાવતે જીવ છું. હું સ્વતંત્ર છું. આ કાયા અને ઇન્દ્રિયો બધા પરતંત્ર છે. હું ધારું તે પ્રમાણે મારી ઇન્દ્રિયને પ્રવર્તાવી શકું છું ને ધારું તે પાછા હટાવી શકું છું. હું ધારું તે પ્રમાણે વાણું બોલાવી શકું છું. બેલવામાં ફેરફાર કરી શકું છું ને ધારું તે વણીને બોલતી પણ બંધ કરી શકું છું. મનથી મારા ધાર્યા પ્રમાણે વિચારણું ચલાવી શકું છું ને વિચારણા બદલી શકું છું. હું આ દેડ અને ઇન્દ્રિયોને ગવર્નર, સુપ્રીમ રાજા છું, માટે એ બધાને અશુભમાંથી રોકી શુભ વિષયમાં પ્રવર્તાવી પુણ્યના ગંજ ઉભા કરનારા, નવા પાપ અટકાવનારે ને જુના પાપના ઢગલાને ઉખેડનારે અનંત શક્તિવંત છું. આ કાયા ઉપર મારું સંપૂર્ણ વર્ચસ્વ છે. ચરમ તીર્થપતિ મહાવીર ભગવાન, ધનાજી અને શાલીભદ્રજી જેવા મહાન આત્માઓ આવી ધર્મ જાઝિકા કરીને જન્મમરણની ઝંઝટથી મુક્ત થયા તે હું કેણ? હું એ પરાક્રમી પૂર્વજોને વારસદાર છું. હું એમના જેવું જ ધર્મશાસન પામ્યો છું તે એમના પગલે ચાલીને માનવજીવનને સફળ બનાવી લઉં.
બંધુઓ ! આવી ચિંતણ કરવાથી આત્માને પિતાની શક્તિનું ભાન થાય છે ને મહ ઉતરી જાય છે. આપણુ ભગવાને આવી જાઝિક કરીને કર્મશત્રુઓને હઠાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું હતું. કેવળજ્ઞાન પામ્યા પછી ભગવાને અનેક જીને તાર્યા છે, અને છેલ્લે આયુષ્ય પૂર્ણ થતાં અઘાતી કર્મોને ક્ષય કરી આજે આસો વદ અમાસની પાછલી રાત્રે મોક્ષમાં પધાર્યા. તે પર્વને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. આજે દિવાળીને