SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શારદા સુવાસ ત્યારે શું વિચાર કર્યો? મારે દેહ બળે છે, હું નથી બળતે. હે આત્મા ! સજાગ બની જજે. તારે ને કાયાને પાડોશીને સંબંધ છે. આ ઉપસર્ગ કાયા ઉપર આવે છે. એટલે પીડા પાડોશીના ઘેર છે તેથી તારું કંઈ જતું નથી. માથું બળે છે તે ક યાનું છે. તારું નહિ. તારું તે વિશુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. એ કઈ આગથી બળે નહિ. તે કાયાનું જાય એમાં રેવા જેવું શું છે? કારણ કે એ તે સડન પડન, વિધ્વંસના સ્વભાવવાળી છે. એટલે કાયાને બચાવવાં છતાં કયાં એ અમર રહેવાની છે ? આવી તે અનંતી કાયાઓ ઘણી ય બચાવવાની મહેનત કરી છતાં નાશ પામી ગઈ. એની ચિંતા ન કર. જેમ ગુમડુ ફૂટતું ન હોય તો નર મૂકાવાની પીડા વધાવી લેવાય છે ને? તેમ આ ઉપસર્ગ પણ કર્મગુમડા પરનું સ્તર છે. માથું બળવા સાથે કર્મ બળીને ભસ્મ થાય છે, આ પીડા આપનારે તો તારો મિત્ર છે. ભાઈ કરતાં વધુ ભલે ને ઉપકારી છે કે તારા કર્મ ક્ષય કરવામાં સહાયક થઈ રહ્યો છે. હે આત્મન ! આ પીડામાં મિલ તે નિમિત્ત માત્ર છે. બાકી પીડા આપનાર ખરેખર તો તારા પિતાના કર્મો છે. અગ્નિ કાયાને સળગાવે એની સાથે તું તારા કષાયથી તારા આત્માને સળગાવતે નહિ. એવું પણ ન વિચારો કે આવા મારા ઘેર કર્મ કે મને આટલી બધી પીડા આવી! કારણ કે આ તે શું છે ? પૂર્વના અસંખ્ય જન્મમાં તે ઘણું દુષ્ક કરી આવા ઘણાં કર્મો ઉપજેલા હશે! એને આઘાત લગાડવાને બદલે આ એક કર્મની પીડાને આઘાત શું લગાડે છે ! આ દુખ સહર્ષ સહી લેવામાં કલ્યાણ છે. આ આત્માએ સંસારમાં દુબે સહન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. નરકમાં આના કરતાં અનંતગણી વેદના અસંખ્ય વર્ષો સુધી એકધારી સહન કરી છે. તિરચ ગતિમાં પશુ પંખીના ભાવમાં શિકારી, પારધી અને બીજા પશુ પંખીના હાથે ભયંકર પીડાઓ વેઠી છે. આ બધી પીડાઓ પાધીનપણે રડતા રડતા વેઠવી પડી પણ એમાં જરાય લાભ ન થ ને ભવના ફેરા તે ઉભા રહ્યા ત્યારે આજે જે દુઃખ આવ્યું છે તે તે પૂર્વના દુઃખ આગળ કંઈ નથી. છતાં એ દુઃખને સ્વેચ્છાથી સહી લે તે સુખ અપરંપાર છે. કેટલાય કર્મોને નાશ થશે ને આત્માની કમાણીનો મહાન લાભ છે. કેહીનુર હીરા જેવું આ શાસન પામે છે તે પછી કાચના ટુકડા જેવી શરીર શાતા ન હોય એમાં શું રેવાનું? જુઓ ! આ બાલ મુનિની કેવી ભવ્ય વિચારણું! સવારે દીક્ષા લીધીને રાત્રે કર્મોને ખંખેરી મોક્ષમાં ગયા. કેવી અડગતા ને કેવી બૈર્યતા ! છે આજે આવી દૌતા! તમે છાઠા ખામણામાં બેલે છે ને કે ભગવાનના શ્રાવકે દેવના ડગાવ્યા ડગે નહિ. બરાબર છે ને? અને તે દેવના બદલે દેડકાના ડગાવ્યા ન ડગે તે સારી વાત. (હસાહસ) જે તમને આત્મતત્તવની પ્રીતિ થઈ હોય, ભવની ભીતિ લાગી હોય ને સાચું સુખ મેળવવું હોય તે ગજસુકુમાલ જેવા દઢ અને સહનશીલ બનજે, તે આત્માનું અવ્યાબાધ સુખ મળશે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy