SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૩ શારદા સુવાસ મળી જશે. ગૌતમસ્વામીની લબ્ધિને આપણે યાદ કરી પણ ગૌતમ સ્વામીએ કેટલા છઠ્ઠ અઠ્ઠમ કર્યા, કેવી અનન્યભાવે ભગવાનની સેવા કરી અને શી રીતે લબ્ધિઓ પ્રાપ્ત કરી એ વિચાર્યું છે ખરું? આપણે તો માત્ર નામ લખીને બધું મેળવવા માંગીએ છીએ પણ ગૌતમસ્વામી જેવા થવું નથી, થવાને ભાવ રાખ નથી ને લબ્ધિઓ મેળવવી છે એ કેવી રીતે મળશે? આજથી દિવાળીની મંગલ શરૂઆત થઈ. દિવાળી કંઈકને હસાવશે ને કંઈકને રડાવશે. શ્રીમંતેના ઘરમાં આ દિવસોમાં મીઠાઈ બનશે, બહારથી પેકેટ આવશે એટલે ખાઈ પી, સારા કપડા પહેરીને સારી રીતે દિવાળી ઉજવશે, ત્યારે ગરીબના સંતાને ધનવાનને ઘેર મીઠાઈ અને રહેશે. ને એના મા બાપને કહેશે બા. બાપુજી! આપણું પાડોશીને ઘેર પેંડા, ગુલાબજાંબુ, ઘૂઘરા બધું બનાવ્યું છે તે આપણે આ બધું નહિ લાવવાનું ? એમ કહીને રડે છે, ત્યારે મા-બાપની આંખમાં પણ આંસુ આવી જાય છે કે આપણી પાસે કંઈ નથી. જ્યાંથી લાવી આપીએ ? માંડ માંડ બાળકોને સમજાવે છે ત્યારે પર્યુષણ પર્વ એવા છે કે તે કેઈને રડાવતા નથી પણ અધમજીને પણ ધર્મ કરવાની પ્રેરણા આપે છે. પર્યુષણમાં ખાવાપીવાની કે સારા કપડા પહેરીને હરવા ફરવાની વાત હેતી નથી. તે દિવસોમાં તે આરંભ-સમારંભને ત્યાગ કરી તપ-ત્યાગથી આત્માને પુષ્ટ કરવાનું હોય છે. પર્યુષણ પર્વ માત્ર જૈને જ ઉજવે છે ત્યારે આ દિવાળી પર્વ એવું છે કે જે જૈન જૈનેતર બધાને માન્ય છે. આપણી દષ્ટિએ વિચારીએ તે દિવાળી પર્વ એ કંઈ પહેરીઓઢી. ખાઈ પીને હરવા ફરવાનું નથી પણ ભગવાન મહાવીર સ્વામી આસો વદ અમાસના દિવસે પાછલી રાત્રે મોક્ષમાં ગયા છે તેથી અઢાર દેશના રાજાએ જેમ ભગવાનની અંતિમ દેશના શ્રવણ કરવા માટે છડ઼ પૌષધ કરીને બેસી ગયા હતા તેમ તમારે બધાએ પણ આરંભ સમારંભને ત્યાગ કરીને પૌષધ કરીને બેસી જવાનું છે. જ્યારે તમને તમારા સગા-સ્નેહીને વિગ પડે છે ત્યારે ખાવું-પીવું, હરવું-ફરવું ગમે છે? બધું છોડી દે છે ને? તે જ્યારે આપણને અરિહંત પ્રભુને વિયેગ પડે હોય ત્યારે ખાવું-પીવું ને હરવું ફરવું કેમ ગમે? આ દિવસોમાં તે આપણે બધું છોડીને ધર્મારાધના કરવી જોઈએ ને ભગવાનના વચનામૃતે યાદ કરવા જોઈએ. મહાનપુરૂષ મહત્ત્વને સંદેશ આપી ગયા છે કે હે માનવ ! તમે સુખે છે અને બીજાને સુખપૂર્વક જીવવા દે. તમારા પુણ્યોદયે તમે સુખી છે તે તમારી શક્તિ અનુસાર સ્વધમીને મદદ કરી સુખી કરે, પણ આ દિવાળીના દિવસેમાં તમે મેવા મીઠાઈ ખાઈને જલસા કરે ને તમારા સ્વમ બંધુઓ, આડોશી પાડોશી ભુખ્યા રહેતા હોય, ઘરના ખૂણે બેસીને રડતા હોય એવું ન બનવું જોઈએ. આવી દિવાળી એ સાચી દિવાળી નથી. મુંબઇની જનતા પુણ્યવાન છે. હું જોઉં છું કે મુંબઈમાં ઘણું સંઘે પિતાની શક્તિ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy