________________
શાહ સુવાસ ઉપદેશ આપ્યો કે જેથી મને સંસાર ઉપરથી તિરસ્કાર છૂટયે ને મેં દીક્ષા લીધી, પણ જુએ આપણું ભાગ્ય કેવું કામ કરે છે કે આપણે આ ગુફામાં એકાંતમાં મળ્યા છીએ, માટે તમે મારાથી ભય ન રાખે. જ્યારે માનવીનું મન વિષયવાસનાથી મલીન બને છે ત્યારે ભાન ભૂલી જાય છે કે પિતે ક્યા થાનમાં છે, જેની સાથે આવી વાતચીત કરી રહ્યો છે તે ભૂલી જાય છે. મોહાંધ બનેલા રહનેમિ રાજેમતીને આવા શબ્દો કહી રહ્યા છે અને હજુ પણ લજજા છોડીને કેવા શબ્દો કહેશે તે વાત અવસરે વિચારીશું.
આજે ધનતેરસને દિવસ છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ આ પાંચ દિવસ પનોતા માનવામાં આવ્યા છે. આ દિવસમાં કંઈને કંઈનવાજુની બનેલી છે તેથી તેને મહિમા છે. આજે ધનતેરસને દિવસ કેમ મનાવવામાં આવ્યો છે?
જ્યારે ભગવાન મહાવીર સ્વામી ઉપર શાલકે તેજલેશ્યા છેડી ત્યારે ભગવાનના મુખમાંથી રાબ્દો સરી પડયા કે હે ગોશાલક ! તું આ શું કરી રહ્યો છે? તારી તેજુવેશ્યા મને નહિ બાળી શકે. હું આ પૃથ્વી ઉપર હજુ સોળ વર્ષ વિચરવાને છું પણ આજથી સાતમે દિવસે તારું મૃત્યુ છે. આ વખતે જે હાજર હતા તેમણે ભગવાનના શબ્દો યાદ રાખી લીધા, કારણ કે ભગવાન તે સર્વજ્ઞ છે. એમના વચન તે સત્ય જ હોય. એમની વાણીમાં ફરક પડે જ નહિ. આ વાતને સોળમું વર્ષ આવ્યું ને ભગવાનનું છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં થયું ત્યારે નવમલ્લી અને નવલછી એમ અઢાર દેશના રાજાએ રાજ્યવૈભવ છોડીને આસો વદ ચૌદશ અને અમાસના છઠ્ઠ પૌષધ કરવા પાવાપુરીમાં આવ્યા. અઢાર દેશના રાજાઓ એમના પરિવાર સાથે હાથી-ઘડા બધું લઈને આવે એટલે માણસે તે ઘણું જ હોય ને ! અને અવાજ પણ ઘણે થાય તે સ્વાભાવિક છે. ચૌદશ અને પાણીના પૌષધ કરવા હોય એટલે તેરસના દિવસે આવી જવું જોઈએ એટલે આ અઢાર દેશના રાજાએ પાવાપુરીમાં આવ્યા. તે વખતે ગાયેના ધણ વગડામાંથી ચરીને પાવાપુરીમાં જઈ રહ્યા હતા. આટલા બધા માણસને આવતા જોઈને ગાયે ડરીને ભાગાભાગ કરવા લાગી, તેથી આ દિવસનું નામ ધણુતેરસ પડ્યું છે પણ તમને તે ધન બહુ વહાલું છે એટલે ધણતેરસના દિવસને ધનતેરસને દિવસ બનાવી દીધે.
આજે ધનતેરસના દિવસથી તમારી દિવાળી શરૂ થઈ. આ પર્વ માત્ર જેને માં જ નહિ પણ વિશ્વભરમાં આનંદ, ઉત્સાહ અને આશાના ઉજાશ પાથરના સર્વમાન્ય આ એક પર્વ છે. પર્વ તે જ ગર્વ લેવા લાયક કહી શકાય કે જે ધર્મની સાથે સબંધ ધરાવતું હોય. આ દિપાવલી પર્વ પણ દુનિયામાં એક અગ્રગણ્ય અને માંગલિક પર્વ ગણાય છે. એની આદિમાં નિમિત્તભૂત મહાન મંગલભુત પ્રભુ મહાવીર અને અનંતલબ્લિનિધાન ગુરૂ ગૌતમ સ્વામી છે. એકનું નિર્વાણ અને બીજાનું કેવળજ્ઞાન આ પર્વની પાછળ છુપાયેલું છે પણ અફસની વાત છે કે હવે આ પર્વ ધીમે ધીમે આધ્યાત્મિક મટીને ભૌતિક બનતું