SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૫ શારદા સુવાસ દીકરી ! અત્યારે આપણે નિરાધાર થઇ ગયા છીએ. આ સ્થિતિમાં કોઈ પુરૂષ આપણા ચારિત્ર પર દૃષ્ટિ કરે તે આપણે ચારિત્રનું રક્ષણ કરવાનું મક્કમ બનવાનું અને કદાચ કોઈ બળત્કાર કરવા આવે તે જીભ ખેંચીને મરી જવાનું પણ કદી શીયળનુ ખ`ડન થવા દેવાનું હુિ. આપણા જીવતા આપણા દેહને કાઈ પરપુરૂષની આંગળી અડવા દેવી ન જોઇએ. આવી ચારિત્રની ઉચી વાત સમજાવતી હતી. જે સજ્જન પુરૂષ હાય તે આ વાત સાંભળીને પણ ઠેકાણે આવી જાય, પણ વિષયના વટાળે ચઢેલા સારથીને આવી વાત સાંભળીને અસર ન થઈ. એણે વનવગડામાં અધવચ રથ ઉભા રાખ્યા ત્યારે ધારણી રાણીએ કહ્યુ’-ભાઈ! તેં કેમ રથ ઉભા રાખ્યા ? ત્યારે સારથી કહે છે તું મને ભાઈ ન કહીશ. હું તારા રૂપમાં મુગ્ધ બન્યો છું. મારા અંગેઅંગમાં કામના દાવાનલ વ્યાપી ગયા છે. તું મારી ઈચ્છાને આધીન બની જા. આ સમયે રાણીએ સારથીને ઘણુ સમજાવ્યેા, ભાઇ ! પરસ્ત્રી સામે દૃષ્ટિ કરનારને નરકમાં જવુ પડે છે પણ સારથી ન સમજ્યા ત્યારે રાણીએ જીભ કચરીને પ્રાણ કાઢી નાંખ્યા. રાણીએ વિચાર ન કર્યો કે આ વગડામાં મારી દીકરીનું શું થશે ? રાણીની આ સ્થિતિ જોઇને સારથીના દ્વાજા ગગડી ગયા. એના હૃદયનું પરિવર્તન થઇ ગયું. અહૈ, ધિક્કાર છે મારી અધમ કામવાસનાને ! મારા નમિત્તે પંચેન્દ્રિય જીત્રની હત્યા થઈ ગઈ! સારથીના દિલમાં આવા ભાવ કયારે આવ્યા ધારણી રાણીના સતીત્વની ખુમારી જોઇ ત્યારે ને? સારથીના મનમાં થયું કે આ છેકરી પણ ડરથી મરી જશે તે મને વધુ પાપ લાગશે, તેથી ચંદનબાળાને કહે છે બેટા ! તું મારાથી ડરીશ નહિ, હવે હું તારી સામે કુષ્ટિ નહિં કરુ. મને મારા પાપકર્મી નુ ફળ મળી ગયુ` છે. હવે તું મારાથી નિર્ભીય રહેજે, ત્યાર પછી ચંદનબાળાને ચૌટામાં વેચવાના પ્રસંગ આવ્યે ને વેશ્યાએ ખરીદી. આ બધા પ્રસગેામાં ચંદનબાળા પેાતાના ચાત્રિમાં અડગ રહી છે. એ બધી વાત તમે ઘણી વખત સાંભળી છે એટલે વિશેષ કહેતી નથી પણ કહેવાના આશય એ છે કે સતી સ્ત્રીએના જીવનમાં આવે! પ્રસંગ આવી જાય ત્યારે તે પેાતાના ચારિત્રમાં મક્કમ રહે છે. અહીં રાજેમતી સાધ્વી ગુફામાં એકલા છે. પેાતે આવી અવસ્થામાં કોઈ પુરૂષને જોયા એટલે ભય અને લજજાથી તે ધ્રુજવા લાગ્યા. भीया य सा तर्हि दहु, एगंते संजयं तयं । बाहिं कार्ड संगोर्फ वेवमाणी निसीयई ||३५|| એકાંતમાં તે સંયમીને જોઈને ભયભીત બની ગયા ને ભયથી કંપવા લાગ્યા, અને પેાતાના ખ'ને હાથી પોતાના શરીરને ઢાંકીને ખૂબ સ`કોચ અનુભવતા બેસી ગયા. પોતે નિર્ભયપણે બેઠા હાય અને આમ અચાનક આવી સ્થિતિમાં પુરૂષને દેખે તે લજજા પણ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy