________________
૮૪૮
શારદા સુવાસ રહ્યો. યોગી નજીક આવ્યો ને કુમારને જોઈને ખુશ થય ને પૂછ્યું–ભાઈ ! તમે કોઈ રાજકુમાર રહે તેવા દેખાઓ છો તે આપ કે છે? મને તે તમારું મુખ જોઈને જ આનંદ થાય છે. જાણે તમે કોઈ મહાનપુરૂષ છે તેમ લાગે છે, ત્યારે જિનસેનકુમારે નિર્ભયતાથી કહ્યું કે હું સિંહલદ્વીપના રાજાને મુખ્ય મંત્રી છું. મારું નામ જિનસેનકુમાર છે. આ પ્રમાણે કહ્યા પછી જિનસેનકુમારે ગીને કહ્યું હે મહાત્માજી! આપ આ જંગલમાં રહીને શું કરે છે? આ તેલની કડાઈ આપે શા માટે ઉકાળી છે? ને આ અબળાને તમે શા માટે લટકાવી છે? એણે આપને શું અપરાધ કર્યો છે કે આપ એને આવી કડક શિક્ષા કરી રહ્યા છે? ત્યારે યેગીએ કહ્યું-કુમાર તમારી વાણી મને બહુ મીઠી લાગે છે. તમે ખૂબ ભલા ને ભેળા છે પણ તમે પૂછે છે તે એને હું તમને જવાબ આપું છું. સાંભળે.
અપકારી ઉપર પણ ઉપકાર કરતે જિનસેન :- આ સ્ત્રી દરિયા કિનારે નિરાધાર બનીને બેઠી બેઠી રડતી હતી. એનું કેઈ ન હતું એટલે મેં એને દીકરી કરીને આશરે આપે. મેં એને કદી દુઃખ આપ્યું નથી. મારી દીકરી જેમ ગણીને મેં એને પાળી હતી પણ એ પાપણું મારા કામમાં મને નડતર રૂપ બની, એટલે મને એના ઉપર ક્રોધ આવ્યો તેથી મેં એને આ રીતે બંધનમાં બાંધી છે. હવે હું એને જીવતી છેડીશ નહિ. એના પ્રાણ લઈશ અને બીજું મારે સુવર્ણ પુરૂષની સિદ્ધિ કરવી છે તે માટે આ તેલની કડાઈ ઉકાળી છે, પણ મારે આ કાર્યમાં એક ઉત્તર સાધકની જરૂર છે. તે તમે મારા ઉત્તરસાધક બનશે? સમય જોઈને જિનસેન કુમારે કહ્યું–ભલે, તમે ખુશીથી તમારી સાધના કરે. હું ઉત્તરસાધક બનીને અહીં ઉભું રહું છું. આમ કહીને જિનસેનકુમાર યેગીના કહેવા મુજબ સામે ઉભા રહ્યો, એટલે લેગીએ મંત્રના જાપ શરૂ કર્યા. તે વખતે કુમાર મનમાં નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યું, ત્યારે જોગીએ કહ્યું કે ભાઈ! તમે જલ્દી આ મડદાના પગ જોઈ નાંખે. કુમાર મડદાના પગ જોવા ગયે પણ એનાથી મડદુ ઉંચકાયું નહિ એટલે યોગીને કહ્યું- મહારાજ ! મારાથી ઉંચું થતું નથી. હું કેવી રીતે એના પગ ધંઉં? બીજી તરફ એગીએ ઘણુ મંત્ર જાપ કર્યો પણ એના મંત્રની સિદ્ધિ થતો નથી. એટલે કહે છે કુમાર ! તમે શું મનમાં જાપ જપો છો? મંત્ર ભણતા નથી ને? મારા મંત્ર જાપની સિદ્ધિ કેમ થતી નથી ? કુમારે કહ્યું હું તે મારા ધર્મના મંત્ર જાપ કરું છું. એમાં તમને શું વાંધો આવે છે? તમે તમારે તમારું કામ કરેને જેગી કહે છે તમારે મંત્ર બંધ કરી દે. કુમાર કહે છે એ તે હું બોલવાને. તમારે જેમ કરવું હોય તેમ કરે, આમ રકઝક કરતા હતા ત્યાં આકાશમાંથી વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીઓ નીચે ઉતરીને બેલવા લાગી કે અમારે ભક્ષ અમને આપે. અમને જલદી આપે. એમ બોલતી ખાઉ..ખાઉ કરતી યેગી પાસે આવીને કહે છે અમારે ભક્ષ આપ, નહિતર તને ભક્ષી જઈશું. આ દેવીએને કેપ જોઈને જેગી તે થરથર ધ્રુજવા લાગ્યો. ત્યાં દેવીઓ કહે છે અમારું ભક્ષણ અમને દઈ દે, નહિતર આ તલવારથી તારું માથું કાપી નાંખીશ. આ