SearchBrowseAboutContactDonate
Page Preview
Page 909
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ બહથતા એટલે ઉપગ સહિત સઘળા અંગેનું અભ્યાસથી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરનાર તે બાલબ્રહ્મચારિણી અને વિદુષી રાજેમતી સાધી દીક્ષિત થયા ત્યારે તેમણે તેમની ઘણી સાહેલીઓ, બહેને અને દાસીઓને દીક્ષા ધારણ કરાવી હતી. જેની સંખ્યા સાતસો હતી. પરમ સુશીલ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યવતી રાજેમતીએ સંસારથી વિરક્ત બનીને પિતાના એકના આત્માને જ ઉદ્ધાર નથી કર્યો પણ સાથે પિતાની બહેને, સખીએ, દાસીએ તેમજ બીજી સ્ત્રીઓને પણ ઉદ્ધાર કર્યો છે. પિતે દિક્ષા લઈને દ્વારકા નગરીમાં પણ ઘણી સ્ત્રીઓને જિન ધર્મ સમજાવીને દીક્ષા અંગીકાર કરાવી છે. અહીં આ ગાથામાં રાજુમતી સાવીને બહુશ્રુતા વિશેષણ આપવામાં આવ્યું છે. આ ઉપરથી એમ લાગે છે કે સતી રાજેમતીએ વૈરાગ્ય અવસ્થામાં ગૃહવાસમાં રહીને પણ શ્રુતજ્ઞાનને ઘણે અભ્યાસ કર્યો હશે. આ ઉપરથી એ વાત પણ સમજી શકાય છે કે શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહીને શાસ્ત્રજ્ઞાનને અભ્યાસ કરી શકે છે. બંધુઓ ! આગળના શ્રાવક-શ્રાવિકાએ પણ શ્રુતજ્ઞાનને અભ્યાસ કરતા હતા ને સાધુ સાધ્વીઓને ભણાવતા હતા. શ્રાવકે ભણેલા હોય તે સાધુ સમાજ પણ જાગૃત બને. શિથિલાચાર અટકી જાય ને સાધુ-સાધ્વીઓને ગૌચરી પાછું તેમજ વસ્ત્ર, પાત્રાદિ ઉપકારણે કેવા વહરાવી શકાય તેનું જ્ઞાન થાય છે. સાથે ગૃહસ્થ જીવન કેમ જીવવું તેનું પણ જ્ઞાન થાય છે, પણ આજે શ્રાવકને સિદ્ધાંતનું વાંચન કરવાની કે ભણવાની રૂચી કયાં છે? છે કઈ કઈ શ્રાવકે પણ બહુ વિરલ, સિદ્ધાંતના જાણકાર શ્રાવકે હશે તે સંઘ પણ ઝળહળતે. બનશે અને બીજા શ્રાવકેને તેની પ્રેરણા મળશે, પણ આજે તે બહારના વાંચનને એટલે રસ છે તેને અંશ ભાગ પણ સિદ્ધાંતને રસ નથી. જે સંઘમાં શાસ્ત્રના જાણકાર શ્રાવકેને જોઉં ત્યાં મારું હૈયું નાચી ઉઠે છે ને એમ થાય છે કે આ શ્રાવક વીતરાગ શાસનને સાચા અર્થમાં પામે છે. એણે જીવનને ઉજજવળ બનાવ્યું છે. જેમની સાવીજીએ પિતાના સ્વજનેમાંથી અને પરિજનેમાંથી તે સિવાય ઘણું મારિકાઓને તેમજ સ્ત્રીઓને બોધ આપીને વૈરાગ્ય પમાડીને દીક્ષિત કરી. આ ઉપરથી પણ સમજી શકાય છે કે એમનું જ્ઞાન કેટલું વિશાળ હશે. રાજુમતી સાધ્વીજી ઘણાં વિશાળ શિષ્યાઓના પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. આ રીતે સંયમ પર્યાયમાં વિચરતા વિચરતા ઘણે સમય વ્યતીત થયે. એક વખત ખબર પડી કે નેમનાથ ભગવાન રૈવતક પર્વત ઉપર પધાર્યા છે. તે જાણ થતાં રાજેમતી સાધ્વીજીને તીર્થકર પ્રભુના દર્શન કરવાની ભાવના જાગી, તેથી પોતાના શિષ્યા પરિવાર સાથે ગિરનાર પર્વત પાસે આવ્યા. હવે પર્વત ઉપર ચઢતાં શું બન્યું તે વાત શાસ્ત્રકાર ભગવંત બતાવે છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy